________________
આઝાદી પહેલાં અને પછી
૯. સાબરકાંઠા જિલ્લો
: ઑગસ્ટ, ૧૯૪૯માં અનેક દેશી રાજ્યના વિલીનીકરણ દ્વારા મુંબઈ રાજ્યમાં આ જિલ્લે અસ્તિત્વમાં આવ્યું.
આંબલિયારા મોહનપુર માલપુર બાયડ અને પહેલાંના પશ્ચિમ ભારતનાં રાજ્યની એજન્સીનાં સાદરા ડિવિઝનનાં રાજ્યને આ જિલ્લામાં જોડી દેવામાં આવ્યાં હતાં. આ જિલ્લામાં ૨૯ રાજ્ય જોડવામાં આવ્યાં હતાં. પહેલાના અમદાવાદ જિલ્લાના પ્રાંતીજ અને મેડીસા તાલુકા પણ એમાં ઉમેરવામાં આવ્યા હતા. ૧૯૫૧ થી ૧૯૬૧ દરમ્યાન કેઈ પ્રાદેશિક ફેરફાર આ જિલ્લામાં થયા નહતા. ૧૯૫૧ થી થયેલા સર્વે પ્રમાણે એમાં ૭૪૫૯૨ ચે. કિ.મી. (૨૮૮ ચે.મા.)ને વિસ્તાર ઉમેરવામાં આવ્યું હતે.૪૫
૧૦, મહેસાણા જિલ્લા * ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓમાંને આ એક જિલ્લે છે. ૧૯૪૯માં વડોદરા રાજ્ય મુંબઈ રાજ્યમાં ભળ્યું ત્યાં સુધી એ વડેદરા રાજ્યને એક પ્રાંત હતે. એનું મુખ્ય મથક મહેસાણા હતું. ૧૯૬૦ માં આ જિલ્લે ગુજરાત રાજ્યમાં ભળે ત્યારે પહેલાંના વડોદરા રાજ્યના મહેસાણા પ્રાંતનાં કદ અને વિસ્તાર તેનાં તે જ રહ્યાં હતાં. અપવાદરૂપે દહેગામ અને આંતરસૂબાને અનુક્રમે અમદાવાદ અને ખેડા જિલ્લામાં જોડવામાં આવ્યાં હતાં અને એ સાથે બનાસકાંઠાને સમી તાલુકે આ જિલ્લામાં જોડી દેવામાં આવ્યા હતા.૪૬ ૧૧. અમદાવાદ જિલ્લા
પહેલાંના વડેદરા રાજ્યના દહેગામ તાલુકા સિવાયને અમદાવાદની આસપાસને વિસ્તાર પહેલા બેએ પ્રોવિન્સનો અને પછી મુંબઈ રાજ્યને જિલે હતો. ૧૯૪૯ માં એની સાથે હાલને અમદાવાદ જિલ્લે અસ્તિત્વમાં આવ્યું.
મહેસુલી વહીવટીતંત્રની દષ્ટિએ આ જિલ્લાને ત્રણ સબડિવિઝને, છ તાલુકાઓ અને એક મહાલમાં વિભક્ત કરવામાં આવ્યું હતું. તે વિભાગે નીચે પ્રમાણે છે: - (૧) અમદાવાદ સિટી સબડિવિઝનનું અમદાવાદ સિટી, . (૨) વીરમગામ સબડિવિઝનના તાલુકાઓમાં વીરમગામ દસક્રોઈ દહેગામ,
(૩) ધોળકા સબડિવિઝનના તાલુકાઓમાં સાણંદ ઘેળકા ધંધુકા.