________________
સાહિત્ય
૩૩૯
ગણી શકાય. પાતાને પ્રજાને કંઈક કહેવુ છે એવી આત્મપ્રતીતિ સાથે એમણે એ પત્ર પેાતાના સંદેશવાહક તરીકે પસંદ કરેલું, એ સદેશા સમરત પ્રજા, જેમાં ભણેલા તેા અમુક ટકા, માટા વર્ગ અલ્પશિક્ષિત અને અશિક્ષિત, તેને પહાંચાડવા હતા એટલે એવા બધા સમજી શકે તેવી જ ભાષા અને લખાવટ જરૂરી તેમ ઇષ્ટ હતી. ભાષા એમને માટે વિચારો વ્યક્ત કરવાનું સાધન જ હતું, સાહિત્યસકાના અમુક વર્ગ માને છે તેમ સાધ્યું નહિ. “શીલ અને શૈલી' (Style is the mān) એ ઉક્તિને એમના પૂરતી સાચી ઠરાવે એવી જે સીધી સાદી અનાડંબરી અને મિતાક્ષરો છતાં એમને જેલમાં લઈ જનાર હુંકાર' અને ‘પરીક્ષા' જેવા લેખ બતાવી આપે છે તેમ બળ, ચેટ અને ભાવવાહિતામાં લેશ પણ ઊણી ન ઊતરતી ટૂંકાં વાકયોવાળી જે ગદ્યશૈલી એમણે પેાતાને માટે નિપાવી અને કાસ હાંકતા ખેડુ સમજીને લલકારી શકે તેવાં સાહિત્ય અને લખાવટની જે હિમાયત એમણે ૧૯૨૦ માં સાહિત્યકારાની પરિષદ આગળ કરી તેની અસરે સાહિત્યક્ષેત્રે ભાષાને ઘટાટાપ, આડબર, બિનજરૂરી વાણીવિલાસ અને પ્રસ્તાર તેમજ સંસ્કૃતપ્રચુરતા અને પાંડિત્યશૈલીના મેાહ હટાવી દેવાની અને સાહિત્યને વધુ જીવનલક્ષી બનાવવાની સેવા બજાવી છે. પ
ભાષાની સાદગી માટેનુ' વલણ, અલબત્ત, આની પહેલાં, કહેવું હેાય તેા, રમણભાઈના ‘ભદ્રંભદ્ર' પછી શરૂ થઈ ગયું હતું. ગે!વનરામના અવસાન-વર્ષ ૧૯૦૭ થી એક દસકા સુધી સામાજિક નવલકથા લખનાર ભાગીદ્રરાવ દિવેટિયાની લખાવટ સરળતા અને સાદાઈ દેખાડે છે. એમની પછી પાંચ-છ વર્ષે સાહિત્યક્ષેત્રે પ્રવેશનાર કનૈયાલાલ મુનશી કથનની સરસતા અને સચોટતાને પેાતાના આગ્રહ અકબધ રાખીને પેાતાના ગદ્યને પડિતશૈલીને મુકાબલે સરળ અને મેદમુક્ત રાખે છે. અહીં આપણે ઇતિહાસને વધુ વફાદાર રહી ઇતિહાસમૂલક નવલક્થાકાર નારાયણ વિસનજી ઠક્કર અને ચુનીલાલ વમાન શાહ તથા ધનશ’કર ત્રિપાઠીને પણ ઉમેરી શકીએ. યુનિવર્સિટીની જ્ઞાનગંગાને પ્રજાના આંગણા સુધી પહાંચાડવા મથતુ. આનંદશંકર ધ્રુવ જેવા પંડિતનુ ‘વસંત’ પડિતભાગ્યતાની સાથે લેાકભાગ્યતાને પણ લક્ષતુ રહ્યું હતું. પ્રાર્થનાસમાજનું ‘જ્ઞાનસુધા', ગુ. વ. સેાસાયટીનું ‘બુદ્ધિપ્રકાશ', અમદાવાદના બધુસમાજ'નું ‘સુંદરીસુખાધ' મટુભાઈ કાંટા વળાનું સાહિત્ય' ... અને હાજી મહમ્મદનુ વીસમી સદી' એ બધાં માસિકેાને પણ આડંબરી અને શબ્દભારે શૈલી પરવડે એમ ન હતું. ગાંધીજી આવતાં રહ્યોસહ્યો પાંડિત્ય-મેાહ પણ ગયા.૭
1