________________
પ્રકરણ ૬
રાજ્યતંત્ર
(અ) બ્રિટિશ શાસન નીચેના જિલ્લાઓમાં (૧૯૪ થી ૧૯૪૭)
ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના વખતમાં સુરતમાં અંગ્રેજોની કઠી હતી તેને વહીવટ જે ધોરણે ચાલતે તે ધરણે મુંબઈ પ્રેસિડેન્સી(ઈલાકા)ના વહીવટનું બંધારણ રચાયું હતું. કાઉન્સિલરો તથા પ્રેસિડેન્ટનું મંડળ “પ્રેસિડેન્ટ-ઈનકાઉન્સિલ” કહેવાતું અને કેઠી પ્રેસિડેન્સી કહેવાતી. સુરતથી એ શબ્દ સમગ્ર હિંદમાં પ્રસરી ગયા અને એ રીતે બે-પ્રેસિડેન્સી’ પછીથી અસ્તિત્વમાં આવી.'
બ્રિટિશ ઈન્ડિયાની વેસ્ટર્ન ઍમ્બે પ્રેસિડેન્સીને ચાર મહેસૂલી વિભાગમાં અને ૨૫ જિલ્લાઓમાં વહેંચવામાં આવી હતી. એનું વડું મથક મુંબઈ હતું. વહીવટી એકમો અને અધિકારીઓ
ગવર્નર-ઇન-કાઉન્સિલના હાથ નીચેની પ્રેસિડેન્સીને વહીવટ ચાર કમિશનર દ્વારા ચલાવવામાં આવતું. સિંધમાં તેમજ નથ (ઉત્તર), સેન્ટ્રલ(મધ્ય) અને સાઉથ(દક્ષિણ) ડિવિઝનના વડા તરીકે કમિશનરે હતા.
પ્રેસિડેન્સી મહેસૂલ વિભાગમાં દરેક ડિસ્ટ્રિકટ (જિલ્લો) કલેકટરના તાબા નીચે હતો, જે મોટે ભાગે હિંદી દીવાની અધિકારી હતા
બોમ્બે પ્રેસિડેન્સીના નોંધન ડિવિઝનમાં ગુજરાતના અમદાવાદ ભરૂચ ખેડા પંચમહાલ અને સુરત જિલ્લાઓને સમાવેશ થતો હતો. નોંધન ડિવિઝનના કમિશનરનું વડું મથક અમદાવાદમાં હતું. દરેક જિલ્લામાં એક અથવા વધારે હિંદી સિવિલિયને પેટા વિભાગના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમાયા હતા અને એક અથવા વધારે પ્રોવિન્સિયલ સર્વિસમાંથી આવેલા ડેપ્યુટી કલેકટરે એમાં હતા. દરેક જિલ્લાના ડેપ્યુટી કલેકટરના તાબામાં જિલ્લાની તિજોરી (ટ્રેઝરી) હતી.
કલેકટોરેટમાં સરાસરી આઠથી બાર તાલુકા હતા. દરેક તાલુકામાં એક મામલતદાર હતું. મામલતદાર એના તાલુકાના ટ્રેઝરી-કાય માટે જવાબદાર હતે. અનેક ગામે નિયમિત હપ્તાઓ ભરે, ગામને હિસાબ યોગ્ય રીતે રાખવામાં આવે ગામની હદ ચગ્ય રીતે જાળવવામાં આવે અને ગામના અધિકારીઓ પોતાનું