________________
૧૬૪
આઝાદી પહેલાં અને પછી
ભાગવતું હતું. આ પરિસ્થિતિમાં કેવી રાજકીય શૈલી વિકસિત થઈ એને અંદાજ મેળવી શકાય એમ છે.
૧૯૫૧ ની રાષ્ટ્રવ્યાપી ચૂંટણી સમયે સૌરાષ્ટ્રમાં પ્રજામ`ડળના કોંગ્રેસી આગેવાન અને ગિરાસદારી નાખૂદીને લીધે તેમજ રજવાડાંના વિલયને લીધે પ્રતિક્રિયા વ્યક્ત કરનારાં ક્ષત્રિય-પરિબળાને સામસામેા ચૂંટણી-સ ંઘષ' થયા. લેાકસભા-વિધાનસભામાં ફ઼્રૉંગ્રેસને બહુમતી મળી. વિરેધ પક્ષનુ પણ સંસદીય લેાકશાહીમાં મહત્ત્વનું સ્થાન છે એ સમજ વિકસવાની બાકી હતી. આ પરંપરા ત્રણેક સામાન્ય ચૂંટણીઓ સુધી રહી. સૌરાષ્ટ્રનુ પહેલુ પ્રધાનમ`ડળ શ્રી ઉછરીંગરાય નવલશંકર ઢેબરના મુખ્યમંત્રી પદે રચાયું. ૧૯૫૪ માં ઢેબરભાઇને કેંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા એટલે એમનુ સ્થાન રસિકલાલ પરીખે લીધું. આ વર્ષામાં આરઝી હકૂમતના સેનાની શામળદાસ ગાંધીએ મતભેદને લીધે રાજીનામું આપ્યુ. ફી-વધારાના પ્રશ્ને કેળવણી–પ્રધાન બળવંતરાય મહેતાને રાજીનામુ આપવું પડયું. એ પહેલાં નાનાભાઈ ભટ્ટ પણ સરકારમાં રહી શકયા નહિ. સૌરાષ્ટ્રને આ વર્ષોમાં મુખ્યત્વે ફી–વધારો, બહારવટિયાઓના ત્રાસ વગેરે પ્રશ્નોનો સામના કરવા પડયો.
ગુજરાતમાંથી ચૂંટાઈ આવેલા ડૉ. જીવરાજ મહેતા, ઇંદુમતીબહેન શેઠ, બાબુભાઈ જશભાઈ પટેલ, દિનકરરાય દેસાઈ વગેરેએ મુંબઈ વિધાનસભામાં અને પ્રધાનમંડળમાં સ્થાન મેળવ્યું હતું. પછીથી ગુજરાત રાજ્યની સ્થાપના થતાં એમાંના ઘણા નેતાઓને એમાં સ્થાન મળ્યું.
૧૯૫૭ ની સામાન્ય ચૂંટણીમાં પહેલી વાર વિરોધપક્ષ પ્રભાવ બતાવી શકયો. તળ–ગુજરાતના મહેસાણા-ખેડા-અમદાવાદમાં જનતા પરિષદના કેટલાક નેતાએ વિજયી બન્યા. સૌરાષ્ટ્રમાં કોઈક સ્થાને પ્રજાસમાજવાદી પક્ષને એકાકી વિજય મળ્યા, પણ મુખ્યત્વે પટેલ-પાટીદાર-ક્ષત્રિયના ટેકાથી ૉંગ્રેસ બહુમતી મેળવતી આવી. ૧૯૬૦ પછી સત્તાનું આ સમીકરણ બદલાતું થયુ અને વિરેધપક્ષનુ નવેસરથી ધ્યાનપાત્ર અસ્તિત્વ દેખાયું. જનતા પરિષદ, પ્રજાસમાજવાદી વગેરે પક્ષાના ઘણાખરા નેતાઓએ વહેલા-મેડા કેંગ્રેસમાં પ્રવેશ મેળવ્યેા.
ગુજરાત રાજયનું માળખુ
દરેક પ્રદેશમાં વિકસિત અને અવિકસિત વર્ગનુ અસ્તિત્વ પણ એના એકમાની સ્થિતિમાં મહત્ત્વના ભાગ ભજવે છે. દ્વિભાષી રચના દરમ્યાન ગુજરાતના મહીકાંઠાથી ડુ ંગરપુર વાંસવાડા પંચમહાલ ઝામુઆ ભચ અને સુરતના કેટલાક