________________
૨૬૨
આઝાદી પહેલાં અને પછી
થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રજવાડાંઓની વિશેષ સંખ્યાને કારણે શહેરીકરણ વધારે થયું છે અને ગામડાં એકબીજાથી વધારે અંતરે આવેલાં છે તેથી વેપારમાં પડેલાની સંખ્યા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિશેષ છે.
૧૯૫૧ ની વસ્તી-ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી ૧૬ર લાખ હતી તે પૈકી ૧૩,૭૨,૮૨૬ પુરુષ અને સ્ત્રી વેપારમાં રોકાયેલાં હતાં. કુલ વસ્તીના ૮.૫ ટકા લોકેની આજીવિકાને આધાર વેપાર ઉપર હત; આમાં ખરેખર વેપાર કરનાર ૨,૯૭,૪૩૬ પુરુષ અને ૨૦,૩૩૭ સ્ત્રીઓ હતા. બાકીની વ્યક્તિઓ કુટુંબના મુખ્ય પુરુષ ઉપર આધાર રાખનારી છે. ૧૯૫૧ માં વધારેમાં વધારે લકે પરચૂરણ ધંધામાં ૧,૧૪,૪૬૩, અનાજ પીણ વગેરેમાં ૧,૦૯,૭૭૪, કાપડ ને ચામડાના વેપારમાં ૩૨,૫૯૧, અનાજના જથ્થાબંધ અને છૂટક વેપારમાં ૮,૫૫૯, ધીરધાર બૅન્ક વીમે વગેરેમાં ૨૪,૪૧, છૂટક વેપાર તેમ બળતણ અને પેટ્રોલ વગેરેમાં ૧૦,૯૦૪ અને જમીનની વ્યવસ્થા સંભાળનાર ૪૮૯ લેક હતા. તળ-ગુજરાતના ૭.૫૮ ટકા, સૌરાષ્ટ્રના ૧૦.૭૪ ટકા અને કચ્છના ૧૧.૩૦ ટકા લેક વેપારમાં હતા. ૧૯૬૧ ની વસ્તી–ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી ૨૦૬ લાખ હતી તે પૈકી ૮૪,૭૪,૫૮૮ એટલે ૪૧.૦૭ ટકા જ સક્રિય કામ કરનારા હતા, એ પૈકી ફક્ત ૨ ટકા લેકે વેપારમાં રોકાયેલા હતા, ૧૯૫૧ માં આશ્રિત અને વેપારના ગૌણ ધંધામાં પડેલાને સમાવેશ કરવાથી ૮.૫ ટકા જેટલી મોટી સંખ્યા વેપારમાં રોકાયેલી ગણાઈ હતી, પણ ખરેખર સંખ્યા ઓછી હતી. ગુજરાતમાં ૪,૧૧,૧૫૬ લેક વેપારમાં રોકાયેલા હતા. ગુજરાતમાં ૧૯૫૧ માં અને ૧૯૬૧ માં ૨૫ ટકા અને ૨૫.૮ ટકા શહેરોમાં વસ્તી હતી, જે ભારતનાં અન્ય રાજ્ય કરતાં વિશેષ હતી. શહેરીકરણ પણ વેપારીની વધારે સંખ્યા માટે કારણભૂત છે.૨૩ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેપારમાં પડેલાઓની સંખ્યા તળ-ગુજરાત કરતાં વધારે રહી છે.
૫. વેપારી મંડળ તથા નિગમ
પ્રાચીન કાલમાં વેપારીઓ અને કારીગરોનાં મંડળ નિગમ તથા શ્રેણી તરીકે ઓળખાતાં હતાં. મધ્યકાળ દરમ્યાન આ શ્રેણીનું સ્થાન મહાજન સંસ્થાએ લીધું હતું. મહાજન સંસ્થા વેપારના નિયંત્રણ માટે પણ ઉપયોગી હતી. અર્વાચીન કાલમાં વેપાર અને ઉદ્યોગના પ્રશ્નોની રજૂઆત તથા વેપારી હિતેની રક્ષા માટે ચેમ્બર ઑફ કેમ કામ કરે છે. ધંધાદારી મંડળ આ ચૅમ્બર ઔફ કેમસ સાથે સંકળાયેલાં છે.