________________
સમાજિક સ્થિતિ
થતો, જ્યારે કેટલાકમાં કન્યાના પિતા ભારે પરઠણ કે દાયજો આપવા મજબૂર બનતા; વળી કેટલાક સમૂહોમાં લાયક જુવાનેને વહુ મેળવવાની મુશ્કેલી પડતી. પરિણામે કજોડાં અને સાટાં કે તેખડાં જેવી લગ્નપ્રથા અસ્તિત્વમાં હતી, લગ્નવર્તુળ સીમિત હોવાને કારણે તથા કેટલીક કામામાં વરવિયની પ્રથાને લીધે તેમજ કન્યાના લગ્ન પાછળ પુષ્કળ ખર્ચ થતા હોવાને કારણે, કાયદો હાવા છતાં પણ, બાલિકાત્યા અને બાળ±ગ્નના રિવાજને પેષણ મળતુ હતું. પાટીદાર ઉપરાંત અનાવળા બ્રાહ્મણ તેમજ બ્રાહ્માની કેટલીક પેટા જ્ઞાતિઓમાં અગાઉ દર્શાવેલા ધણાખરા કુરિવાજ મોજૂદ હતા. કન્યાવિક્રયને કારણે કેટલીક નાની જ્ઞાતિ માટે લુપ્ત થઇ જવાના ભય ઊભા થયા હતા. જ્ઞાતિમાં જ નહિ, પરંતુ પોતાની પેટા જ્ઞાતિમાં જ લગ્ન થઈ શકે એવા સામાન્ય નિયમ સમાજમાં અમલમાં હતા તેને ઉલ્લ ઘીને આંતરજ્ઞાતીય લગ્ન કરવાતી હિ'મત માબાપમાં ન હતી તે પછી પરણનાર વ્યક્તિએ એવું દૃઢ મનેબળ કઈ રીતે કેળવી શકે ? સામાન્ય લોકમત આવાં લગ્નની વિરુદ્ધ હતા. આંતરજ્ઞાતીય લગ્ન જૂજ અને એ પણ આગળ પડતાં કેળવાયેલાં કુટુ એમાં થતાં. ૧૦
૨૦૦
ધંધાના અનુસંધાનમાં જોતાં જણાય છે કે ઉચ્ચ જ્ઞાતિ, ખાસ કરીને, નીચલી જ્ઞાતિના અને હલકા ધધા કરતી નહિ. ઉપરાંત, હરિજન પેાતાના વંશપર ંપરાગત ધંધા તેમજ મજૂરી સિવાય અન્ય ધંધા કરી શકતા નહિ. ગાંધીજીએ આ દૃષ્ટિકોણમાં પરિવતન લાવવા માટે આશ્રમી જીવનમાં આશ્રમવાસી પાયખાનાંસફ્રાઈનુ તેમજ રસ્તા વાળવાનુ કામ જાતે જ કરે એવે આગ્રહ રાખ્યા હતા તથા કાંતણ અને વણાટને પશુ મહત્ત્વ આપ્યુ હતુ, એમ છતાં આ દિશામાં જ્ઞાતિના વલણમાં તત્કાલીન કેઈ ખાસ ફેરફાર જણાતા નહિ.
જ્ઞાતિસમાજ અને એનાં પાંચાની સામાન્ય જનસમાજ ઉપર એટલી સજ્જડ પકડ હતી કે નાની ઉ ંમરે વેવિશાળ વરવિક્રય તેમજ કુલીનશાહી લગ્નોમાં દૂષણોમાંથી સામાન્ય જન બહાર નીકળી શકતા ન હતા. લગ્નપ્રસંગે અઢળક ખચ અને મરણ પાછળ પ્રેતભોજન જમ!ડવા માટે કેટલાંયને કરજ કરવું પડતું હતુ અથવા ઘર ગીરો મૂકવાં પડતાં હતાં. પરિણામે કુટુંબના સ`નાશ થતા, એટલુ જ નહિ, પરંતુ સ ંતાનાને પણ ઘણી વખત જીવનભર સહન કરવું પડતું. એમને કેળવણીને બદલે વારસામાં ગરીબી મળતી. ટૂંકમાં, આ સદીના પહેલા ત્રણ દાયકા સુધીમ દાવમાં ટ્રેડ કે પરછલ્લા ફેરફાર બાદ કરતાં મહત્ત્વના ફેરફાર જણાતા નથી.