________________
દેશી રાજ્ય
૧૧૯
(૧૨) વઢવાણ જશવંતસિંહજી (૧૯૧૨–૧૮૧૮)
ઠાકર જશવંતસિહજી છ વરસ રાજ કરીને ૨૨-૨-૧૯૧૮ ના રોજ અવસાન પામ્યા હતા. જોરાવરસિંહજી (૧૯૨–૧૯૩૪)
એમના પછી એમના પુત્ર ઠાકોર જોરાવરસિંહજી ગાદીએ આવ્યા. તેઓ પુખ્ત વયના થયા ત્યારે ૧૬-૧-૧૯૨૦ ના રોજ રાજ્યને કારભાર સંભાળ્યા હતે. કાઠિયાવાડ રાજકીય પરિષદનું બીજુ અધિવેશન વઢવાણ કેમ્પમાં ૧૯૨૨ ના નવેમ્બર માસમાં અબ્બાસ તૈયબજીના પ્રમુખપણ નીચે થયું હતું. ઈ. સ. ૧૯૩૯ માં લીંબડીમાંથી હિજરત થઈ ત્યારે ઘણા લેક નવા શહેર જોરાવરનગર અને વઢવાણમાં વસવા આવ્યા હતા. વઢવાણ રેલવે–જકશન હોવાથી તથા એજન્સીનું મથક હોવાથી એને વિકાસ થયે. વીરમગામ-કસ્ટમબારી ઉઠાવી લેવાથી લોકોની હાડમારીમાં રાહત થઈ હતી. વઢવાણમાં ૧૯૨૫ માં જશવંતસિંહજીના સ્મરણરૂપે રાજ્ય હસ્પિટલ શરૂ કરી હતી. પ્રાથમિક શિક્ષણ મફત હતુ, હવે માધ્યમિક શિક્ષણની ફી ૧૯૨૧-૨૨ માં માફ કરી હતી. રાજ્યમાં કપાસના પાક સારો હતો તેથી વઢવાણમાં જીન પ્રેસ શરૂ કરાયું હતું. સુરેંદ્રસિંહજી (રાજત્વ ૧૯૩૪–૧૯૪૮)
સુરેદ્રસિંહજી ૧૯૩૪ થી ૧૯૪૨ સુધી સગીર હતા. સને ૧૯૩૭ માં કાન્તિ કોટન મિલ વઢવાણમાં શરૂ કરાઈ હતી. આ ઉપરાંત “તરના સાબુ તરીકે ઓળખાતે સાબુ ગૃહઉદ્યોગ તરીકે બનાવાતો હતો. દેના બેન્ક સુરેન્દ્રનગરમાં ૧૯૪૫ માં શરૂ કરાઈ હતી. રાજ્યમાં ખેડૂતો પાસેથી ભાગબટાઈ અને વિઘેટી– પદ્ધતિથી મહેસૂલ લેવાતું હતું. સુરેંદ્રસિંહજીની સગીર અવસ્થા દરમ્યાન ત્રણ સભ્યોની બનેલી રિજન્સી કાઉન્સિલે વહીવટ સંભાળ્યો હતે (૧૯૩૪–૧૯૪૨). એમના સમયમાં “વઢવાણ કેમ્પ” નામ બદલી એને “સુરેંદ્રનગર” નામ આપવામાં આવ્યું હતું. આમ થતાં શહેરી વસાહત વ્યવસ્થિત થઈ અને જંકશન તરીકે એ મુખ્ય જેવું બની ગયું.
સુરેદ્રસિંહજીએ પુખ્ત ઉંમર થતાં ૮-૬-૧૯૪૨ ના રોજ રાજ્યને કારે બાર સંભાળ્યા હતા. રાજ્ય ૧૯૪૮ માં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં એમાં ભળી ગયું હતું. ૨૦