________________
આઝાદી પહેલાં અને પછી (જિ. ખેડા)માં હતી. મહાત્યમરામના પ્રધાન શિષ્યોમાં સંત હરિરામ (મૃ. ઈ. સ. ૧૯૦૦) હતા, જેમણે પાદરામાં મંદિર સ્થાપી ગુરુને ઉપદેશ લેકેમાં પ્રસા.૧૬ પ્રણામી સંપ્રદાય
દેવચંદ્ર મહેતા(ઈ. સ. ૧૫૮૨ એ સ્થાપેલ અને પ્રાણનાથે (ઈ. સ. ૧૬૧૮૧૬૮૫) જામનગરમાં પ્રસારેલ શ્રીનિજાનંદ કૃષ્ણપ્રણામી સંપ્રદાય પણ આ કાલખંડ દરમ્યાન ખૂબ વિકસ્યો. જામનગરના ખીજડા મંદિરની ધર્મપીઠના આચાર્ય ધનદાસજી તેમજ એમના પછી ગાદીએ આવેલા કામદાસજી(ગાદી ઈ. સ. ૧૯૪૪)નાં પ્રેરણા અને પુરુષાર્થથી એમાં ભારે વધારો થયો. સંપ્રદાયમાં આ કાળ દરમ્યાન દેઢ લાખ જેટલા શિષ્ય વધ્યા અને તેઓને પ્રચાર નેપાળ, આસામ ઉપરાંત પંજાબમાં વિશેષ થયો. ગુજરાતમાં પણ એમની સંખ્યા વધી. પ્રકાશનપ્રવૃત્તિમાં ખાસ કરીને સંપ્રદાયગ્રંથ “સ્વરૂપસાહેબ” પ્રગટ થતાં પાઠ-પારાયણ વધ્યાં તેમજ નવા ૧૦૦ જેટલાં મંદિર પણ બંધાયાં.૧૭ આ સંપ્રદાયની સુરતની ગાદી “ફકીરી ગાદી અને જામનગરની ગાદી “ગૃહસ્થી ગાદી” કહેવાતી. સુરતની ગાદી સ્વામી પ્રાણનાથથી શરૂ થઈ. ઉદાસી સંપ્રદાય
ગુજરાતમાં ઉદાસી સંપ્રદાયને પ્રસાર પણ આ કાલ દરમ્યાન થયેલ. ખંભાતમાં ઉદાસી બાવાનું મંદિર (સ્થા. ઈ. સ. ૧૭૨૮) પ્રસિદ્ધ છે. આ ગાદી ઉપર ભેળાનાથ ગંગારામ રામદાસ ગુરુદત્ત આભારામ લક્ષમણુદાસ સુંદરદાસ ગુલાબદાસ અને મસ્તરામ થઈ ગયો મસ્તરામ આ કાલખંડ દરમ્યાન થઈ ગયા.૧૯ કુબેર પંથે
આ સંપ્રદાયને “કેવલજ્ઞાનસંપ્રદાય” કે “કાયમ–પંથ' પણ કહે છે. આ સંપ્રદાયના પ્રવર્તક કુબેરદાસ(ઈ. સ. ૧૭૭૨-૭૩) હતા. એમની મુખ્ય ગાદી સાસ્સા(સાણંદ પાસે)માં સ્થાપાઈ હતી. આ સંપ્રદાયનાં લગભગ પર જેટલાં મંદિર ગુજરાતમાં છે. ” દત સંપ્રદાય
આધ્યાત્મિક માર્ગોમાં દત્તની ઉપાસના એક જીવંત અને જવલંત સાધનાપ્રણાલી છે. ગુજરાતમાં એ પ્રણાલીની સાધનાને તથા દત્તની જીવનલીલાને શબ્દબદ્ધ કરવાનું કાર્ય મહાત્મા રંગ અવધૂતે કર્યું છે.
દત્ત સંપ્રદાયને શિગમ અને વિકાસ મહારાષ્ટ્રમાં થયો હતો, પીપાદ વલભ દત્તાત્રેયને પ્રથમ અવતાર અને સિંહ સરસ્વતી બીજો અવતાર મનાતા. નૃસિંહ