________________
૧૧૮
આઝાદી પહેલાં અને પછી
(૧૧) ધ્રાંગધ્રા ઘનશ્યામસિંહજી (૧૯૧૧-૧૯૪૨) - ઘનશ્યામસિંહજીને પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સરકારને મદદ કરવા બદલ સરકારે કે. સી. આઈ. ને ઈલ્કાબ આપ્યો હતો અને મહારાજા ને દરજજો આપવામાં આવ્યો હતો તેમ એમનું ૧૩ તેનું બહુમાન કાયમ કરવામાં આવ્યું હતું. ૧લ્ટર માં એમને જી. સી. આઈ. ઈ. ને ઈલ્કાબ આપવામાં આવ્યું હતું. ધાંગધ્રા કેમિકલ વસ' તરીકે ઓળખાતું કારખાનું ઈ. સ. ૧૯૨૬ માં ધ્રાંગધ્રામાં શરૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણના વ્યાપક ફેલાવા માટે ધ્રાંગધ્રા રાજ્ય અગાઉ પ્રાથમિક શિક્ષણ મફત કર્યું હતું. સને ૧૯૦૮-૦૯ માં માધ્યમિક શિક્ષણની ફી નાબૂદ કરી મફત શિક્ષણ આપવાની જોગવાઈ પણ કરી હતી. પરંતુ ધ્રાંગધ્રા રાજ્યમાં ભારે કરવેરા હતા. વડની પ્રથા ગ્રામવિસ્તારમાં સામાન્ય હતી. સૌરાષ્ટ્રના કાર્યકરોની ઈચ્છા હોવા છતાં ધ્રાંગધ્રા રાજ્ય એના રાજયમાં કાઠિયાવાડ રાજકીય પરિષદના છઠ્ઠા અધિવેશન માટે પરવાનગી આપી ન હતી. પરિણામે ધ્રાંગધ્રા અને હળવદમાં હડતાળ પડી હતી અને રાજ્ય દમન ગુજાયું હતું. ૧૯૩૨ માં ફેબ્રુઆરી સુધી સત્યાગ્રહની પ્રવૃત્તિ ચાલી હતી તેમાં લેકજાગૃતિ સિવાય અન્ય કોઈ સફળતા મળી ન હતી.
મયૂરધ્વજસિંહજી (રાજવ ૧૯૪૩-૧૯૪૮)
ઘનશ્યામસિંહજીના અવસાન બાદ મયૂરધ્વજસિંહજી ઉફે મેઘરાજજી ૩ જા ગાદીએ આવ્યા. -૧૦-૧૯૪૩ ના રોજ એકવીસ વરસની વયે એમણે રાજ્યની ધુરા સંભાળી હતી. એમણે વહીવટમાં ધારે કર્યો હતો અને ન્યાયતંત્રને કારોબારીથી અલગ પાડયું હતું. એમના શાસન દરમ્યાન “હરપાલનગર-સિંચાઈ યોજનાનું કામ હાથ ધરાયું હતું. રાજપુર ગામમાં સહકારી ખેતીનો પ્રયોગ કરાયો હતે. શહેર–પંચાયત અને ગ્રામ-પંચાયતને કાયદો ઘડીને એમણે સ્વશાસન માટેની ભૂમિકા તૈયાર કરી આપી હતી. ધારાસભાની પૂર્વભૂમિકા જેવી સ્ટેટ કાઉન્સિલની રચના પણ કરાઈ હતી. ૧૯૪૬ માં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું. બાળલગ્ન ઉપર પ્રતિબંધ મૂકત, વિધવાલગ્નની છૂટ આપતે, સ્ત્રીઓને મિલક્તને હક આપત–એ કાયદા રાજ્ય કર્યા હતા. આમ રાજાએ લેકેના કલ્યાણ માટેનાં અનેક પગલાં લીધાં હતાં. આઝાદી બાદ એમના રાજ્યને એમણે ભારત સંઘ સાથે જોયું હતું અને બીજાઓને એમ કરવા અનુરોધ કર્યો હતે.૧૯ સૌરાષ્ટ્ર રાજ્યના એક્યની રચના અંગે પણ એમણે સક્રિય ભાગ લીધે હતે.