________________
૨૧૮
આઝાદી પહેલાં અને પછી
શિથિલતા હોવાથી ગ્રામવિસ્તારમાં બહુધા હરિજને તરફ કેવળ સૂગ જ નહિ, પરંતુ એમનું શોષણ અને એમના તરફ ફૂર વર્તાવ તથા દમન ચાલુ રહ્યાં. | ગુજરાતમાં કેટલાંક સ્થળોમાં અસ્પૃશ્યતાનું અનિષ્ટ વ્યાપક સ્વરૂપે ચાલુ રહ્યું. મહેસાણા જિલ્લામાં એ સવિશેષ જણાય ત્યારે સુરત જિલ્લામાં એની તીવ્રતા ઓછી દેખાય. કચ્છમાં કદાચ એ વિશેષ દેખાય. કચ્છમાં આભડ. છેટની બીકે ખેડૂતે બાળકોને શાળાએ ન મોકલતાં અલગ શાળાઓ ચલાવતા. ભંગીઓની સ્થિતિમાં બહુ તફાવત પડ્યો નહિ. વંશપરંપરાગત ગંદુ કામ સુધરાઈ દ્વારા એમને માથે લદાયેલું છે તે હળવું થયું નહિ. અરે ગણુતી સુધરાઈઓ પણ ભંગી કે મદારો માટે જોઈએ તેવી સુવિધા ઊભી કરતી નથી. વળી ભંગી ભાઈઓમાંથી ઘરાકી–પ્રથા નાબૂદ થવી ઘટે ૨૩
૧૯૬૦ સુધીમાં ગુજરાતમાં હરિજને માટે અનેક સંસ્થાઓ કામ કરતી થઈ હતી. અસ્પૃશ્યતાનિવારણ માટે હરિજન સેવક સંઘ કે દલિત સેવક સંઘ જેવી બિનસરકારી બિનરાજકીય સંસ્થાઓના એકત્રિત પ્રયાસોથી અસ્પૃશ્યતાને ઘણી હળવી કરી શકાઈ હતી. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી હરિજને માટે ઊભી કરેલી જોગવાઈઓથી કચડાયેલે દલિત વર્ગ વિકાસના પંથે આગે કદમ માંડવા શક્તિભાન થયે. સ્ત્રીઓની સ્થિતિ
૧૯ મી સદીને ઉત્તરાર્ધ ગુજરાતમાં હિંદુસમાજ માટે સુધારાયુગ હતો, જેણે વીસમી સદીની પહેલી પચીસીમાં સામાજિક ક્રાંતિના શ્રીગણેશ માટે સાનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી આ સમય દરમ્યાન દલિતની જેમ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ પણ ખેદજનક હતી. દલિત ઉચ્ચ વર્ણોની જોહુકમી, જ્ઞાતિવ્યવસ્થાનાં બંધને તેમજ અજ્ઞાન અંધશ્રદ્ધા અને અન્ય પરિબળોને કારણે પિસાતા હતા. મોટા ભાગની હિંદુ સ્ત્રીઓ પણ ઘરની ચાર દીવાલની અંદર પુરુષોના વર્ચસ તથા સામાજિક રૂઢિબંધને અને અન્ય મર્યાદાઓમાં જકડાયેલી હતી.
“સુંદરી સુબોધીને લેખ વીસમી સદીના શરૂઆતના કાલ પછીના સ્ત્રીઓના માનસ પર વેધક પ્રકાશ ફેંકે છે. એ સમયનું ત્રીજીવન કાંઈક ધાર્મિક, વિશેષ વહેમી અને કાંઈક સંરક્ષકશાસ્ત્રની, પુરાણી રૂઢિની દઢ થઈ ગયેલી મર્યાદાઓમાં સંતોષ લે છે. ગુરુજન તથા વડીલવર્ગની આજ્ઞા સામે સવાલ થઈ જ ન શકે એવું માનવાવાળું છે. ૨૪ એ સમયે સ્ત્રીને વ્યક્તિ તરીકે કેટલે અંશે સ્વીકાર થત હશે અને સ્ત્રી પોતે પણ સભાનપણે આ અંગે કેટલું વિચારતી હશે એ અંગે કહેવું મુશ્કેલ છે.