________________
૧૯૬
આઝાદી પહેલાં અને પછી
અંગ્રેજીમાં એકડો, એની અંતે બાજુ એ ભાગમાં અંગ્રેજી શબ્દ આના’, મથાળે અંગ્રેજીમાં ‘ઇન્ડિયા’, નીચે ખ્રિસ્તી વર્ષ' તથા ચારે બાજુ મળી ખ`ગાળી હિંદી ઉર્દૂ તથા અંગ્રેજીમાં શબ્દોમાં મૂલ્ય દર્શાવાતું. ૧૯૧૮ માં એના સાનાના સિક્કા પડેલા, જે ૧૫ રૂપિયાનું મૂલ્ય ધરાવતા. કો—નિકલના આઠ આના તથા ચાર આના અનુક્રમે ૧૯૧૯ તથા ૧૯૨૧ માં બંધ થઈ ફરીથી ચાંદીમાં પઢવા શરૂ થયા. તાંબાના પૈસા, અરધા પૈસા તથા પાઇના સિક્કા પ્રસંગેાપાત્ત પાડવામાં આવતા. પૈસાની મુખ્ય બાજુએ પુષ્પકળાની કિનારીમાં રાજાનુ વામાભિમુખ ઉત્તરાંગ તથા નામ સાથે શહેનશાહ તરીકે ઉલ્લેખ, બીજી બાજુ પુષ્પકળાની કિનારીમાં પુષ્પમાળા, અંગ્રેજીમાં શબ્દોમાં મૂલ્ય તથા આંકડાનાં ખ્રિસ્તી વર્ષી દર્શાવાતુ. વજન ૭૫ ગ્રેન તથા વ્યાસ એક ઇંચ હતા. અર્ધા પૈસા પણ આવા જ પ્રકારના, પરંતુ ૪૦ ગ્રેઇન તથા ૦.૮ ઇંચ વ્યાસના હતા. પાઈ પણ આ જ પ્રકારની, ૨૨ ગ્રેઇન તથા ૦.૬૫ ઈંચની હતી.
૧૯૩૬ માં ૮ મે ઍડવર્ડ" ગાદીએ આવ્યો, પરંતુ એના અત્ય૫ રાજ્યકાલના કોઈ સિક્કા જાણવામાં આવ્યા નથી. એ જ સાલમાં પછી ૬ ઠ્ઠો જ્યાજ ગાદીનશીન થયા. એના ૧૯૩૭ માં રૂપિયા સિવાયના બધા પ્રકારના સિક્કા પડવા, પરંતુ રૂપિયા ૧૯૪૦ માં પડવો. બીજા વિશ્વવિગ્રહના કારણે ચાંદીની ખેંચ પડી તે સિક્કા પાડવા માટે જુદી જુદી ધાતુના અખતરા કરવામાં આવ્યા. ચાંદીના તાજયુક્ત શીષ' તથા પુષ્પકળાવાળા રૂપિયા ઉપર વ° ૧૯૩૮ દર્શાવાયું છે, છતાં ખરેખર આ સિક્કા ૧૯૪૦ માં મુંબઈની ટકશાળામાં પડ્યા હતા. ૨ ૧૯૪૦ થી ૧૯૪૫ વચ્ચે રૂપિયા, અરધા તથા પા રૂપિયા માટે ૫૦ ચાંદી, ૪૦ તાંબુ, ૫ નિલ, તથા પ ટકા ઝીકની કિવકસિલ્વર નામની મિશ્ર ધાતુ વપરાતી.૩
૧૯૪૬ માં આવી ધાતુને બદલે ચોખ્ખુ નિકલ વપરાવા લાગ્યું. નિક્સનુ દ્રાવબિંદુ ઊંચુ` હોવાથી બનાવટી સિક્કા પાડવાનું મુશ્કેલ થતુ.
ચાંદીના રૂપિયાની મુખ્ય બાજુએ અ`ચંદ્ર તથાં મીઠાંની કિનારી વચ્ચે રાજાનું તાજયુક્ત વામાભિમુખ શી' તથા એના ઉપર રાન્તના નામ સાથે શહેનશાહ તરીકે ઉલ્લેખ હોય છે. બીજી બાજુ ગુલાબ કમળ ચિશલ તથા રામરાનાં પ્રતીકેાની બનેલી પુષ્પમાળા, અંગ્રેજીમાં શબ્દોમાં મૂલ્ય, આંકડામાં ખ્રિસ્તી વર્ષ તથા ઉર્દૂ શબ્દોમાં મૂલ્ય હોય છે. વજન ૧૮૦ ગ્રેઇન તથા વ્યાસ ૧.૨ ઈંચ હોય છે. આઠ આના તથા ચાર આના આવા જ પ્રકારના, પણ અનુક્રમે ૯૦ તથા ૪૫ ગ્રેઇનના અને ૦.૯૫ ઇંચ તથા ૦.૭૫ ઇંચ વ્યાસના હાય છે.