________________
૧૮૨
આઝાદી પહેલાં અને પછી નીતિ અપનાવી. રાજ્યની બધી જ જમીન મહેસૂલ ઉઘરાવવાને પાત્ર બની ૨૫ ૧૯૫૧ થી સૌરાષ્ટ્ર-બારખલી-નાબૂદી ધારે પણ અમલમાં આવ્યા. ૧લ્પર માં સૌરાષ્ટ્ર-મિલક્ત-જપ્તીને કાયદે કરવામાં આવ્યું, જેનાથી રાજ્યની તમામ પડતર જમીન, રસ્તા, જાહેર સ્થળો, જાહેર મંદિરો, જાહેર શાળાઓ વગેરે ઉપર રાજ્યની માલિકી સ્થપાઈ. આ ત્રણે કાયદાઓથી ગિરાસદારોના અધિકાર ઓછા થયા અને ખેડૂતોને લાભ થશે. સરકારે ખેડૂતોને બિયારણ અને તગાવી આપવાની નીતિ અપનાવી. ખેતીવાડીમાં સંશોધન અને પ્રયોગોને પ્રોત્સાહન આપ્યું. કેટલીક નદીઓ પર બંધ બાંધીને વિદ્યુત તથા સિંચાઈની જનાઓ શરૂ કરી.
૧૯૪૯ માં વટહુકમ દ્વારા પંચાયતધારાને અમલ શરૂ થશે. અનેક ગામડાં. એમાં પંચાયતે સ્થપાવા લાગી. એ પંચાયતોને પ્રવૃત્તિઓ માટે સત્તાઓ અને નાણાંકીય મદદની જોગવાઈ થઈ. દરેક પંચાયતના મંત્રી અને તલાટીને પગાર સરકારે આપવાનું ઠરાવ્યું. ૨૬ પંચાયતની માફક સહકારી મંડળીઓને લગતા કાયદો પણ થયું. પરિણામે અનેક સહકારી મંડળીઓ સ્થપાઈ
આમ, વિવિધ કાયદાઓથી સૌરાષ્ટ્રમાં ક્રાંતિકારી સુધારા થયા. ખેતી અને ખેડૂતની સ્થિતિ સુધરવા માંડી. ખાદી ગ્રામોદ્યોગ અને અસ્પૃશ્યતાનિવારણના કાયને વેગ મળે. શાળાઓ પુસ્તકાલયો વાચનાલય કૂવાઓ રસ્તાઓ દવાખાનાઓ વિદ્યુતઘરો વગેરેની સંખ્યા ઝડપથી વધવા માંડી. નીચલા વર્ગોની સ્થિતિમાં સુધારો થયો. શેષણ અને દમન નાબૂદ કરવામાં આવ્યાં. વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ
મોટા ભાગનાં દેશી રાજ્યમાં નિઃશુલ્ક શિક્ષણ અપાતું હતું, પરંતુ સૌરાષ્ટ્ર સરકારે શિક્ષણ ફી દાખલ કરતાં વિદ્યાથીઓનું આદેલન થયું.૨૭ ૧૯૫૪ માં ઉછરંગરાય ઢેબરની હિંદી રાષ્ટ્રિય મહાસભાના પ્રમુખ તરીકે વરણી થતાં રસિકલાલ ઉમેદચંદ પરીખ સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા. તેઓ ડિસેમ્બર, ૧૯૫૪ થી ઑકટોબર, ૧૯૫૬ સુધી આ પદ પર રહ્યા. ૨૮ રસ્તાઓ સિંચાઈ વિદ્યુતમથકે હોસ્પિટલે સહકારી મિલે ખેતી શિક્ષણ આરોગ્ય વાહનવ્યવહાર ઉદ્યોગ વેપાર બંદરવિકાસ જાહેર–બાંધકામ વગેરે ઘણું ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર પ્રગતિ સાધી. વિલીનીકરણ
ગુજરાત મહારાષ્ટ્ર અને મુંબઈનું સંયુક્ત દ્વિભાષી રાજ્ય ૧ લી નવેમ્બર, ૧૯૫૬ ના રોજ અસ્તિત્વમાં આવ્યું. સૌરાષ્ટ્ર એમાં વિલીન બન્યુ.