________________
રાજ્યતંત્ર
૧૬૯
કાર્ય યોગ્ય રીતે કરે એ જોવાની એની જવાબદારી હતી. એ સબૅડિનેટ મૅજિસ્ટ્રેટ હતો. તાલુકાનાં ગામને જૂથમાં વહેંચવામાં આવ્યાં હતાં અને દરેક ઉપર મામલતદારના હાથ નીચેને એક “સર્કલ-ઇસ્પેકટર” નિરીક્ષણ માટે રાખવામાં આવેલ. ત્રણ કે ચાર તાલુકાના પેટા વિભાગ ઉપર આસિસ્ટન્ટ કે ડેપ્યુટી કલેકટર નીમવામાં આવ્યો હતે.
દરેક તાલુકામાં સરાસરી ૧૦૦ થી ૨૦૦ ગામ હતાં. દરેક ગામને એના નિયમિત અધિકારીઓ હતા. તેઓમાંના કેટલાક અથવા બધા જ સામાન્ય રીતે વારસાગત અધિકારી હતા. સરકાર જેના ઉપર મુખ્યત્વે આધાર રાખતી તે પટેલ હતે. પટેલ એ ગામની મહેસૂલ અને પિલીસ બાબતને વડો હતે. તલાટી એ કારકૂન અને હિસાબનીસ હતે. એ ઉપરાંત એક સંદેશાવાહક અને એક પગી હતા. ગામ એક રીતે સ્વતંત્ર હતું, પરંતુ કેદ્રીકરણ અને વહીવટીતંત્રમાં વધેલા કામકાજને કારણે દેશી રાજ્યોમાં ગામની સ્વતંત્રતા ઉપર કપ આવ્યો હતો.
ધારાસભા કાયદો અને ન્યાય
પ્રેસિડેન્સીની લેજિસ્લેટિવ કાઉન્સિલ(ધારાસભા)માં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સ, ઍડવોકેટ-જનરલ અને ગવર્નર દ્વારા નિમાયેલા ૨૦ વધારાના સભ્યો, જેઓમાંના ૮ માટેની ભલામણ (૧) મુંબઈની કેપેરેશન દ્વારા, (૨) નર્ધન ડિવિઝનના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, (૩) સધન ડિવિઝનના ડિસ્ટ્રિકટ બેડ દ્વારા, (૪) સેન્ટ્રલ ડિવિઝનના ડિસ્ટ્રિકટ બોર્ડ દ્વારા, (૫) દખણના સરદારે દ્વારા, (૬) સિંધના જાગીરદારો અને જમીનદારો દ્વારા, (૭ મુંબઈની ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા અને (૮) મુંબઈ યુનિવર્સિટીની સેનેટ દ્વારા કરવામાં આવતી હતી. લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્યોને સામાન્ય વહીવટીતંત્ર અને વાર્ષિક નાણાંકીય બાબતે ઉપર ચર્ચા કરવાની સ્વતંત્રતા હતી.
સમગ્ર પ્રેસિડેન્સીના ન્યાયતંત્રને વહીવટ હાઇકેટને સેંપવામાં આવ્યો હતું, જેમાં દીવાની અને ફોજદારી ન્યાયના સામાન્ય તેમજ અસામાન્ય અધિકારક્ષેત્રનો સમાવેશ થતો. હાઈકોર્ટમાં એક ચીફ જસ્ટિસ (બૅરિસ્ટર) અને છ યુની જજે (બિન-મુખ્ય જજે) હતા.
નીચલી દીવાની અદાલતમાં દાવાની રકમ પ્રમાણે પ્રથમ કે દ્વિતીય વર્ગ હતા. ફર્સ્ટ ક્લાસ સર્ડિનેટ જજ પાસે ખાસ સત્તાઓ હતી. ડિસ્ટ્રિકટ ઍડિશનલ અને આસિસ્ટન્ટ જજનું અધિકારક્ષેત્ર એકબીજા સાથે સંકળાયેલું હતું. સ્થાનિક વકીલેમાંથી સામાન્ય રીતે સબડિ નેટ જજોની નિમણુક થતી.