________________
રાજ્યતંત્ર
- ૧૭૫
પોલીસ વહીવટીત ંત્ર ડિસ્ટ્રિકટ સુપરિન્ટેન્ડેન્ટને હસ્તક હતું અને એને મદદ કરવા એ ઇન્સ્પેકટર અને સાત ચીફ કોન્સ્ટેબલ હતા. પાંચ પોલીસ સ્ટેશન હતાં. પાંચ સબસિડિયરી જેલ અને ત્રણ લોક-અપ હતાં, જેમાં ૭૩ કેદીઓની વ્યવસ્થા હતી.૧૦
ભરૂચ જિલ્લે
એનુ ક્ષેત્રફળ ૩,૭૯૯.૫૩ ચેા. કિ.મી. (૧,૪૬૭ ચો.મા.) હતુ. વહીવટીતંત્ર માટે આ જિલ્લાને આમેદ ભરૂચ અંકલેશ્વર જ ખૂસર અને વાગરા તાલુકાઓમાં વહેંચવામાં આવ્યા હતા અને હાંસાટ પેડના એમાં સમાવેશ થતા. ક્લેકટર અને એના એ આસિસ્ટન્ટ મહેસૂલી વહીવટીતંત્રના વડા હતા.
એક ડિસ્ટ્રિકટ જજ અને ચાર સĂાડિ"નેટ જજ હતા. આઠ મૅજિસ્ટ્રેટ ફેાજદારી ન્યાયતંત્ર સંભાળતા હતા.
જિલ્લામાં પાંચ મ્યુનિસિપાલટી હતી : ભરૂચ અંકલેશ્વર જંબૂસર હાંસોટ અને આમેદ. એક ડિસ્ટ્રિકટ એ અને પાંચ તાલુકા ખેડ" હતાં.
સુપરિન્ટેન્ડેન્ટ એ પોલીસના વડા હતા અને એને એ ઇન્સ્પેકટર મદદ કરતા, સાત પોલીસ-સ્ટેશન હતાં. જિલ્લામાં છ સબસિડિયરી જેલે અને ૧૨ લોક-અપ હતાં, જેમાં ૨૫૫ કેદીઓને રાખવાની વ્યવસ્થા હતી, ૧૧ સુરત જિલ્લા
એનુ ક્ષેત્રફળ ૪,૨૮૧.૨૭ ચો. કિ. મી. (૧,૬૫૩ ચો. મા.) હતુ. આ જિલ્લાના ત્રણ પેટાવિભાગ કરવામાં આવ્યા હતા, જે એક આસિસ્ટન્ટ ક્લેકટર અને એ ડેપ્યુટી–લેકટ૨ેશના હાથ નીચે હતા. એમાં આઠ તાલુકા હતા, જેવા કે બારડોલી વલસાડ ચીખલી ચાર્યાશી જલાલપુર માંડવી એલપાડ અને પારડી, ખારડોલીમાં વાલાડ પેઠને સમાવેશ થતા. ક્લેક્ટર એ સચીન રાજ્યને પોલિટિકલ એજન્ટ હતો અને એને વહીવટ આસિસ્ટન્ટ કલેકટર દ્વારા થતા. વાંસદા અને ધરમપુર રાજ્યે તેમજ ડાંગની એસ્ટેટ પણ એના તાબામાં હતી.
ડિસ્ટ્રિકટ અને સેશન્સ જજની સાથે સ્મોલ કૅૉઝ કાટના જજ જોડાયેલો હતા, ફોજદારી ન્યાય માટે ૧૨ અધિકારી હતા. સુરત માટે ખાસ સિટીમૅજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી હતી.
જિલ્લામાં ચાર મ્યુનિસિપાલિટી હતી, જેવા કે સુરત વલસાડ રાંદેર અને માંડવા. એક ડિસ્ટ્રિક્ટ ખા` અને આઠ તાલુકા ખાડ હતાં.