________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૬૩
ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત જામનગર ભાવનગર પોરબંદર મહુવા ભરૂચ ભૂજ ગાંધીધામ જૂનાગઢ વેરાવળ મોરબી ગોધરા રાજકેટ ધોરાજી પાલીતાણા વગેરે સ્થળોએ ૨૨ જેટલી વેપારી મંડળની સંસ્થાઓ આવેલી છે. આ સંસ્થાએ તે તેના વિસ્તારમાં વેપાર અને ઉદ્યોગના વિકાસમાં રસ લે છે, તે તેનાં હિતેના રક્ષણ માટે કટિબદ્ધ રહે છે અને સભ્યો વચ્ચે સુમેળ જળવાય એ માટે પ્રયત્નશીલ રહે છે. એ વિવાદના પ્રસંગે લવાદ તરીકે કામ કરે છે. વેપાર અને ઉદ્યોગને લગતા ધારાઓને અભ્યાસ કરી એનો અભિપ્રાય સરકાર સમક્ષ રજૂ કરે છે. વેપાર અને ઉદ્યોગ અંગે સ્થાનિક અને પરદેશની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખે છે અને જરૂર હોય તેવા સુધારાઓ દાખલ કરવા માર્ગદર્શન આપે છે. વેપાર અને ઉદ્યોગ અંગે માહિતી એકત્ર કરી એનું પ્રકાશન કરે છે.
અમદાવાદમાં વેપારને લગતાં ૮૩ મંડળ છે. ગુજરાતમાં રૂને મુખ્ય પાક છે અને અમદાવાદ મિલ ઉદ્યોગનું મહત્ત્વનું કેંદ્ર છે તેથી અમદાવાદ કોટન બ્રોકસ એશિયેશન (૧૮૯૫), અમદાવાદ કેટન એકસચેન્જ એસો. (૧૯૪૩), ગુજરાત કોટન બ્રેકર્સ એસે. (૧૯૪૦) તથા ધી વેસ્ટ ઈન્ડિયા કોટન એસ. વગેરે વિવિધ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી સંસ્થા (વે. ઇ. કે. એ) વેપારી દલાલ મિલે ખેડૂતો જિનિંગ પ્રેસિંગ ફેંકટરીઓ કમિશન એજન્ટ આડતિયા તેમજ બ્રોકર્સ વગેરેનાં હિતેની સંભાળ રાખે છે. ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ, રૂને લગતું કામકાજ, હાજર તેમજ વાયદાનું કામ વગેરે અહીં થાય છે. ૨૪
મિલ-ઉદ્યોગ જોઈન્ટ ક કમ્પની દ્વારા ચાલતે હોઈ શેરબજાર એ ઉદ્યોગની પારાશીશી છે. ઈ. સ. ૧૮૯૪ માં અમદાવાદ શેર ઍન્ડ સ્ટોક બ્રોકર્સ એસોશિ. વેશનની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૪૮ માં એની સભ્યસંખ્યા ૪૨૫ હતી.
આ ઉપરાંત ૧૯૪૩ માં અમદાવાદ બુલિયન એકચેજ એસોશિયેશન, મહાજન, અમદાવાદ સીઝ ટ્રેડર્સ એસ., ધી અમદાવાદ હેસિયન એસે, ધી ગુજરાત ઓઈલ એન્ડ જનરલ ટ્રેડર્સ એસો. વગેરે મહત્ત્વનાં એસોશિયેશન છે. નવા અને જના માધુપુરા મહાજન, માણેકચોક કંસારા મહાજન, માણેકચોક શરાફ મહાજન, કેમિસ્ટ એન્ડ ડ્રેગિસ્ટ એસેટ વગેરે ઘણાં વેપારી મંડળ અમદાવાદ ચેમ્બર ઑફ કેમર્સ સાથે જોડાયેલાં છે.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અંકુશ પમિટ લાઈસન્સ વગેરેને કારણે ઉદ્ભવતા પ્રશ્નોના નિરાકરણ માટે આવી કેંદ્રીય સંસ્થાની જરૂર જણાતાં ૭-૨-૧૯૪૯ ના રેજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને જન્મ થયે હતે. એના