________________
૧૨
આઝાદી પહેલાં અને પછી
કાવ્યોચિત સ્વરૂપે પ્રગટ થાય છે. એ પછીના એમના ગંગોત્રી' (૧૯૩૪) આદિ અનેક કાવ્યસંગ્રહોમાં અન્યાન્ય વિષય સહ રાષ્ટ્રવ્યાપી સંચલને કવિતા, અંગત અનુભવો અને ભાવાભિવ્યક્તિ-સમેત દેખાય છે. સુંદરમ-કૃત કાવ્યમંગલા' (૧૯૩૩) માટે પણ આ જ કહી શકાય. એમાં “અભયદાને “જવાનદિલ' અને “બુદ્ધનાં ચક્ષુ' જેવી કૃતિઓ નવીન યુગની ભાવનાઓને પ્રસાદ અને ઓજસ સમેત વ્યક્ત કરે છે. નવયુગનાં મંથન અને વિષાદ, રાષ્ટ્રભક્તિ અને સેવાવૃત્તિ તથા દીન અને પ્રત્યેની સહાનુભૂતિ આ બંને કવિઓમાં ભરપૂર છે. શ્રીધરાણીકૃત કાડિયાં' (૧૯૩૪) અને સ્નેહરશ્મિ-કૃત “પનઘટ' (૧૯૪૮)ની કાવ્યરચનાઓનું પણ અહીં સ્મરણ કરવું જોઈએ. તનસુખ ભદ્રકૃત દાંડીયાત્રા' (૧૯૪૯) રાષ્ટ્રજીવનની એક મહાન ઘટનાનું નિરૂપણ કરે છે.
અસહકારયુગમાં આપણી પ્રજાના નવીન વિક્રમનાં “બુલંદ ગાન લોકવાણીની ઘેરી ગંભીરતાથી ઝવેરચંદ મેઘાણીએ ગાયાં છે. એમને કાવ્યસંગ્રહ “સિંધુડે' (૧૯૩૦) એ વાતનું વિશિષ્ટ ઉદાહરણ છે. એમને કાવ્ય સંગ્રહ “યુગવંદના' (૧૯૩૫) એ નામને સાર્થક કરે છે. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જવા ટાણે ગાંધીજી પણ મેઘાણીના કાવ્ય “છેલ્લે કટોરે” થી કવિત થયા હતા. દીનદલિત પ્રત્યે સહાનુભૂતિ અને એમને વિશેની દાઝ ૧૯૩૦ અને પછીનાં સંચાલનનું એક પ્રધાન લક્ષણ છે, સુંદરમ-કૃત “કયા ભગતની કડવી વાણી અને ગરીબનાં ગીત(૧૯૩૩)માં એ સુરેખ સ્વરૂપે વ્યક્ત થાય છે.
બ. ક. ઠાકોરે નિરુત્તમાં' કાવ્યમાં સ્ત્રી સ્વાતંત્ર્યને વિષય ચર્યો છે. એ કાવ્ય રચાયા પછી અનેક વાર કર્તાએ સુધાર્યું મઠાર્યું, પણ એમના અવસાન પછી ૧૯૫૭ માં એ પ્રગટ થયું છે
નાટક-સાહિત્યને વિચાર કરીએ તે કનૈયાલાલ મુનશીનાં ‘સામાજિક નાટક' (૧૯૩૧) બહુશઃ પ્રહસનકેટિનાં છે અને એમાં ગુજરાતી મધ્યમ વર્ગના જીવનનું ચેતનભર્યું નિરૂપણ છે. મુનશી-કૃત “બ્રહ્મચર્યાશ્રમ' (૧૯૨૪) જેલ નિવાસ કરતા સત્યાગ્રહી નેતાઓની ગમત ઉડાવતું આકર્ષક પ્રહસન છે. ઉમાશંકર જોશી કૃત “સાપના ભારા' (૧૯૩૬) અર્વાચીન નાટક-સાહિત્યમાં સ્થાન ધરાવે છે. એકાંકીઓનાં સંગ્રડ તરીકે તે એ વિશિષ્ટ છે, પણ રામનારાયણ વિપાઠકના શબ્દોમાં કહીએ તે શ્રી ઉમાશંકરે ગામડું જોયું છે, એની સાચી સ્થિતિ એઓ. સમજ્યા છે અને એનું એમણે સમભાવ અને વિચારપૂર્વક નિદાન કરેલું છે. એમ કરવામાં એમને જે રહસ્ય જણાયું તે એમણે નાટક દ્વારા મૂર્ત કરેલું છે.