________________
૧૯૨
આઝાદી પહેલા અને પછી
૧૫. ભરૂચ જિલે
ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આ જિલ્લે આવેલ છે. ૧૯૪૫ માં ભરૂચ અને પંચમહાલના સંયુક્ત જિલ્લા વિભક્ત કરવામાં આવ્યા ત્યારે ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વર ભરૂચ જંબુસર અને વાધરા તાલુકા હતા. ૧૯૪૧-૫૧ ના સમય દરમ્યાન પહેલાંનું રાજપીપળાનું દેશી રાજ્ય, વડેદરાનાં ચાર ગામ અને પશ્ચિમ ખાનદેશ(હવે મહારાષ્ટ્ર રાજ્યને ધૂળિયા જિલ્લે)નાં બે ગામ એમાં જોડવામાં આવ્યાં તેમજ આ જિલ્લામાંથી ર૪ ગામ સુરતમાં અને એક ગામ પશ્ચિમ ખાનદેશના જિલ્લાને આપવામાં આવ્યાં.૫૫
૧૬. સુરત જિલ્લે
ગુજરાત રાજ્યના છેક દક્ષિણે આવેલ આ જિલ્લે હતો. આ જિલ્લામાં ૧૬ તાલુકા અને પાંચ મહાલ હતા.
પહેલાંના મુંબઈ પ્રોવિન્સના સુરત જિલ્લામાં બારડોલી વલસાડ ચીખલી ચોર્યાસી માંડવી ઓલપાડ પારડી અને જલાલપુર એ આઠ તાલુકા હતા અને વડને એક મહાલ હતો. પહેલાંને વડોદરા રાજ્યને નવસારી પ્રાંત એમાં જોડવામાં આવતાં બીજા પાંચ તાલુકા જેવા કે મારા કામરેજ મહવા માંગરોળ અને સેનગઢ એમાં ઉમેરવામાં આવ્યા અને એ સાથે ગણદેવી અને પલસાણા મહાલ પણ એમાં જોડવામાં આવ્યા. પહેલાંના સુરત જિલ્લાને જન્નાલપુર અને પહેલાંના વડોદરા રાજ્યને નવસારી તાલુકો જોડીને નવસારી તાલુકા રચવામાં આવ્યું. ધરમપુરના દેશી રાજ્યમાંથી ધરમપુર તાલુકો બન્યા અને વાંસદા રાજ્યમાંથી વાંસદા તાલુકે બન્યું અને સચીન રાજ્યનાં ૧૮ ગામ આ તાલુકાના ચોર્યાશી તાલુકા સાથે જોડી દેવામાં આવ્યાં. મુંબઈ રાજ્યના ૧૯૬૦ માં થયેલા વિભાજનમાં બે મહાલ, જેમકે (૧) ધૂળિયા(પશ્ચિમ ખાનદેશ) તાલુકાનાં ૩૮ ગામ અને સેનગઢ તાલુકાનાં ૨૮ ગામ ભેગા કરી ઉચ્છલ મહાલ, અને (૨) ધૂળિયા(પશ્ચિમ ખાનદેશ) જિલ્લાના અક્કલકૂવા તળદ અને નંદરબાર તાલુકા ભેગા કરી નિઝર મહાલ રચવામાં આવ્યું. પહેલાના થાણા જિલ્લાના ઉંબરગામ તાલુકાનાં ૫૦ ગામ પણ આ જિલ્લામાં જોડવામાં આવ્યાં.