________________
દેશી રાજ્ય
૧૨૯
ગાળો દઈને અને ક્યારેક તમાચા મારીને અપમાનિત કરવામાં આવ્યા હતા. ૧૯૩૭ ના વિસનગર અધિવેશન પછી સરકારની જોહુકમી વધી હતી. ડબકાને ૧૩૦૦ એકરમાં આવેલા શિકારખાનાને ત્રાસ પણ અસહ્ય હતો. લાંચરુશવતની બદી પણ ખૂબ ફલી હતી અને નોકરશાહી ખૂબ વકરી ગઈ હતી. આ કારણે ભાદરણ અધિવેશનના પ્રમુખ તરીકે સરદાર પટેલને પસંદ કરવામાં આવ્યા હતા. સરદાર પટેલે ૨૮-૧૦-૩૮ ના રોજ ભાદરણ અધિવેશનમાં ઉપયુક્ત બાબતેને ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે ત્રીસ વરસ ઉપર ધારાસભાની સ્થાપના થઈ હતી, પણ અહીં નાલાયકાતની જ તાલીમ મળતી હતી. વડોદરા પ્રજામંડળે બાવીસ વરસ સુધી ધીરજપૂર્વક રાહ જોયા છતાં રાજ્યના પેટનું પાણી પણ હાલ્યું ન હતું અને એની જૂની રીતરસમ ચાલું રાખીને પ્રજાપીઠનની પ્રવૃત્તિ ચાલુ જ હતી. સરદારે વડોદરા રાજ્યની દારૂના છૂટા વેચાણની નીતિ મુંબઈ રાજ્યની દારૂબંધીની નીતિને કેવી રીતે બાધક હતી એ સમજાવી દારૂબંધી દાખલ કરવા અને મહેસૂલના દર ઘટાડવા જણાવ્યું હતું, પણ રાજ્યનાં સ્થાપિત હિતને અને અમલદારશાહીને આ સૂચને ગમ્યાં ન હતાં. સરદાર પટેલના ઉબેધનને કારણે પ્રજામંડળના નેતાઓમાં વધુ આત્મવિશ્વાસ આવ્યો હતો અને એમણે વધારે ઉગ્રતાથી કાર્ય કરવાની શરૂઆત કરી હતી. હરિપુરા કોંગ્રેસના ઠરાવને કારણે પણ પ્રજામંડળની પ્રવૃત્તિને વેગ મળ્યો હતે. અત્યાર સુધી તટસ્થ રહેવાની નીતિ કોંગ્રેસે તજી દેવાની શરૂઆત કરી હતી. માંગરોળ અને પલસાણ તાલુકાએમાં સરદાર પટેલ પોતે ફર્યા ને ખેડૂતોને જાગ્રત કર્યા અને વકરી ગયેલી
કરશાહીમાં ફફડાટ પેસી ગયે, આથી મહેસૂલમાં રૂ. ૨૦ લાખ ઘટાડ્યા અને મતાધિકાર વિસ્તૃત કર્યો તેમ ધારાસભામાં પ્રજાનું પ્રતિનિધિત્વ વધાર્યું.
તા. ૨૦-૩-૦૯ ના રોજ વડોદરા શહેર અને જિલ્લા તરફથી સરદારને માનપત્ર અને રૂ. ૨૫,૦૦૧ ની થેલી આપવાને કાર્યક્રમ રખાયો હતો. સરદારવિરોધી પત્રિકા વહેંચીને મરાઠીભાષી પ્રજાજનોને ઉશ્કેરવામાં આવ્યા હતા. પરિણામે વડોદરામાં તોફાન ફાટી નીકળ્યાં હતાં, જેમાં સરદારના સરઘસ ઉપર પથ્થરમારો કરાયું હતું અને જેડા ફેંકીને અપમાન કરાયું હતું. આ પ્રસંગે ત્રણેક દિવસ તેફાન થયાં હતાં અને પ્રજામંડળ-વિરોધી સરઘસમાં ભાગ લેનારાઓએ ગુજરાતી લત્તાઓમાં લોકો ઉપર હુમલા પણ કર્યા હતા.
૧૯૪૦ માં ૬૦ સભ્યોની ધારાસભામાં પ્રજામંડળના ઉમેદવાર સારી સંખ્યામાં ચૂંટાયા હતા. પ્રતાપસિંહરાવે મહેસૂલમાં ઘટાડો કરી, ધારાસભાના