________________
સામાજિક સ્થિતિ
૨૧૯
રાજા રામમોહનરાયથી માંડીને ગાંધીજી હિંદમાં આવ્યા ત્યાં સુધીમાં સામાજિક સુધારા અને સ્ત્રીના ઉત્કર્ષ માટે સમગ્ર હિંદ અને ગુજરાતમાં અનેક મહાનુભાવોએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ એની પાછળ સ્ત્રીમાન, સ્ત્રીની હીન દશા તરફ અનુકંપા અને એમને આર્થિક રીતે પગભર કરી એમનાં દુ:ખદદ ઓછાં કરવાને ખ્યાલ મુખ્યત્વે રહેલ જણાય છે. આ ઉપરાંત સ્ત્રીઓને કેળવણી આપવી કે જેથી તેઓ સારી ગૃહિણી તથા માતા બની શકે તથા સમાજના કુરિવાજો દૂર કરવા પ્રયત્ન કરવા કે જેથી આપોઆપ સ્ત્રીઓની પરિસ્થિતિ સુધરે એવો ખ્યાલ પણ રહેલે જણાય છે.
સ્ત્રી અને પુરુષ એ ગૃહજીવન તથા સમાજનાં સમાન અંગ છે અને બંનેને માટે સમાન નિયમે, સમાન ધારાધોરણે અને સમાન હક્કો હોવાં જોઈએ એ ખ્યાલ સમાજસુધારાની પ્રવૃત્તિ પાછળ ન હતા એમ જણાય છે. આ સર્વ પ્રવૃત્તિઓને અંતે પણ સ્ત્રીશક્તિ પિતે તે બહુ ઓછી જાગ્રત થઈ શકી હતી. એમની સુપ્ત શક્તિઓને જગાડવાનું માન ગાંધીજીને ફાળે જાય છે. ગાંધીજીની પ્રેરણાથી વિદેશી વસ્ત્રો તથા ઘરેગને ત્યાગ, વિદેશી વસ્ત્રોની હોળી, દારૂ તાડી તથા વિદેશી કાપડની દુકાને પર પિકેટિંગ તથા સભા સરઘસમાં લાઠીમાર ખમી કુટુંબને છેડી જેલવાસ ભોગવતાં ન અચકાઈને સ્ત્રીઓએ પિતાની શકિતનું સમાજને ભાન કરાવ્યું, એટલું જ નહિ, એમને પિતાને પણ પોતાની શક્તિ ની પ્રતીતિ થઈ. સમાજના સર્વ સ્તરની સ્ત્રીઓને સ્વરાજ્યપ્રાપ્તિની લડતમાં સાંકળીને ગાંધીજી સ્ત્રીઓ અબળા નહિ, પરંતુ પુરુષ સમોવડી છે એવું પ્રતિપાદિત કરી શક્યા. હિંદુસમાજની રૂઢિઓમાં ઘણા ફેરફારોની જરૂર છે અને ખાસ કરીને જ્ઞાતિઓના સંકુચિત વાડા તથા સ્ત્રીઓને થતા અન્યાય દૂર થવો જ જોઈએ અને સ્વરાજ્યપ્રાપ્તિ જેટલું જ મહત્ત્વનું એ પ્રશ્ન છે એવી મનેત્તિ એમણે પ્રજામાં જાગ્રત કરી.૨૫
સ્ત્રીઓની પરિસ્થિતિને યોગ્ય સ્વરૂપમાં સમજવા માટે એને શૈક્ષણિક અને લગ્નવિષયક સામાજિક તેમજ કાનૂની સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવો ઘટે.
આ સદીના પહેલા બે દસકા દરમ્યાન સ્ત્રીશિક્ષણનો ફેલાવે પુરુષની સરખામણીમાં નહિવત અથવા અતિશય ધીમે, મેટા ભાગે, શહેરોમાં અને ઘણીખરી ઉચ્ચ જ્ઞાતિઓની સ્ત્રીઓમાં જ સીમિત હતો. કેટલાંક દેશી રાજ્ય સ્ત્રીકેળવણીમાં સવિશેષ રસ લેતાં હતાં. તેમાં વડોદરા ભાવનગર તથા ગોંડળ મુખ્ય હતાં. આ રાજ્યએ મુખ્ય શહેરોમાં કન્યાઓ માટે હાઈસ્કૂલે બોલી હતી. ગુજરાતનાં અન્ય મુખ્ય શહેરોમાં પણ હાઈસ્કૂલે હતી ૧૯૨૧ ના વસ્તીપત્રકના ઉચ્ચ શિક્ષણ અને માધ્ય