________________
ધાર્મિક સ્થિતિ
૩૭૭
સરસ્વતીએ દત્તઉપાસનાને જે ગુરુમાર્ગ બતાવ્યા તે આગળ જતાં દત્તા સંપ્રદાય' કહેવાય.
ગુજરાતમાં દત્ત સંપ્રદાયના એક સમર્થ પ્રવર્તક મહાત્મા રંગ અવધૂત (ઈ.સ. ૧૮૯૮-૧૯૬૮) વાસુદેવાનંદ સરસ્વતીના શિષ્ય હતા. ગોધરામાં જન્મેલા, એમનું મૂળ નામ પાડુરંગ વિઠ્ઠલ વળામે હતું. સિદ્ધ મહાત્મા ગુરુ ટેબે સ્વામી, દાદા ધૂનીવાલા અને પરમહંસ ચંદ્રશેખરાનંદના આશીર્વાદથી એમણે નારેશ્વરમાં દત્ત-ઉપાસના સન ૧૯૨૫ માં શરૂ કરી. ૧૯૩૬ માં એમની કૃતિ “દત્તનામસ્મરણ અને ૧૯ર૭ માં “વાસુદેવ નામસુધા' પ્રગટ થયાં. આ ઉપરાંત “રંગહૃદયમ' (૧૯૩૨), “ગુરુલીલામૃત' (૧૯૩૪) “દત્તબાવની' (૧૯૩૫) “દત્તનામસ્મરણ” (૧૯૪૮) અને “અક્ષરગીત' (૧૯૫૭પ્રગટ થયાં. તેઓના પ્રભાવથી નારેશ્વરમાં દત્તતીર્થ ઊભું થયું. એમણે દત્તજયંતી જેવા પ્રસંગોએ લેકમેળા ચાલુ કરી ભાવિક પ્રજાના હૃદયમાં સંતનું ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમના અનુયાયીઓ એમને નિર્ગુણ દત્તના સગુણ અવતાર તરીકે પૂજે છે અને તેઓની અમૃતવાણીમાંથી પ્રેરણું મેળવે છે. રામદેવપીર સંપ્રદાય
રાજસ્થાન મારવાડમાં રણુજા ગામે રામદેવપીર સંપ્રદાય શરૂ થયું. લગભગ બસો વર્ષ પૂર્વે રણુજાથી ળકા પાસે રંગપુર આવીને રામબાવાએ રામદેવપીરનું મંદિર કર્યું. ઈ. સ. ૧૯૧૦ ની આસપાસ અમદાવાદનં ઘીકાંટા વિસ્તારમાં ધંધાર્થે આવેલા મારવાડી લુહાર જ્ઞાતિના ભાઈઓએ એમના સમાજ તરફથી એક નાની દેરી બનાવી તેમાં ૧૯ર૮ માં મૂર્તિની પ્રતિષ્ઠા કરી. આ ઉપરાંત રામદેવપીરનાં અન્ય મંદિરમાં અમદાવાદમાં હલીમની ખડકી મહેંદી કૂવા પાસે કાચકલામંદિર અને શાહીબાગના મંદિરને સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં કાલાવડ પાસે રણુજામાં આવેલા રામદેવપીરની જગ્યા મેટું તીર્થ ગણાય છે. સાંઈબાબા સંપ્રદાય
શિરડીના સાંઈબાબા(લગ. ઈ. સ. ૧૮૫૦-૧૮૧૮)ના અનુયાયીઓને એક વર્ગ ગુજરાતમાં આ કાળ દરમ્યાન હતું. એના પ્રચારમાં સાંઈ શરણાનંદ જેવા શિક્ષિત મહાત્માને ફાળે સવિશેષ છે. અમદાવાદમાં ૧૯૪૮ માં સાંઈમંડળ સ્થપાયું. ત્યાર બાદ તારકસભવનમાં સાંઈ વિશ્વમંદિરની સ્થાપના થઈ. દર ગુરુવારે સાંઈબાબાનાં સ્તવને, ભજન, અને સ્વાધ્યાયને કાર્યક્રમ થ, બાલાહનુમાન નજીક બાબાની મૂર્તિની વિધિાર પ્રતિષ્ઠા લગભગ ૧૯૬૬ માં કરવામાં આવી. ૨૩