________________
સાધન–સામગ્રી
ચંદ્રવદન મહેતા, રસિકલાલ છે. પરીખ આદિનાં નાટકામાં તથા એમનાં અને જયંતીલાલ ચુનીલાલ મડિયા, દુર્ગેશ શુકલ, ગુલાબદાસ બ્રેાકર, પન્નાલાલ પટેલ, યશેાધર મહેતા, પુષ્કર ચંદરવાકર, કે. કા. શાસ્ત્રી આદિનાં એકાંકીએમાં ગુજરાતના નગરજીવન અને ગ્રામજીવનનુ અને કાઈ વાર એમાંનાં ઐતિહાસિક પ્રવાહેતું પણ સુભગ નિરૂપણુ છે.
૧૩
નવલિકાસાહિત્યમાં રામનારાયણ વિ. પાઠક-કૃત ‘દ્વિરેફની વાત।’ ભાગ–૧ (૧૯૨૮) ગુજરાતના જીવનનું સાહિત્યસેાપાન હૈ।વા છતાં તર્ક યુક્ત આલેખન કરે છે. ઉમાશ’કર જોશી-કૃત ‘શ્રાવણી મેળા’ (૧૯૩૭) અને સુંદરમ્-કૃત ‘પિયાસી’ (૧૯૬૩) આદિષ્ટએ નોંધપાત્ર છે. સુંદરમની નવલિકા ‘ભીમજીભાઈ' ગાંધી ચીધ્યા આચારના જડ અનુસરણના ઉપહાસ ઉડાવે છે
ઝવેરચંદ મેધાણીકૃત ‘ચિતાના અંગારા’(૧૯૩૭) વગેરેમાંના પ્રયોગ ‘કલાત્મક નવલિકા નહિ તેટલે અંશે, મુખ્યત્વે આપણા સમાજનાં અમુક થરાનાં, પીંછી બહુધા ઘેરા રંગામાં ખેાળાને ચીતરેલાં પ્રસ`ગચિત્રો કે શબ્દચિત્ર છે’.૧૦ મેઘાણીના ખીન્ન એ વાર્તાસંગRsઆપણા ઉંબરમાં’ ૧૯૪૨) અને ‘ધૂપછાયા' (૧૯૩૫) પણ નિરૂપણની દૃષ્ટિએ આ ક્રાટિમાં આવે. ‘જેલ સિની બારી'(૧૯૩૪)માં સત્યાગ્રહ-સંગ્રામ દરમ્યાન જેલજીવનના અનુભવ મેઘાણી લેાકભાષાથી રંગાયેલી એમની વિશિષ્ટ કથનશૈલીમાં રજૂ કરે છે. રવિશંકર મહારાજના પ્રભાવથી જેમના જીવનમાં ભારે પરિવર્તન થયું હતું. તેવા ચાતરના બહારવટિયાની સ્મરણીય ચિત્રાત્મક સત્યકથાએ ‘માણસાઈના દીવાં’ (૧૯૪૫)માં મેઘાણી આપે છે.
પેટલીકર પન્નાલાલ મડિયા અને પુષ્કર ચંદરવાકર આદિની નવલિકાએ આપણા ગ્રામજીવનનું તથા એમાં થયેલાં અને થતાં પિરવત નાનું પ્રતિબિંબ રજૂ કરે છે.
પ્રસ્તુત કાલખંડના નવલકથાસાહિત્યમાં આ દષ્ટિએ રમણલાલ વસંતલાલ દેસાઈનું નામ સર્વપ્રથમ યાદ આવે, વિવેચક વિશ્વનાથ ભટ્ટે ઉચિત રીતે જ રમણલાલને ‘યુગમૂર્તિ વાર્તાકાર' કહ્યા છે, કેમકે સમકાલીન જીવનમાં પરિસ્પ ંદના એમણે ઝીલ્યાં છે અને એનુ કલાત્મક પ્રતિક઼લન એમની નવલકથાઓ ાં થયું છે. રમણલાલની નવલકથાએ બહુસંખ્ય છે, પણ સમકાલીન ઇતિહાસના સાધન તરીકે ‘જયંત’(૧૯૨૫) ‘શિરીષ’(૧૯૨૭) કૈાકિલા'(૧૯૨૯) ‘હ્રદયનાથ’(૧૯૩૦) ‘સ્નેહયજ્ઞ' (૧૯૩૧) ‘દિવ્યચક્ષુ’(૧૯૩૨) ‘ગ્રામલક્ષ્મી’(૧૯૩૩) ‘હૃદય