________________
૩૪૦
આઝાદી પહેલાં અને પછી
ગાંધીજીની પ્રેરણા કે આદેશથી એક ઉત્તમ કા` ભાષાની બાબતમાં એ થયું કે ગેવર્ધનરામ, નરસિંહરાવ, કેશવલાલ ધ્રુવ જેવા વિદ્વાના શબ્દોની જોડણી પાતપાતાની રીતે કરતા હતા અને એ કારણે એમાં એકરૂપતાના અભાવ પ્રવતા હતા એ પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ. ગાંધીજીનાં સૂચના અને આગ્રહથી ગૂજરાત વિદ્યાપીઠ દ્વરા તૈયાર કરાવાઈ પ્રગટ થયેલ 'જોડણીકાશ''થી ગુજરાતી ભાષાની જોડણીમાંથી વિવિધતા અતંત્રતા અને મનસ્વિતા લગભગ કાયમ માટે અદૃશ્ય થઈ છે અને એ સુગમ બહુજન માન્ય અને નિશ્ચિત બની છે, જોકે તેથી ઉચ્ચારણને નજીક જનારી શાસ્ત્રપૂત જોડણી લાવવાનાં દ્વાર સદંતર બંધ થયાં નથી એવી હૈયાધારણ ગાંધીજીએ અમદાવાદમાં થયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૨ મા સંમેલનની વિષયવિચારિણી સમિતિમાં પ્રમુખસ્થાનેથી આપી જ હતી (ઈ. સ. ૧૯૩૬).
ગાંધીજીના પેાતાના ગુજરાતી ભાષા-સાહિત્યને મળેલેા પ્રત્યક્ષ ફાળા પણ છે નથી. એમની આત્મકથા સત્યના પ્રયાગા આત્મકથાના ઉત્તમ અને અનુકરણીય આદર્શ નમૂના ગુજરાતી સાહિત્ય માટે જ નહિ, જગત સમસ્ત માટે બની ચુકેલ છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' પણ એમની એવા જ સર્જનાત્મક અાથી દીપતી કૃતિ છે. એ બે પુસ્તાની પહેલાં એમણે ઈ.સ. ૧૯૦૮ માં લખેલ 'હિંદસ્વરાજ' એમની મૂલગામી ક્રાંતિકારી વિચારણા સવાદશૈલીમાં પ્રશ્નોત્તર-રૂપે સરળ ભાષામાં નિભીક સ્પષ્ટતાથી રજૂ કરે છે. રાજકારણ જ નહિ, અ કારણકેળવણી ધર્મ સમાજજીવન આરોગ્ય એમ જીવનના એકેએક ક્ષેત્રનૈ સ્પર્શતા એમના 'નવજીવન' તથા 'હરિજનબંધુ' સાપ્તાહિકામાંના લેખ, સાંખ્યાબંધ વ્યક્તિઓને એમણે લખેલા પત્ર, અનેક સ્થળે એ કરેલાં ભાષણ વગેરે જે જુદી જુદી રીતે હવે ગ્રંથસ્થ બનેલ છે તે ગુજરાતના એક મેટા લેખક વિચારક અને સાહિત્યકાર તરીકે એમને હકથી સ્થાપી આપે છે. એમણે પ્રેરેલું સાહિત્ય તા એનાથીય વિપુલ છે. કાકા કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ, કિશે।રલાલ મશરૂવાળા, વિનેાબા અને નરહિર પરીખ જેવા એમના આશ્રમવાસી અ ંતેવાસી સાથીઓએ, એમણે રાષ્ટ્રિય શિક્ષણ અર્થે સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના રામનારાયણ વિશ્વનાથ પાઠક, રસિકલાલ છે!. પરીખલ આદિ અધ્યાપકાએ, વિદ્યાપીઠ સાથે સંલગ્ન પુરાતત્ત્વ મંદિર' ના સુખલાલજી, જિનવિજયજી, બેચરદાસ દેશી, ધર્માનંદ કાસ`ખી આદિ વિદ્વાનોએ અને વિદ્યાપીઠના સ્નેહરશ્મિ', ચંદ્રશંકર શુકલ, નગીનદાસ પારેખ, સુંદરમ્', ભાગી