________________
૧૩૦
આઝાદી પહેલાં અને પછી સભ્યોની સંખ્યા વધારી તથા રૂપિયા એક કરોડનું ટ્રસ્ટ દાદાની યાદમાં ઊભું કરીને શુભ શરૂઆત કરી હતી.
૧૯૪૨ ની ‘હિંદ છોડો'ની ચળવળમાં પ્રજામંડળે ભાગ લીધો હતો, વિશ્વયુદ્ધ (૧૯૩૯-૧૯૪૫) દરમ્યાન પ્રજામંડળની ચળવળ મંદ પડી હતી, પણ ૧૯૪૬ માં રાજ્યમાં ચૂંટણી થઈ હતી તેમાં પ્રજામંડળે સારી બહુમતી પ્રાપ્ત કરી હતી, પણ યુદ્ધ પૂર્ણ થયા બાદ પ્રજામંડળ સાથે પ્રતાપસિંહરાવને ઘર્ષણ થયું હતું. અંતે દરબાર ગેપાળદાસ સાથે વાટાઘાટ કરીને જવાબદાર તંત્ર સરદારશ્રીની સલાહ મુજબ આપવા રાજ્ય નક્કી કર્યું, પણ આમાં મતભેદ થતાં ડો. જીવરાજ મહેતાના પ્રધાનમંડળે પ્રતાપસિંહરાવને પદભ્રષ્ટ કરવા અને એમના નાણાકીય વ્યવહારની તપાસ કરવા ઠરાવ કર્યો. છેવટે ૨૫-૮-૧૯૪૮ ના રોજ રાજાએ સંપૂર્ણ જવાબદાર તંત્ર આપવાની જાહેરાત કરી, પણ રાજાએ અગાઉ રજૂ કરેલું શુભેરછાનું વાતાવરણ લુષિત કર્યું અને એમને રાજગાદી અને સાલિયાણું બંને ખોવાં પડ્યાં. રાજ્યનું મુંબઈ રાજ્ય સાથે ૧-૫-૧૯૪૯ના રોજ જોડાણ થતાં આ પ્રકરણને અંત આવ્યો.૩૨ કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના અને અસહકાર
સૌરાષ્ટ્રમાં બંગભંગ તથા સ્વદેશી-ચળવળની અસર ભાવનગર વઢવાણ અને રાજકેટ જેવાં શહેરમાં જ પડી હતી. ભાવનગરમાં “સ્વદેશીમંડળ” વિદ્યાથી
એ શરૂ કર્યું હતું. ટિળક મહારાજ અને એની બિસન્ટની હોમરૂલ–લીગની અસર પણ અમુક અંશે કેળવાયેલા વગ ઉપર થઈ હતી. કવિ મહારાણીશંકરનાં વ્યાખ્યાને અને રાષ્ટ્રગીતની તથા આર્યસમાજ અને થિયોસેફિકલ સોસાયટી વગેરેની પણ જનતા ઉપર અસર પડી હતી. ગુજરાતમાં અસ્મિતાનું પ્રકટીકરણ સર્વત્ર જણાતું હતું. ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાંથી થયેલા આગમનને કારણે પણ લેકમાં આશા પ્રગટી હતી અને એમના પ્રયાસથી વીરમગામની લાઈનદોરી દૂર થઈ હતી. આમ સર્વત્ર જાગૃતિને કારણે ૧૯૧૯ માં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના થઈ. એના સભ્યોએ વિનીત પક્ષની નીતિ અનુસાર બ્રિટિશ રાજ્યને વફાદાર રહી સામાજિક અને રાજકીય પ્રશ્નો હલ કરવા પ્રયત્ન કર્યા. ૧૯૨૧ માં “કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના થતાં આ સભા બંધ થઈ ગઈ.
સૌરાષ્ટ્રના પ્રશ્નોની વિચારણા માટે રાજકોટના રાજવી લાખાજીરાજની પ્રેરણાથી વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપણા નીચે પરિષદનું પ્રથમ અધિવેશન રાજકોટમાં થયું. આ પગલાથી એજન્સીમાં ફફડાટ થયે અને ઢસાના દરબાર ગોપાળદાસે સત્તાત્યાગ કર્યો ને કોંગ્રેસમાં જોડાયા. સૌરાષ્ટ્રની હતાશ પ્રજામાં પ્રાણ પુરા અને સદીઓથી ગુલામીની ઘોર નિદ્રામાં પહેલી જનતાને જાગ્રત કરવા એના નેતાઓએ કમર કસી સામંતશાહી પરિબળોને પડકાર ફેંક્યો.