________________
દેશી રાજ્યો
૧૭
ના ડિસેમ્બર માસમાં થયેલા કોંગ્રેસના અધિવેશનમાં દેશી રાજ્યની જવાબદાર રાજ્યતંત્રની માગણીને ટેકો આપ્યો હતો. આમ ક્રમશ: કોંગ્રેસે દેશી રાજ્યોના પ્રશ્નોમાં રસ લેવાની શરૂઆત કરી હતી.૨૮
આ કાલ દરમ્યાન રાણપુરથી ૧૯૨૧ માં શરૂ કરાયેલા સૌરાષ્ટ્ર' પગે અમૃતલાલ શેઠના તંત્રી પણ નીચે “કાઠિયાવાડ રાજકીય પરિષદને સંદેશે ગામડે ગામડે પહોંચાડવાનું અને સદીઓની ગુલામીની ઘોર નિદ્રામાંથી પ્રજાને જગાડવાનું કાર્ય કર્યું હતું. દેશી રાજ્યના એકહથ્થુ અન્યાયી તંત્રથી અને આપખુદીથી પ્રજાને પીડતા અધિકારીઓના કાર્યની ખબરે પ્રસિદ્ધ કરાયે જતી હોવાથી રાજ્યના સત્તાધીશોની નિરંકુશ ગતિ ઉપર અંકુશ મુકાયો હતો. “જન્મભૂમિ ફૂલછાબ” તથા “વંદે માતરમ” પત્રોએ પણ અમૃતલાલ શેઠ, શામળદાસ ગાંધી અને ઝવેરચંદ મેધાણીની તીખી તમતમતી કલમોથી દેશી રાજ્યના રાજવીઓનાં કાળાં કૃત્ય ખુલ્લાં પડ્યાં હતાં અને તેઓએ પ્રજામાં જાગૃતિ લાવવા મહત્ત્વનો ફાળો આપે હતા, તેથી દેશી રાજ્યમાં “પ્રજામંડળે” સ્થાપવાની પ્રજામાં હિંમત આવી હતી. દેશી રાજ્યમાં ખુલ્લી ચળવળ કરવાનું અશક્ય હેવાથી દેશી રાજ્યના કાર્યકરે વઢવાણ રાજકોટ રાણપુર અમદાવાદ અને મુંબઈ જેવાં બ્રિટિશ હિંદમાં આવેલાં સ્થળોએ રહીને, રાજાઓ સામે મંડળે સ્થાપીને ઝુંબેશ ચલાવતા હતા. પરિણામે વડોદરા રાજકોટ ભાવનગર પિરબંદર જામનગર ઈડર માસા વગેરે રાજ્યોમાં પ્રજામંડળોની પ્રવૃત્તિ શરૂ થઈ હતી.૩૦ | દેશી રાજ્યોની પ્રજામાં ભારે કરવેરા, વેઠની પ્રથા, મહેસૂલને ઊંચે દર, નિષ્પક્ષ ન્યાયને અભાવ, રાજવીઓ અને અમલદારોની નીતિભ્રષ્ટતા, શોષણનીતિ અને લાંચરુશવતગીરી તથા રાજાઓની બેફામ ઉડાઉગીરી અંગે ભારે અસંતોષ પ્રવતતે હતે. બ્રિટિશ હિંદમાં ચાલતી રચનાત્મક પ્રવૃત્તિઓને પણ દેશી રાજ્યોમાં વિરોધ થતું હતું, કારણ કે તેઓની આવકમાં આવ્યા ઘટાડે થતું હતું અને પ્રજામાં જાગૃતિ આવવાથી ભવિષ્યમાં એમની સ્વાથી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવે અને જવાબદાર તંત્રની માંગણી પણ કરે એ ડર રહેતા હતા. આ કારણે રાજ્યોએ સભા સરઘસ સૂત્રોચ્ચાર ધ્વજવંદન જેવી નિર્દોષ પ્રવૃત્તિઓ ઉપર પણ પ્રતિબંધ લાદ્યા હતા અને પ્રતીકાર કરનારને ભારે સજા કરી કે રાજ્ય બહાર દેશનિકાલ કરી, માલમિલક્ત જપ્ત કરવાની ધમકી આપી, લાઠીમાર વગેરે દમનકારક પગલાં લઈને લોકોની ચળવળ દબાવી દેવા પ્રયત્ન કર્યો હતે.૩૧ વડેદરા પ્રજામંડળ
અરવિંદ ઘોષ તથા “અભિનવ ભારત' ના ક્રાંતિકારીઓની વડોદરામાં ઘણી અસર હતી. બંગભંગની તથા સ્વદેશીની ચળવળને કારણે પ્રજામાં જાગૃતિ આવી