________________
કુંક
આઝાદી પહેલાં અને પછી મહારાષ્ટ્રિય પ્રજાને ખભે ખભા મિલાવી શક્યો છે. મુંબઈના ગુજરાતીઓએ વૈયક્તિક રીતે પણ મહત્ત્વના ભાદાર હદ્દા ભગવ્યા છે.
વિદેશમાં ખાસ કરીને પૂર્વ આફ્રિકાના કેન્યા યુગાન્ડા (ઈદી અમીને સને ૧૯૭૨ માં ભારતીયોની હકાલપટી કરી ત્યાંસુધી) વગેરે દેશોમાં ગુજરાતીઓનાં વૈભવ-પ્રતિષ્ઠા લગીરે ઓસર્યા નહોતાં. નૈરોબી કમ્પાલા મેમ્બાસા જેવાં કેદ્રોમાં ગુજરાતીઓ અત્યંત વૈભવી અને સુખી જીવન ગાળી રહ્યા છે અને એઓએ વેપારઉદ્યોગમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કર્યું છે. મોટા ભાગના ગુજરાતી બંગલાઓ અને સુંદર મકાનમાં રહે છે અને મોટરકાર તથા વિડિ-સેટ ધરાવે છે. આફ્રિકાના અર્થતંત્રના પાયામાં ગુજરાતીઓને જ પરસે રેડાયો છે.
અમેરિકા દુનિયાને ધનાઢ્ય અને સમૃદ્ધ દેશ છે. ત્યાં પણ ગુજરાતીઓની ગરિમા પાંગરતી જાય છે. સારાયે યુ. એસ. એ. માં ગુજરાતીઓ પથરાયેલા છે. ચૂક ફિલાડેલ્ફિયા કેલિફેનિયા મિશિગન ડેટ્રોઈટ શિકાગ વગેરેમાં ગુજરાતીઓની મેટી વસ્તી જામી છે. સાંજે લટાર મારીએ તે ગુજરાતી પરાઓની ઝાંખી થાય.
લન્ડનના ગુજરાતીઓ માટે કહેવાય છે “હેટેલ્સ, મોટેલ્સ અને પટેલ્સ” જ્યાં જુઓ ત્યાં જોવા મળે. લન્ડનમાં ગુજરાતીઓની જનસંખ્યા ઘણી મોટી છે. બ્રિટનમાં ગુજરાતી વેપારીઓ કારીગરે ટેકનિશિયને ડોકટરો અને શિક્ષકો ઘણા છે. લન્ડનમાં વસતા ગુજરાતી ઘણા સમૃદ્ધ અને સુખી છે.
સુદાન જેવા નાનકડા દેશમાં પણ પાંચ હજાર જેટલા ગુજરાતી વસે છે. ત્યાંનાં શહેરમાં ગુજરાતી શાળાઓ છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંસ્થાઓ, નવરાત્રઉત્સ વગેરે ચાલે છે.
ફીજીમાં લગભગ ૫૦ હજાર ગુજરાતી છે, જે સ્થાનિક પ્રજાની વચ્ચે સારાં માન-મોભો ધરાવે છે અને વેપાર તથા વહીવટમાં મુખ્યતઃ જોડાયેલા છે. એઓ સુખી અને સમૃદ્ધ છે. ત્યાં ગુજરાતીઓ પાર્લામેન્ટમાં ચૂંટાયા છે, અધ્યક્ષ અને નાણામંત્રી સુધીના મહત્વના પેદા સુધી પહોંચ્યા છે.
હોંગકોંગમાં પ્રથમ જનારા ગુજરાતીઓમાં ખોજા વહેરા અને પારસીઓ મુખ્ય છે. હોંગકોંગમાં ગુજરાતીઓએ હોસ્પિટલ નિશાળે અને સેનેટેરિયમ બંધાવ્યાં છે. હોંગકોંગમાં પ્રથમ મેડિકલ કોલેજ બનાવવાને સુયશ ગુજરાતીઓને ફાળે જાય છે. હોંગકૅગમાં ગુજરાતી એસોશિયેશન પણ છે.
ન્યૂઝીલેન્ડમાં આઠ હજાર ગુજરાતી વસ્યા છે, જેમાં મોટા ભાગના દક્ષિણ ગુજરાતી છે. અહીં પણ ગુજરાતી શાળાઓ છે અને ગુજરાતણે ગુજરાતી પોશાક પહેરે છે અને ગુજરાતી રહેણીકરણી પૂર્વક જીવે છે.