________________
દેશી રાજ્ય
૧૦૩ તંત્રની માગણી જોરદાર બની અને પરિણામે રાજકોટથી લેક્લડતની શરૂઆત થઈ. રાજકોટમાં ધમેદ્રસિંહજીના દીવાન વીરાવાળાએ આપખુદીથી રાજ્યની આવક વધારવા ઓગસ્ટ, ૧૯૩૮ માં જુગાર રમવાના અખાડાઓને ઇજારે આપે, બરફ દીવાસળી અને વીજળીને સામાન વેચવાને પણ ઈજારે આપે. પ્રજામંડળે જુગાર અને ઇજારાશાહી નાબૂદ કરી, જમીન-મહેસૂલના દરમાં ૧૫ ટકાને ઘટાડે કરી જવાબદાર રાજ્યતંત્ર આપવા રાજા પાસે માગણીઓ મૂકી અને એક સભા ભરી. પિલીસે સભામાં લાઠીચાર્જ કરી મુખ્ય કાર્યકર્તાઓની ધરપકડ કરી, આથી પરિષદના પ્રમુખ સરદારે રાજ્યના દમન અંગે જવાબ માગે અને આંદોલનને ખાળવાનું અશક્ય જણાતાં રાજ્ય પ્રજામંડળની બધી માગણીઓ સ્વીકારી સમાધાન કર્યું. દીવાન વીરાવાળાને રાજીનામું આપવું પડયું અને જમીન-મહેસૂલમાં ૧૮ ટકા ઘટાડો કર્યો. વીરાવાળાની જગ્યાએ આવેલ દીવાન કેડલ સાત પ્રજાકીય સભ્યની અને ત્રણ અધિકારીઓની બનેલી કાઉન્સિલને રાજ્યને વહીવટ સોંપવા તૈયાર થયા, પણ પોલિટિકલ એજન્ટ ગિબ્સન અને વીરાવાળાની કુટિલ નીતિને કારણે રાજ્ય સમાધાનને ભંગ કર્યો અને સરદારે સૂચવેલાં સાત નામમાં પિતાને અનુકૂળ માણસોને મૂકીને સેકસ માણસની સંખ્યા ચાર રહે અને બાકીના એમના મળતિયાઓને સ્થાન મળે એવી યુતિ કરી, આથી રાજકેટની લડતને પુનઃ આરંભ થયો. લેકે ઉપર ખૂબ જુલમ ગુજારવામાં આવ્યા. રાજકેટને પ્રશ્ન સમગ્ર સૌરાષ્ટ્રને પ્રશ્ન બને, આથી ગાંધીજીએ મણિબહેન પટેલ અને કસ્તૂરબાને જાતતપાસ માટે રાજકોટ મેકલ્યાં, પણ ૧૦-૧-૧૯૩૯ થી દીવાનપદ છોડી ગયેલા કંડલના સ્થાને ફરી દીવાન તરીકે આવેલ વીરાવાળાએ મચક આપી નહિ. રાજકેટની લડતથી અને રાજાના વચનભંગથી વ્યથિત થઈ ગાંધીજી ૧૯૩૯ ના ફેબ્રુઆરીની ૨૭ મીએ રાજકોટ આવ્યા અને કાઉન્સિલની રચના અંગે મતભેદ દૂર કરવા વાટાઘાટો આરંભી, જેમાં નિષ્ફળતા મળતાં ગાંધીજીએ માર્ચની ત્રીજીએ ઉપવાસ શરૂ કર્યા. વાઈસરોયે દરમ્યાનગીરી કરી અને સમગ્ર કેસ દિલ્હીના ચીક જસ્ટિસ મોરિસ ડ્રાયરને સોંપવા ઠાકરે ખાતરી આપતાં ગાંધીજીએ ઉપવાસ છોડ્યા. મેરિસ વાયરે સરદારના અર્થધટનને માન્ય રાખ્યું અને સરદારે સૂચવેલાં નામની યાદીમાં રાજ્યને ફેરફાર કરવા હકકે નથી એ ચુકાદો આપ્યો, પણ સર્વસંમત સભ્યોનાં નામે અંગે મતભેદ ચાલુ રહ્યો. અંતે ગાંધીજીએ મલિન સામંતશાહી તોથી પિતાની હાર કબૂલી અને રાજકોટને પ્રશ્ર નિરાકરણ વિના પડી રહ્યો. ત્યારબાદ રાજાએ નીમેલી કમિટીએ આપેલા રિટ પ્રમાણે ૪૦ ચૂંટાયેલા અને ૨૦ નિયુક્ત થયેલા સભ્યોની પ્રતિનિધિ-સભાની રચના કરવામાં આવી. ૪૦ ચૂંટાયેલા સભ્યો પૈકી મુસલમાને ગરાસિયા અને પછાતવર્ગને ૧૪