________________
ભારતમાંના અન્ય પ્રદેશમાં તથા વિદેશમાં ગુજરાતીઓ
૨૯૯
ઓરિસ્સામાં વસતા ગુજરાતીઓની વસ્તીગણતરીનાં નામ સરનામાં સહિતની એક માર્ગદર્શિની(ડિરેકટરી) ત્યાંના ક્લારસિક ગુજરાતી અગ્રણી શ્રી બાબુલાલ દશીએ થોડાં વર્ષો પૂર્વે પ્રસિદ્ધ કરી છે."
આફ્રિકા અને પશ્ચિમી દેશોમાં વસતા ભારતીયો પૈકી ૭૦ ટકા ગુજરાતી છે અને એમાંય મેટું પ્રમાણ સૌરાષ્ટ્રનું છે. એનું કારણ ગુજરાતના સૌરાષ્ટ્રવિસ્તારને સંપ્રાપ્ત થયેલી ભૌગોલિક અનુકૂળતા છે.
અર્વાચીન સમયમાં પણ સ્વ. નાનજી કાળિદાસે આફ્રિકાને અંધારખંડ ખેડી ત્યાં વેપાર-ઉદ્યોગ ખીલવ્યાં ને વિકાસની ગંગા આફ્રિકામાં ઉતારી એ એમની આત્મકથામાંથી સરસ રિતે છતું થાય છે. મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે લડત વિકસાવી સત્યાગ્રહનું અમોઘ શસ્ત્ર શોધ્યું, જેણે ભારતને આઝાદી અપાવી. આમ ભારતના સ્વાતંત્ર્ય–જંગના ઉદયમાં પણ બહાર વસતા ગુજરાતી લેક કારણભૂત બન્યા છે.
ભૌગેલિક અનુકૂળતા ઉપરાંત વેપાર ખેડવાની અને ખીલવવાની ભાવના તથા આવડતના કારણે પણ ગુજરાતીઓને દૂર જવા પ્રેર્યા. કચ્છ સૌરાષ્ટ્ર અને તળ-ગુજરાતના કિનારા દૂર પહોંચ્યા અને સીમાડા દૂર ગયા તેમ પરદેશમાં અને ગુજરાત બહાર દેશમાં પણ ખૂણે ખૂણે નાનાં નાનાં ગુજરાત રચાતાં ચાલ્યાં.
દક્ષિણ ભારતમાં વસતા સૌરાષ્ટ્રિયેની કુલ વસ્તીના ૩૦ ટકા(૭૫,૦૦૦) માણસ એકલા મદુરાઈમાં રહે છે, મદુરાઈના આ “દભાસૌ” લેકે સિવાયના બીજા લેકે દક્ષિણ ભારતનાં નાનાં મોટાં ૪૭ કેંદ્રોમાં વસે છે. મદુરાઈના સૌરાષ્ટ્રિએ રોહીબેટીને વ્યવહાર વિશેષતઃ મદુરાઈ પૂરતો સીમિત રાખે છે. વણાટકામના નિષ્ણાત તરીકે એમણે હજુ આજ સુધી વણકરને પિતાને વ્યવસાય જાળવી રાખે છે અને છતાં એમનાં કુટુંબનાં નામ બ્રાહ્મણોનાં છે અને આજે પણ એઓ સૌરાષ્ટ્ર બ્રાહ્મણ' તરીકે ઓળખાય છે.
પૂર્વ ભારતમાં ઓરિસ્સા જેવા પ્રાંતમાં તે ન કપી શકાય તેવા નાનકડા ગામડામાં એકલદોકલ ગુજરાતી વેપારની હાટડી બોલી બેસી ગયેલે મળે છે. કલકત્તા ધનબાદ ચાબખારો જમશેદપુર આસનસોલ રાંચી પટના દિલ્હી જયપુર મુંબઈ પૂણે નાસિક કેલ્હાપુર વગેરેમાં ગુજરાતી વિશાળ સંખ્યામાં વસ્યા છે. મુંબઈની ગુર્જર–ગરિમા સાંસ્કૃતિક ક્ષેત્રો ગુજરાત કરતાં પણ કંઈક વિશેષ જોવા-જાણવા મળે. ગુજરાતી નાટય-પ્રવૃત્તિનું મોસાળ એટલે મુંબઈ ગુજરાતી પત્રકારત્વનું પારાણું મુંબઈમાં જ બંધાયું છે. ઔદ્યોગિક અને વેપારી ક્ષેત્રે મુંબઈને ગુજરાત