________________
૧૨૬
આઝાદી પહેલાં અને પછી
આપીને સહાય પણ કરી હતી, પણ મોટા ભાગના રાજવીઓનાં આપખુદ શાસન તથા લખલૂટ ખર્ચાને કારણે તેઓ અપ્રિય બન્યા હતા. અંગ્રેજ સરકાર દેશી રાજાઓને પ્રજાકીય જવાળ સામેની રક્ષણાત્મક દીવાલ ગણીને એમને અંદરખાનેથી રક્ષણ આપતી હતી અને બદલામાં એમની પાસેથી વફાદારીની આશા રાખતી હતી. દેશી રાજય ભારતમાતાના દેહ ઉપર ગૂમડાં સમાન હતાં. બ્રિટિશ હકૂમતની સલામતી ઉપર એમની સલામતીને આધાર હતે. કાયમી રક્ષણની ખાતરીને કારણે દેશી રાજ્યની પ્રજાની યાતનામાં અનેકગણું વધારે થયા હતા અને એમનામાં તીવ્ર અસંતોષ પ્રવર્તતે હતે.
- અંગ્રેજ સત્તાધારીઓએ દેશી રાજ્યોને તેઓના વહીવટમાં સુધારા દાખલ કરવા સૂચના આપી હતી, પણ આ એમને દંભ હો, અંદરખાનેથી બ્રિટિશ સત્તાવાળા પોતાની પ્રજાને સ્વશાસન માટે તૈયાર કરનાર લાખાજીરાજ કે સયાજીરાવ જેવા પ્રગતિશીલ રાજવીઓના કારભાર તરફ અણગમો અને શંકાની દૃષ્ટિથી જેતા હતા. ૨૮
સામાન્ય રીતે દેશી રાજ્યના કારભામાં બ્રિટિશ હિંદના નાગરિકને માથું મારવાને અધિકાર ન હતે. ખુદ ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસની નીતિ પણ દેશી રાજ્યના પ્રશ્નોમાં માથું ન મારવાની હતી અને ગાંધીજીએ એમને અભિપ્રાય
અવારનવાર વ્યક્ત કર્યો હતો કે દેશી રાજ્યના પ્રશ્નમાં માથું મારવાથી એમનાં હિતોને લાભ કરતાં નુકશાન થવાનો સંભવ વધારે છે. અંગ્રેજો આ દેશમાંથી વિદાય થયા પછી દેશી રાજ્યોને પ્રશ્ન સહેલાઈથી પતી જશે એમ એઓ માનતા હતા. ઝાડ કપાઈ જશે તે ડાળાં સાથે જ પડશે આમ છતાં ગાંધીજી “હરિજન” પત્ર દ્વારા રાજાઓના જુલમની ઝાટકણી કાઢતા હતા અને એમની જાતને પ્રજાના ટ્રસ્ટી ગણીને સ્વશાસન આપવા આગ્રહપૂર્વક સમજાવવાનું ચૂક્યા ન હતા. ૧૯૨૮ સુધી કોંગ્રેસે એ નીતિ અપનાવી હતી કે દેશી રાજ્યની પ્રજાએ પિતાના પગ ઉપર ઊભા રહેવું જોઈએ અને બહારની મદદ ઉપર આધાર રાખવો જોઈએ નહિ. ઈસ. ૧૯૯૭ માં કોંગ્રેસને ભારતવર્ષનાં મેટા ભાગનાં રાજ્યોમાં ચૂંટણીમાં બહુમતી મળતાં આ નીતિમાં પરિવર્તન આવ્યું હતું અને દેશી રાજ્યની પ્રજામાં હિંમત આવી હતી, તેથી માત્ર ઠરાવો કે વિનંતી ન કરતાં તેઓએ સામૂહિક સત્યાગ્રહને માગ સ્વીકાર્યો હતો. અગાઉ ઈ. સ. ૧૯૨૭ના ડિસેમ્બરની ૧૭મી તારીખે ઓલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ કૉન્ફરન્સ’ની પ્રથમ સભા મુંબઈમાં મળી હતી. આ મીટિંગમાં અમૃતલાલ ઠક્કર, મણિલાલ કેઠારી, બળવંતરાય મહેતા વગેરેએ હાજરી આપી હતી અને દરેક દેશી રાજ્યમાં ખાદી દારૂબંધી તેમ પછાત વર્ગના ઉદ્ધાર માટે રચનાત્મક કામ કરવા મંડળે સ્થાપવાની હિમાયત કરી હતી. ૧૯૨૭