________________
૩૧૪
આઝાદી પહેલાં અને પછી શિક્ષણના ખર્ચામાં સારો વધારો થયો. ૧૯૪૬ માં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની વય ૭-૧૨ ગણવામાં આવી અને એને અભ્યાસક્રમ ચાર વર્ષને રખાય.૩૦
પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવા માટેની ટ્રેઇનિંગ કોલેજો અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં હતી. ૧૯૧૭-૧૮ માં વડોદરા રાજ્ય આવી સંસ્થાઓ નવસારી અમરેલી અને પાટણમાં ખોલી. નડિયાદ ગેધરા ભરૂચ અને સુરતમાં પણ ટ્રેઇનિંગ લેજો શરૂ થઈ. આમાંની કેટલીક કોલેજો ૧૨૧ ૩૭ દરમ્યાન નાણાંકીય ભીડને કારણે બંધ કરાઈ માધ્યમિક શિક્ષણ
૧૯૨૦–૨૧ માં ગુજરાતમાં માધ્યમિક શાળાઓ કુલ ૨૭ર હતી ને એમાં એકંદરે લગભગ ૪૦ હજાર જેટલા વિદ્યાર્થી હતા. ૧૯૨૦ પછી અમદાવાદ ખેડા પંચમહાલ ભરૂચ અને સુરત જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રમાં કુલ ૩૯ રાષ્ટ્રિય માધ્યમિક શાળાઓ સ્થપાઈ જે ગૂજરાત વિદ્યાપીઠ સાથે સંલગ્ન હતી. માતૃ. ભાષાનું માધ્યમ, કાંતણ વગેરે ઉદ્યોગ અને હિંદીનું શિક્ષણ એનાં વિશિષ્ટ લક્ષણ હતાં. ૧૯૨૪ પછી રાષ્ટ્રિય શાળાઓની સંખ્યા ઘટી ગઈ. ૧૯૪૭ સુધીમાં ગુજરાતમાં માધ્યમિક શાળાઓની સંખ્યા ઉત્તરોત્તર વધીને ૪૩૮ જેટલી થઈ ગઈ, જેમાં સવા લાખથી વધુ વિદ્યાથીઓ હતા. હવે માતૃભાષા કે પ્રાદેશિક ભાષાને શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકાર થયે. ગુજરાતી હવે મૅટ્રિકની પરીક્ષામાં ફરજિયાત વિષય બની. ૧૯૩૭ પછી ખેતીવાડી ટેકનિકલ અને વેપારી વિષે શીખવાવા લાગ્યા. ઉચ્ચ શિક્ષણ
૧૯૧૪માં ગુજરાતમાં માત્ર ચાર કોલેજ હતી, અમદાવાદ વડોદરા ભાવનગર અને જૂનાગઢમાં. ૧૯૧૭ માં સુરતમાં એમ. ટી. બી. કોલેજ થપાઈ ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠને જન્મ થયો. ૧૯૩૯માં રાજકોટમાં ધમેન્દ્રસિંહજી આસ કોલેજ સ્થપાઈ. અમદાવાદ સુરત વડોદરા જૂનાગઢ ભાવનગર અને રાજકેટની કોલેજોમાં વિજ્ઞાન વિદ્યાશાખા શરૂ થઈ. નવસારી પેટલાદ અને વલ્લભ વિદ્યાનગરમાં કોલેજ સ્થપાઈ. ગુજરાતની કોલેજો ત્યારે મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી. ગુજરાતની યુનિવર્સિટી ની માગણી દિનપ્રતિદિન વધતી ગઈ ૧૯૪૩ માં ગુજરાત વિદ્યાસભાએ આ માટે ગુજરાત વિશ્વવિદ્યાલય મંડળ” સ્થાપ્યું. સ્વભાષામાં શિક્ષણ - બે ગભંગની લડત વખતે સ્વદેશી ભાવનાને વિકાસ થતાં નવી શરૂ થયેલી રાષ્ટ્રિય કેળવણીની સંસ્થાઓમાં સ્વભાષામાં શિક્ષણ આપવાની શરૂઆત થઈ.