________________
२०६
આઝાદી પહેલાં અને પછી ગાંધીજીનાં નિકટનાં સગાંઓમાં પણ ઘણે ખળભળાટ થયા હતા, તે પછી સામાન્ય જના વલણનું તો પૂછવું જ શું ? “
ખાનપાન અંગેના નિયમમાં ઉચ્ચ જ્ઞાતિના લોકો નીચલી જ્ઞાતિના હાથનું ખાઈન શકે. બ્રાહ્મણની રાંધેલી રસોઈ દરેક જ્ઞાતિ ખાઈ શકે, પરંતુ બ્રાહ્મણો દૂધમાં રાધેલી રસોઈ જ અન્ય જ્ઞાતિઓ, ખારા કરીને ઉચ્ચ જ્ઞાતિઓ, પાસેથી ગ્રહણ કરી શકે. સમૂહભોજનમાં પણ જ્ઞાતિ આધારિત પંક્તિભેદ જાળવવામાં આવતા હતે. ખાનગી ઘરોમાં પણ આ વ્યવહારનું પાલન થતું. ઘણી જગાઓએ અન્ય જ્ઞાતિના લકો માટે પાણી તથા ચા માટે પિત્તળ કે જર્મન સિલ્વરનાં જ વાસણ, ટૂંકમાં ધાતુનાં વાસણ વપરાતાં. સાદું પાણી પીવામાં પણ ઘરમાં તથા બહાર જ્ઞાતિભેદને ચુસ્ત રીતે અમલ થતા શિક્ષણની સંસ્થાઓમાં ગામડાંઓમાં આ નિયમ સચવાતે, એટલું જ નહિ, પરંતુ અમદાવાદ જેવા મેટા શહેરમાં પણ પાણી પીવા માટે જ્ઞાતિવાર જુદા પ્યાલા રહેતા. આમ સવર્ણો વચ્ચે પણ ખાનપાનના નિયમનું ઘણે અંશે પાલન થતું. ટૂંકમાં, ગાંધીજીના વિચારોથી રંગાયેલા લેકે અને જ્ઞાતિમાં ન માનનારા થોડાક સુધારક કેળવાયેલા લેકે સિવાય અન્ય લેકે રોજિંદા જીવનમાં પણ ખાનપાનના નિયમનું ચુસ્તપણે પાલન કરતા.
જ્ઞાતિનું મહત્ત્વનું લક્ષણ એ અંતર્ગત લગ્નપદ્ધતિ છે. પ્રત્યેક જ્ઞાતિ અનેક પેટાજ્ઞાતિઓમાં વહેંચાયેલી હતી. તેઓ અંદર અંદર લગ્નસંબંધ બાંધી શકે નહિ એ એક સામાન્ય નિયમ હતે. અનુલેમ લગ્ન શાસ્ત્ર મત હેવાથી કેટલીક વાર આવાં લગ્ન થતાં અને પ્રતિમ લગ્ન શાસ્ત્રવિરુદ્ધ હોવા છતાં પણ કવચિત થતાં. કાલક્રમે આવાં લગ્નની સંખ્યા વધતી જતી હતી. જ્ઞાતિમાં જ લગ્નને કારણે કેટલીક જ્ઞાતિઓનાં વર્તુળ સવિશેષ સાંકડાં થતાં ગયાં. ઉપરાંત, જ્યાં પ્રા. દેશિક ભિન્નતાને ખ્યાલ ઉમેરાય ત્યાં લગ્ન સંબંધ બાંધવામાં સવિશેષ મુકેલ પરિસ્થિતિ ઊભી થઈ. દા. ત. પાટીદાર જ્ઞાતિ જ્ઞાતિ તરીકે એક કોમ ગણાય, પરંતુ એમાં લેઉવા તથા કડવા એવા પેટાવિભાગ હતા. આ ઉપરાંત ચરોતર, કાનમ, છ ગામ, બાર ગામ, સત્તાવીસ ગામ એમ પ્રમાણ અને પ્રાદેશિક તેમ ગોળ કે એકડાની ભિન્નતાને આધારે કન્યાની લેવડદેવડ થતી, ચરેતરના પાટીદાર કાનમની કન્યા લઈ શકે, પરંતુ ત્યાં આપી ન શકે. છ ગામના પાટીદાર પિતાની કન્યા છે ગામમાં જ આપે, પરંતુ બાર ગામ કે સતાવીસ ગામમાંથી લાવી શકે. ટૂંકમાં, ઉચ્ચ સામાજિક મૂલ્ય ધરાવતે સમૂહ ને સામાજિક દરજજો ઘરાવતા સમૂહ કે સ્થળમાંથી કન્યા લઈ શકે, પરંતુ આપી શકે નહિ. આને કારણે કેટલાક સામાજિક કુરિવાજ અસ્તિત્વમાં હતા. કેટલાક સમૂહમાં વરની અછતને લીધે વરવિય