________________
કેળવણી
૩૧૩ ગિજુભાઈએ અને એમના સાથીઓએ બાલશિક્ષણમાં નવી ભાત પાડતાં પુસ્તક રચીને એનું પ્રકાશન કર્યું છે. જુગતરામભાઈ દવેએ પણ કેટલુંક બાલસાહિત્ય રચ્યું છે. બાળક માટે એક બાલમિત્ર’ માસિક વડેદરાથી પ્રકાશિત થતું. ગાંડીવ પ્રકાશને પણ કેટલુંક બાળવાર્તાસાહિત્ય પ્રસિદ્ધ કર્યું છે. વડોદરા રાજ્ય તરફથી બાળજ્ઞાનમાળા પ્રસિદ્ધ થઈ છે.
આ શિક્ષણે સમગ્ર શિક્ષણને કેટલાંક પાયાનાં મૂલ્ય આપ્યાં છે. જેવા કે (૧) બાળક અને વિદ્યાથી એ ચેતનાને પુંજ છે. એ વિકાસને ઝંખે છે
અને સ્વયંસ્કૃતિથી શીખે છે. (૨) એગ્ય વાતાવરણ સર્જીને એને વિકાસની સ્વયં તક આપવી. (૩) બાળક કે વિદ્યાથી સાથે માનથી અને સારી રીતે વ્યવહાર કરવો.
(૪) બાળકને સર્વાગી વિકાસ કરવા એને સવ ઈદ્રિયે મન અને બુદ્ધિની પ્રવૃત્તિઓ આપવી. ચિત્ર સંગીત ઉદ્યમ અને ઉદ્યોગ કરાવવા તથા સભા ચર્ચાસંવાદો વાર્તા મેળાવડા રમતો અને પર્યટન-પ્રવાસાદિ જવાં. પ્રાથમિક શિક્ષણ
૧૯૧૪-૧૮ ના ગાળામાં પહેલા વિશ્વયુદ્ધને લીધે સરકારી અનુદાન ઘટી જતાં પ્રાથમિક શિક્ષણના વિકાસમાં ઓટ આવી. પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં કેટલાક નવા વિષય ઉમેરાયા. શિક્ષકો માટે નિયત પગારની જગ્યાઓની પ્રથા શરૂ થઈ. ૧૯૧૬ માં અમદાવાદમાં પહેલી “ગુજરાતી કેળવણી પરિષદ થઈ તેણે પ્રાથમિક શિક્ષણ અંગે કેટલાક મહત્ત્વના ઠરાવ કર્યા. ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, રાષ્ટ્રિય શાળા અંત્યજોનું શિક્ષણ અને કન્યા કેળવણી અંગે વિચારણા થતી રહી, ૧૯૨૧-૨૫ દરમ્યાન અમદાવાદ સુરત અને નડિયાદની નગરપાલિકાઓએ સરકારી કેળવણુ ખાતાને અંકુશ ફેંકી દેવાની કોશિશ કરી ને રાષ્ટ્રિય શિક્ષણ આપતી શાળાઓ શરૂ કરી. ગ્રામવિસ્તારની પ્રાથમિક શાળાઓ જિલ્લા સેક્સ બોર્ડ નીચે મુક ઈ. ૧૯૨૩ થી દરેક નગરપાલિકા અને જિલ્લા બેડમાં શાળામંડળ સ્થપાયું. ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણના સિદ્ધાંત પર વધુ ને વધુ વિચારણા થતી રહી. વડોદરા રાજ્ય તથા કેટલાંક પ્રગતિશીલ શાળામંડળોએ એને અમલ કર્યો. ૧૯૩૭માં મુંબઈ ઇલાકામાં કોંગ્રેસી પ્રધાનમંડળ સત્તા પર આવતાં પ્રાથમિક શાળાઓની સંખ્યા માં ધણે વધારો થયો ૧૯૪૭ ના પ્રાથમિક શિક્ષણ ધારા અનુસાર જિલ્લા શાળામંડળ લોકલ બોર્ડથી સ્વતંત્ર બન્યું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મોંઘવારી વધવાથી તથા ફરજિયાત શિક્ષણ દાખલ થવાથી પ્રાથમિક