________________
૧૩૪
આઝાદી પહેલાં અને પછી
જગ્યા ફાળવવામાં આવી હતી. આ સભાને માત્ર ચર્ચા કરવા સિવાય અન્ય અધિકાર ન હતો. રાજા પાસે બધી સત્તા હતી એટલે આ સુધારે અર્થહીન હતા.૩૪ લીંબડી–સત્યાગ્રહ
લીંબડી રાજ્યની આવક મુખ્યત્વે જમીન-મહેસૂલની હતી અને રાજ્ય ભાગબટાઈ દ્વારા ત્રીજ અથવા ચોથે ભાગ ખેડૂતો પાસેથી લેતું હતું. રાજ્યની કુલ આવકને પચાસ ટકા ભાગ રાજકુટુંબના અંગત ખર્ચ પેટે વપરાતો હતો,
જ્યારે શિક્ષણ અને આરોગ્ય વગેરે જાહેર સેવાઓ પાછળ થોડે ખર્ચ થતો હતો. યુવરાજનું ચારિત્ર્ય શંકાસ્પદ હતું અને દરબારનાં કુટુંબીઓ તરફથી એક કન્યાનું અપહરણ કરીને અને મુંબઈ લઈ જવાઈ હતી. પ્રજાના આગેવાને પાસે કન્યાના પિતાએ ફરિયાદ કરતાં રસિકલાલ પરીખે એક જાહેર સભા બોલાવી હતી અને એમાં કન્યાની મુક્તિ માટે માગણી કરવામાં આવી હતી. આ સિવાય લે કે એ જવાબદાર તંત્રની માગણી પણ મૂકી હતી. યુવરાજે આ બાબત મીઠી મીઠી ગોળ ગોળ વાત કરી અમદાવાદ અને મુંબઈમાં વસતા લીંબડીના પ્રજાજનોને ચર્ચા માટે નિમંત્રણ આપ્યું હતું. ઠાકોર દિગ્વિજયસિંહજી તથા કારભારી ફતેહસિંહજીએ મીઠાશ રાખી માગણી ગ્રાહ્ય રાખવાને દેખાવ કર્યો, પણ એમની પ્રવૃત્તિ લીંબડી શહેર પૂરતી જ મર્યાદિત રાખવા જણાવ્યું. આ દરખાસ્ત આગે વાનોને સ્વીકાર્યું ન હતી તેથી ૨૪-૧૨-૩૮ ના રોજ લીંબડી પ્રજામંડળની સ્થાપના કરવામાં આવી અને રાજ્યે જતી દંડ જેલ વગેરેની સજા કરી દમનકારી પગલાં ભર્યા. પ્રજામંડળની આગેવાની વેપારીઓ પાસે હતી એટલે શહેર અને ગામડાંઓમાં એમનાં ઘરોને વ્યવસ્થિત રીતે લૂંટવામાં આવ્યાં અને જાનની ધમકી પણ આપવામાં આવી છતાં લકે અડગ રહ્યા હતા. ૧-૧-૧૯૩૯ ના રોજ “કાઠિયાવાડ રાજકીય પરિષદની કારોબારીની એક સભા લીંબડીમાં દરબાર ગોપાળદાસના પ્રમુખપણું નીચે બોલાવવામાં આવી તેથી રાજ્ય ચકી ઊઠયું અને મંડળને તેડવા ગરાસદારો બ્રાહ્મણે મુસલમાન વગેરેને ઉશ્કેરવામાં આવ્યા. શહેર અને ગામડાઓમાં લેકોને રક્ષણ આપવાનું બંધ કરી ભાડૂતી લેકો અને ગરાસદારે મારફત લેકને લૂંટવામાં આવ્યા અને એમની મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આમ છતાં ૧૯-૨-૧૯૩૯ ના રોજ “કાઠિયાવાડ રાજકીય પરિષદ’ ભરવાનું નક્કી કરાયું. આ પ્રસંગે સભાસ્થાન ઉપર હુમલા કરી ગુંડાઓએ હાજર રહેલા લોકોને માર માર્યો. શિયાણીની ચંચળબહેન નામની આગેવાન કાર્યકર્તા બહેન ઉપર અમાનુરી ત્રાસ ગુજારવામાં આવ્યો છતાં લેક અડગ