________________
૧૮૮
આઝાદી પહેલાં અને પછી રહેતું, તેથી આજુબાજુની પટ્ટી ઉપર દ્રાક્ષની વેલની માળા આલેખાતી. બીજી બાજુ મથાળે તાજ, ડાબી બાજુ અંગ્રેજીમાં એકડે તથા ‘પાસ’ શબ્દ અને જમણી બાજુ ‘ઇન્ડિયા’ શબ્દ આવતો. હિંદી તથા ઉર્દૂ શબ્દોમાં પણ મૂલ્ય દર્શાવાતું. નીચે અંગ્રેજી આંકડામાં વર્ષ દર્શાવાતું.
ઉપયુંકત પ્રકારના સિક્કા સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી પડવા બંધ થયા. દેશી રાજ્યના સિક્કા
સને ૧૮૭૬ માં ગુજરાતનાં દેશી રાજ્યો પૈકી ફક્ત વડોદરા જૂનાગઢ કચ્છ તથા નવાનગરના સિક્કા પાડવાના હક ગ્રાહ્ય રહ્યા હતા. પરંતુ ૧૮૭૬ માં સરકાર તરફ એવી દરખાસ્ત રજૂ થઈ કે જે રાજ્ય ટંકશાળ બંધ કરી સિક્કા પાડવા માટે ધાતુ સરકારમાં મેકલે એને વિનામૂલ્ય સિક્કા પાડી આપવા. આ વ્યવસ્થા ૧૮૯૩ માં સરકારે બંધ કરતાં દેશી રાજ્યના સિક્કાનું અવમૂલ્યન થયું અને તેથી પિતાના સિક્કા સરકાર બજાર ભાવે ખરીદી લે તે પિતાના સિક્કા પાડવાને હક જતે કરવા ઘણાં રાજ્ય સંમત થયાં. આ પરિસ્થિતિમાં કચ્છ રાજયે ચાંદીના તથા વડોદરા અને જૂનાગઢ રાજ્યે તાંબાના જ સિક્કા પાડવાને હક રાખે અને ભારતીય પ્રજાસત્તામાં ભળતાં સુધી આ કાર્ય ચાલુ રાખ્યું.”
જૂનાગઢમાં ૧૯૧૧ થી ૧૯૪૭ સુધીના નવાબ મહાબતખાન ૪ થાના રાજ્ય અમલ દરમ્યાન તાંબાના દેકડા સિવાય કઈ સિક્કા પાડવામાં આવ્યા નથી. આ સિક્કા ઉપર મુખ્ય બાજુએ ફારસી લખાણ રિયાસતે જૂનાગઢ તથા બીજી બાજુ નાગરીમાં સેરઠ સરકાર, મૂલ્ય તથા વિક્રમ સંવત દર્શાવાતાં.
કચ્છમાં ૧૯૪૨ સુધી ખેંગારજી ૩ જા રાજ્ય કરતા હતા. એમણે ૧૯૪૨ માં મુખ્ય બાજુએ મહારાવની પ્રતિકૃતિવાળા દસકોરીના સિક્કા પાડ્યા હતા.૮ તે અગાઉના રાજવીના અઢી, પાંચ તથા એક કેરીના સિક્કા પણ ખેંગારજીના સમયમાં ચલણમાં હતા. ખેંગારજીએ ૭ મા એડવર્ડથી શરૂ કરી છેક ૬ ઠ્ઠા જ સુધીના નામના સિક્કા પાડ્યા હતા, અને ૮મા એડવડી કે જેના સિક્કા બ્રિટનમાં પણ પડયાનું જાણવામાં નથી એના નામના સિક્કા પણ ખેંગારજી ૩ જા એ પાડવા છે. તે પછી ૧૯૪૨ થી ૧૯૪૭ના ગાળામાં વિજયરાજજીએ ૬ઠ્ઠા પેજ ને નામે કેરીઓ પડાવી હતી. છેવટે મહારાવ મદનસિંહજીના સમયમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી એમણે મુખ્ય બાજુએ નાગરીમાં “નહિન્દુ તથા બીજી બાજુ મહારાવનું નામ, ખિતાબે, કચ્છભૂજ તથા (સંવત) ૨૦૦૪ લખેલા સિક્કા પાડ્યા