________________
રાજકીય ઇતિહાસ (ઈ. સ. ૧૯૪૭–૬૦)
૧૬૫
ભાગમાં આદિવાસી પછાત પ્રજા વિસ્તરેલી હતી. સાતપૂડાને પહાડ અને ભરૂચ જિલ્લાને પછાત જાતિઓને વસવાટ વિનાને પ્રદેશ એ બે વિભાગો વચ્ચે મુખ્યત્વે આ પ્રજાના જુદા જુદા સમૂહને નિવાસ સાતપૂડાની દક્ષિણે ડાંગી કાતકરીવારલી દુબળા વગેરે, ઉત્તર વિભાગમાં સાડા આઠ લાખ અને એટલી જ દક્ષિણ વિભાગમાં વસ્તી ધરાવતી આ પછાત પ્રજાને સ્તર એકસરખો ક્યારેય રહ્યો નહે. આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બીજે મેર રબારી ભરવાડ આયર કોળી વાઘેર જેવી કે, ખેતમજૂરે અને બીજા સામાજિક-આર્થિક વર્ગ ફેલાયેલા હતા.
મહાગુજરાત અને દ્વિભાષી રાજ્યરચનાને વૈચારિક ગજગ્રાહ ચાલ્યા ત્યારે ભાષાકીય જાગૃતિ દેખાઈ. ગુજરાતી ભાષાની સીમારેખા બાંધવી મુશ્કેલ હતી, પણ “ભાષાવાર પ્રાંતરચના પરિષદ'નાં સંશોધન અને અભ્યાસ પછી એ નિષ્કર્ષ સધાર્યો હતો કે “અમીરગઢથી ઈશાન તરફ વળાંક લઈને આબુ સુધી ભાષા પહોંચે છે, જ્યારે સાબરકાંઠા જિલ્લાની સરહદ ઓળંગીને ડુંગરપુર વાંસવાડાનાં સંસ્થાનોને ઝાબુઆ અને અલીરાજપુરનાં સંસ્થાનોને આવરી લઈ નંદરબાર થઈને ડાંગ–ધરમપુર-વાંસદાની સરહદો વટાવીને કાલાબા સુધી આવે છે ત્યાંથી સંજાણ થઈને સાગરતટે ઉમરગાંવ સુધી એ આવે છે. આમાં કેટલીક ભીલ– બેલીઓને પણ સમાવેશ થાય છે તે વ્યાકરણ અને શબ્દસમૂહની દષ્ટિએ ગુજરાતી સાથે ઘણી મળતી છે. ૨૮
વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ આ સમિતિએ ૮૩,૦૯૦ ચેરસ માઇલના સંભવિત ગુજરાત પ્રદેશમાં ૧,૮૩,૧૯,૦૯૨ વસ્તી આંકી હતી, પણ એમાં ડુંગરપુર વાંસવાડા ઝાબુઆ અલીરાજપુર અને ફિરંગી વિસ્તારનોયે સમાવેશ કરી લેવાયો હતો.
પ્રશાસનની દષ્ટિએ જે માળખું હતું તે દ્વિભાષી રાજ્યરચનાની અંતર્ગત હતું. એ પ્રમાણે બનાસકાંઠા (૧૦ તાલુકા હતા, જેમાં આબુરોડ અને માઉન્ટ આબુને પણ સમાવેશ થઈ જતું હત), સાબરકાંઠા મહેસાણું અમદાવાદ ખેડા વડોદરા પંચમહાલ ભરૂચ સુરત અમરેલી ડાંગ ગેહિલવાડ હાલાર મધ્ય–સૌરાષ્ટ્ર સેરઠ ઝાલાવાડ ક૭ એમ જિલ્લાસ્તરનું આયોજન કરાયું હતું. દ્વિભાષી મુંબઈ રાજયમાં ગુજરાતને વહીવટ .
દ્વિભાષી દરમ્યાન ગુજરાતને રાજકીય વિકાસ એક પ્રદેશ તરીકે મુંબઈ રાજ્ય હેઠળ કેક થતો રહ્યો એ પ્રક્રિયા પણ પ્રજાજીવન પર અસર કરનારું પરિબળ