________________
પરિશિષ્ટ
સિક્કા
બ્રિટિશ રાજ્યના સિક્કા
ઈસ્વી ૧૯૧૫-૧૯૬૦ ના સમય પૈકી સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનાં ત્રણ વર્ષો સુધી એટલે કે ૧૯૫૦ સુધી ગુજરાતમાં ફક્ત બ્રિટિશ રાજ્યના સિક્કા જ પ્રચલિત હતા, કારણ કે ઘણાંખરાં દેશી રાજ્યનાં ચલણ ૧૯૦૬ માં અને તાંબાનાં ૧૯૦૮ માં સદંતર બંધ થયાં હતાં.'
૧૯૧૫ માં પંચમ જને રાજ્યકાલ ચાલુ હતે. એના રૂપિયા, અરધા, ચાર આના તથા બે આનાનું વર્ણન ૮ મા ગ્રંથમાં અપાઈ ગયું છે. આ પૈકી ચાંદીના અરધા, બે આના તથા ચાર આના ૧૯૧૮ માં બંધ થઈ કોનિલ(તાંબા-નિકલ)માં પડવા લાગ્યા. વધારામાં કરકરિયાંવાળો એક આને પણ શરૂ થયો. ગોળ આઠ આનાની મુખ્ય બાજુએ સહેજ ઊંચી કિનારીમાં
જનું તાયુક્ત ઉત્તરાંગ તથા અંગ્રેજીમાં નામ શહેનશાહ તરીકેના ઉલ્લેખ સાથે આપવામાં આવતું. બીજી બાજુએ બેવડી લીટીના સમચોરસમાં કરકરિયાંવાળા વર્તુળમાં મધ્યમાં આઠને અંગ્રેજી આંકડ, નીચે અંગ્રેજીમાં “આનાઝ', ઉપર આંકડામાં ખ્રિસ્તી વર્ષ તથા ‘ઇન્ડિયા” શબ્દ તથા સમરસની બહાર હિંદી ઉર્દૂ બંગાળી તથા તેલુગુ શબ્દોમાં મૂલ્ય દર્શાવેલું હતું. એનું વજન ૧૨૦ ગ્રેઈન અને વ્યાસ ૧” હતાં. અષ્ટકોણ ચાર આના ઉપરનાં લખાણ આઠ આના પરના જેવાં જ, પરંતુ કિનાર કરકરિયાવાળી અને વજન ૧૧૦ ગ્રેઈન હતું. બે આના સમચોરસ હતા. વજન ૯૦ ગ્રેઈન તથા મા૫ ૦.૮ ઈંચ હતું. આની મુખ્ય બાજુએ સહેજ ઊંચી કિનારીમાં બેવડી લીટીના વર્તુળમાં નામાભિમુખ તાજપુત જ્યજનું ઉત્તરાંગ, વર્તુળની બહાર બે ભાગમાં ૧૯૧૮ વર્ષ, મથાળે પુષ્પની નકશી તથા નીચે અંગ્રેજીમાં “ઈન્ડિયા” લખાણ હોય છે. બીજી બાજુ ચાર આનાના પ્રકારની હોય છે. એક આને કરકરિયાંવાળો, ૬૦ ગ્રેઈનને તથા ૦.૮ ઇંચ વ્યાસને હતે. મુખ્ય બાજુ આઠ આનાના પ્રકારની, બીજી બાજુ સમરસમાં