________________
સિક્કા
૧૯૯ હતા તથા જયહિંદ પ્રકારની સેનાની મહોર પણ પાડી હતી. આ સિક્કા વિશિષ્ટ પ્રકારના હોઈ આગવું મહત્ત્વ ધરાવે છે.
તાંબાના ઢબુ પાડવાની શરૂઆત ખેંગારજી ૩ જા એ કરી હતી, તેની કિંમત કેરીના આઠમા ભાગની હતી. તેનાથી બમણી કિંમતના પાયલા તથા તેનાથી પણ બમણી કિંમતના આધીયા પણ એમણે પાડ્યા હતા. લખાણમાં આ બધા સિકકા કોરીને મળતા આવતા. તથા બહુધા કચ્છ રાજ્યના ચિહ્ન ત્રિશલથી અંક્તિ હતા. વિજયરાજજી તથા મદનસિંહજીના સિક્કા વચ્ચે એક નાનું વર્તુળાકાર કાણું રાખવામાં આવતું ૧૧
વડોદરામાં ૧૮૭૫ થી ૧૯૩૯ સુધી મહારાજા સયાજીરાવ ૩ જા રાજય કરતા હતા. એમના સમયમાં સિક્કા ઉપરનાં લખાણે ફારસીને બદલે નાગરીમાં થવા લાગ્યાં. સેના તથા ચાંદીના સિક્કાની મુખ્ય બાજુએ સયાજીરાવ ૩ જાની છબી આલેખાતી ૧૨ તથા ફરતું નાગરી લખાણમાં નામ દર્શાવાતું. બીજી બાજુ મૂલ્ય, વિક્રમ સંવત તથા કવચિત “બડૌદા લખાતું. તાંબાના સિક્કાની મુખ્ય બાજુએ ઘોડાની ખરી તથા કટાર૩ સૂચક ચિહ્નો ઉપરાંત રાજ્યક્તનું નામ તથા કૌટુંબિક ખિતાબ દર્શાવતું નાગરી લખાણ થતું. બીજી બાજુ ફૂલવેલનાં સુશોભને વચ્ચે મરાઠીમાં મૂલ્ય તથા વિક્રમ સંવત દર્શાવાતાં. ચાંદીમાં રૂપિયા, અરધા, ચાર આના, તથા બે આના અને તાંબામાં બે પૈસા પૈસે તથા પના સિક્કા હતા. પ્રજાસત્તાક ભારતના સિક્કા
૧૯૪૭-૫૦ દરમ્યાન બ્રિટિશ રાજ્યના સિક્કા ચાલુ રહેલા ૪ પ્રજાસત્તાક ભારતે ૧૯૫૦ માં સિક્કા પાડવાની શરૂઆત કરી. પ્રજાસત્તાક ભારતના સિક્કા કિંમત ધાતુ વજન તથા પિતમાં મુખ્યત્વે બ્રિટિશેના પુરગામી સિકકાઓનું જ અનુકરણ કરે છે. સિકકા ઉપરનાં ચિહ્ન તથા લખાણોમાં ફેરફાર થવા છતાં આ સિક્કા એકંદરે સ્વતંત્રતાની ભાવનાનું સંપૂર્ણ મને દર્શન કરાવતા નથી. મુખ્ય બાજુએ રાજાના ઉત્તરાંગ સ્થાને સારનાથના અશોકસ્તંભના સિંહશીર્ષની પ્રતિકૃતિ દર્શાવવાનું શરૂ થયું, પરંતુ રાજાના નામને સ્થાને “ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા” એવું લખાણ અંગ્રેજીમાં જ આલેખાયુ. રૂપિયા અરધા તથા પા રૂપિયાની બીજી બાજુ ઘઉંની હૂંડી દર્શાવાય છે, પરંતુ નાના સિક્કાની બીજી બાજુ વૃષભ, ઊભે ઘેડો વગેરે મૌલિક ચિહ્નો દર્શાવાય છે, એમ છતાં બધા સિકકાઓની બીજી બાજુ ખ્રિસ્તી વર્ષ, મૂલ્ય વગેરે દર્શાવવામાં અંગ્રેજી શબ્દો અગર આંઠાને ઉપયોગ પણ કરવામાં આવ્યું.