________________
કેળવણું
૩૨૫
૧૯૪૬ માં આયુર્વેદની કોલેજ જામનગર અને સુરતમાં શરૂ થઈ. ૧૯૫૩ માં ગ્રામવિદ્યાપીઠ દ્વારા લેકશિક્ષણ અને કૃષિવિશારદ તૌયાર થવા લાગ્યા. ૧૯૫૬ થી આણંદ પાસે સાયન્સ કેમર્સ આસ એજ્યુકેશન એન્જિનિયરિંગ ખેતી-પશુપાલન ડેરી જેવા વિષયોમાં અધ્યયન-સંશોધન અને તાલીમ-કેંદ્રો ચાલે છે. મહાદેવ દેસાઈ મહાવિદ્યાલય(ગૂજરાત વિદ્યાપીઠ)માં આદિવાસી પછાત અને મજૂર અંગેની સમાજસેવાની તાલીમ અપાય છે તથા સંશોધનકાર્ય થાય છે. એણે આદિવાસી સંગ્રહસ્થાન પણ વિકસાવ્યું છે. આ ઉપરાંત એ પોતાની પ્રકાશન–સંસ્થા દ્વારા ઉપયોગી ગ્રંથ પ્રકાશિત કરે છે.
શ્રીમતી ના. ધ. ઠા. યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજમાં સ્ત્રીઓને લગતા વિષયે. જેવા કે ગૃહવિજ્ઞાન, બાળઉછેર અને માતૃત્વ, આરોગ્ય ચિકિત્સા, પિષક અહારાદિ વિષય, કલા અને ઉપયોગી કલાઓનું અધ્યયન એમ.એ. અને પીએચ.ડી. કક્ષા સુધીનું ચાલે છે. એમાં પણ પત્રકારત્વ જેવા નવા વિષય બહેને માટે દાખલ કર્યા છે.
યુનિવર્સિટી-વિસ્તારમાં બહેને માટે ચાલતા પિલિટેકનિકમાં ટેકનિકલ મિકેનિકલ અને ઘડિયાળાદિ યંત્રને લગતા વ્યવસાયી વિષે શીખવાય છે.
વિષયવૈવિધ્યની દૃષ્ટિએ નીચેના વિધ્ય ૧૯૬૦ સુધીમાં ગુજરાતમાં શીખવાતા. એની કોલેજોની સંખ્યા એના વિકાસને સૂચવે છે.૫૪ આર્ટસ અને સાયન્સ કોલેજે–પ૬, કોમર્સ–પ, લે-૩, એન્જિનિયરિંગ-૪, મેડિકલ-૩, ફાર્મસી-૧, આયુર્વેદ૧, પશુચિકિત્સા-૧, પોલિટેકનિક-૬, બી.એડ-૩, બેઝિક ટ્રેઇનિંગ કોલેજ-૧, પ્રાથમિક શિક્ષણ કેલેજ-૨૭, શારીરિક શિક્ષા કેલેજ-૧, મહિલા કોલેજ-૪, ગૃહવિજ્ઞાન-૧, ગ્રંથાલયવિદ્યા-૩, મ્યુઝિયોલોજી-૧, પુરાતત્ત્વવિદ્યા-૧, ભારતીય વિદ્યા-૩, ફાઈન આર્ટ ઍન્ડ ઍપ્લાઈડ આર્ટસ-૧, સોશિયલ વક–૧, આર્કિટેકચર–૧. આમાં બધા મળી ૭૦ હજારથી વધુ વિદ્યાથી અભ્યાસ કરે છે.
આ ઉપરાંત સરકાર વનવિદ્યા નાવિકવિદ્યા અને ભૂસ્તરવિદ્યાની શાળાઓ ચલાવે છે. વળી, એ સહકાર અને પંચાયત રાજ્ય તથા કૃષિવિદની શાળાઓ પણ ચલાવે છે. પાઠયપુસ્તકો - મ. સ. યુનિવર્સિટીએ અંગ્રેજીમાં અનેક ઉપયોગી ગ્રંથ પ્રકાશિત કર્યા છે, જેમાં પુરાતત્વને લગતાં પ્રકાશન ખાસ નોંધપાત્ર છે. ગુજરાત યુનિવર્સિટીએ