________________
રાજ્યતંત્ર
૧૮૩
આમ, ૧૯૪૮ થી ૧૯૫૬ દરમ્યાન સૌરાષ્ટ્રમાં રાજકીય અને વહીવટી એકતા સિદ્ધ થઈ તથા વિવિધ ક્ષેત્રોમાં વિકાસને પાયે નખાય. (ઈ) બૃહદ્ મુંબઈ રાજ્યમાં (૧૯૪૭ થી ૧૯૬૦)
૧૯૪૭માં ભારત દેશે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી બ્રિટિશ વહીવટીતંત્રનું માળખું ભારતને વારસામાં મળ્યું. ૧૯૪૭ પહેલાં રાજકીય દષ્ટિએ હિંદના બે વિભાગ હતાબ્રિટિશ હિંદ અને દેશી રાજ્ય.
૧ લી નવેમ્બર, ૧૯૫૦ ના રોજ ભારતની પાર્લામેન્ટ ભાષાકીય ધરણે રાજ્યની પુનરરચના કરી, મુંબઈ અને વિદર્ભનાં બે રાજ્યોને એક કરીને સ્ટેટ ઑફ એ અસ્તિત્વમાં આપ્યું. રાજ્ય સરકાર અને એનું વહીવટીતંત્ર
રાજ્યમાં કેંદ્ર સરકારની જેમ જવાબદાર સરકાર દાખલ કરવામાં આવી. દરેક રાજ્યમાં બંધારણીય વડા તરીકે ગવર્નરની નિયુક્તિ થઈ મુંબઈના રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહ હતાંઃ વિધાન-પરિષદ અને વિધાનસભા કારોબારી માટે મંત્રી-મંડળની રચના થતી.
રાજ્યનું જિલ્લાઓ(ડિસ્ટ્રો)માં વિભાજન કરવામાં આવ્યું હતું. દરેક રાજ્ય અનેક જિલ્લાઓમાં વિભક્ત હતું. જિલ્લા વહીવટી વડે કલેકટર અને ડિસ્ટ્રિકટ મૅજિસ્ટ્રેટ હતે. કલેકટર બેડ ઓફ રેવન્યુને જવાબદાર હતું અને એ દ્વારા સિંચાઈ કૃષિ અને વનવિભાગ સિવાયના વિષયોમાં મહેસૂલઉઘરાણી અને જમીન સાથે સંકળાયેલી બાબતે માટે એ સરકાર સાથે સંકળાયેલ હતે.
ડિસ્ટ્રિકટ મૅજિસ્ટ્રેટ તરીકે કલેકટરને કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને ફોજદારી વહીવટીતંત્રની જવાબદારી હતી. આ માટે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને એના હાથ નીચેનું પોલીસદળ કલેકટરના તાબામાં અને નિરીક્ષણ નીચે હતાં, પરંતુ શિસ્તની બાબતમાં અને ટેકનિકલ નિરીક્ષણ માટે સુપરિન્ટેન્ડેન્ટ એ ઇસ્પેકટર-જનરલ ઑફ પિલીસને જવાબદાર હતા. કલેક્ટરને એના કાર્યમાં મદદ કરવા અનેક આસિસ્ટન્ટ (મદદનીશ) કે ડેપ્યુટી ક્લેક્ટરે હતા તેમજ બીજા અનેક જિલ્લાઅધિકારીઓ નિષ્ણાત તરીકે મદદ કરતા હતા. | વહીવટી સુગમતા માટે જિલ્લાને પેટા વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યું હતું. આ માટે સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ હતા.