________________
૨૯૦
આઝાદી પહેલાં અને પછી જરીની નિકાસ થઈ હતી. જરીનું વાર્ષિક ઉત્પાદન રૂ. ૭ કરોડનું છે અને ઉદ્યોગમાં રૂ. ૫ કરોડનું રોકાણ થયેલ છે.
ચમઉદ્યોગને ગુજરાતમાં વિકાસ થયો નથી. વૈશસ પીકસ લેસ પટા વગેરે કડી અમદાવાદ ભરૂચ ખંભાત અને નડિયાદમાં બને છે. રાજકોટ ભેસાણ વગેરે સ્થળે ટેનરી છે. ૧૯૬૦ અને ૧૯૬૧ માં ચામડાના પટાનું ઉત્પાદન ૫,૧૭૯ અને ૧૩,૦૦૨ કિ.ગ્રા. હતું. ૩૭ અને ૪૭ ટન પીકિંગ બેન્ડનું ઉત્પાદન ૧૯૬૦ અને ૧૯૬૧ માં થયું હતું. આ ગાળા દરમ્યાન પીકસનું ઉત્પાદન ૧,૦૯,૯૦૦ નંગ હતું. ૧૯૬૦ અને ૧૯૬૧ માં ૧૪ અને ૧૬ હજાર ચામડાં વનસ્પતિ–પદ્ધતિથી પક્વવામાં આવ્યાં હતાં.
તમાકુનું ઉત્પાદન ખેડા જિલ્લામાં વિશેષ થાય છે તેથી ત્યાં એની ખળીઓ વિશેષ છે. ગૃહઉદ્યોગ તરીકે બીડી બનાવવાનો ઉદ્યોગ ગુજરાતનાં મોટા ભાગનાં શહેરમાં છે. કડીમાં છીંકણી અને શિહેરમાં દાંતે ઘસવાની બજર બને છે. ૧૯૫૧ માં ૧૮,૦૦૦ માણસ બોડી બનાવવામાં રોકાયા હતા. છીંક બનાવવામાં ૯૬૦ લેક રોકાયેલા હતા. સને ૧૯૫૯ માં ૧૪૮ અને ૩૦ નાનાં મોટાં કારખાનાં હતાં તેમાં ૫,૮૦૦ મણને રોજી મળતી હતી.
લક્કડકામ માટે પાવરથી સંચાલિત ૩૩૮ અને બિન-પાવરથી સંચાલિત ૨૨,૮૯૬ એકમ હતાં. ૩૩,૬૫૩ લોકોને એ દ્વારા ૧૯૫૯-૬૦ માં રેજી મળતી હતી. ગોધરા ઈડર અમદાવાદ સુરત લુણાવાડા વાડાસિનોર મોડાસા મહુવા સંખેડા ભાવનગર જૂનાગઢ સંતરામપુર વગેરે ખરાદીકામ માટે જાણીતાં છે. વિસનગર વાંસદા સુરત નવસારી અમદાવાદ વગેરે કાષ્ઠશિલ્પ માટે જાણીતાં છે. અમદાવાદ વડોદરા સુરત નડિયાદ ભાવનગર રાજકેટ અને જામનગરમાં મોટરની બેડી બાંધવાનાં કારખાનાં છે. ૧૯૫૯ માં ૫૭ નાનાં અને ૨૧ મેટાં કારખાનાં હતાં તેમાં ૪,૩૧૨ લેક રોકાયેલા હતા. બૅબિન લેલ પેથાપુર વલસાડ બીલીમેરા નડિયાદ સુરત વડેદરા નવસારી ભાવનગર વગેરે શહેરમાં બને છે. કુલ ૬૦ કારખાનાંઓમાં ૨ લાખ ગેસ બૅબિનનું ઉત્પાદન થતું હતું. ૧૬,૦૦૦ લેને એ દ્વારા રોજી મળતી હતી. સંખેડાનું લાખકામ વખણાય છે. મહુવા રમકડાં માટે જાણીતું છે.
અકીક ઉદ્યોગ માટે પ્રાચીન કાલથી ખંભાત જાણીતું છે. રતનપુરની ખાણમાંથી અકીક આયાત થાય છે. અકીકનાં કપ-રકાબી પેન-ખડિયે, ચપ્પાને હાથે, તલવારની મૂઠ, પેપર-વેઈટ પેપર -કટર વગેરે વસ્તુઓ બને છે. એરિંગ વીંટી બટન વગેરે આભૂષણો પણ બને છે તેની આફ્રિકાના અને યુરોપના દેશમાં નિકાસ થાય છે. લગભગ રૂ. ૨૦ લાખની અકીકની વસ્તુ દર વરસે બને છે. '