________________
૧૧૦
(૩) જામનગર
રણિજતસિ’હુ (૧૯૦૭–૧૯૩૩)
જામનગરમાં જામ રણજિતસિંહજી ૧૯૦૭ થી રાજ્ય કરતા હતા. ૧૯૧૬ પછી એમણે સેક્રેટરી પદ્ધતિ દાખલ કરી ચાર સેક્રેટરીઓને વિવિધ ખાતાં વહેંચી દીધાં હતાં. ૧૯૧૯ માં એમણે ૫૭ સભ્યાની ક્રાઉન્સિલ નીમી હતી. ૧૯૨૦ માં મહારાજા લીગ ઑફ નેશન્સ'માં ભારતવના પ્રતિનિધિ તરીકે નિયુક્ત થયા હતા. ૧૯૩૨ માં ચૅમ્બર્ ફ પ્રિન્સીઝ'ના તેઓ પ્રમુખ થયા હતા. ૧૯૩૦-૩૧ દરમ્યાન એમણે લન્ડનની ગેાળમેજી પરિષદમાં રાજાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતા. એમના શાસન દરમ્યાન કેટલાંક લોક-ઉપયોગી કાય* થયાં હતાં, જેમ કે ભાગ–ખટાઈ ને બદલે વિધાટી–પ્રથા, વેડ–પ્રથાની નાબૂદી, ખેડૂત ઋણ-રાહત કાયદો, દુષ્કાળ–રાહત ફંડ, દુકાળ–વીમા યોજના, માધ્યમિક શિક્ષણ, વેપાર–ઉદ્યોગ ખાતાની સ્થાપના, ખેડી બંદરના વિકાસ, ઓખા-જામનગર રેલવે લાઇન, જામનગર શહેરને નવા એપ વગેરે. જામ રણજિતસિંહ પ્રખ્યાત ક્રિકેટર હતા, પણ રાજવી તરીકે ભારે કરવેરા નાખીને લેકમાં અપ્રિય થયા હતા. ૧૯૩૩ માં ૬૦ વરસે અવિવાહિત જામ રણુજિતસિ ંહનુ મૃત્યુ થયું હતું
૯
ܘܙ
આઝાદી પહેલાં અને પછી
દ્વિગ્વિજયસિ’હુ (રાજત્વ ૧૯૩૩–૧૯૪૮)
જામ રણજિતસિ ંહજી પછી એમના ભત્રીજા દિગ્વિજયસિંહ (૧૯૩૩) ગાદીએ આવ્યા.૧૯૩૭–૪૪ સુધી તેએ ‘ચૅમ્બર ઑફ પ્રિન્સીઝના ચાન્સેલર હતા. એમના વખતમાં સિંચાઈનાં કેટલાંક તળાવ બંધાયાં હતાં. સિક્કાનુ સિમેન્ટનું કારખાનું, વૂલન મિલ વગેરે નવા ઉદ્યોગ ૧૯૪૪-૪૭ ના ગાળામાં સ્થપાયા હતા. સૌરાષ્ટ્ર રાજ્યની રચનામાં એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યા હતા અને તેએ એના પ્રથમ રાજપ્રમુખ હતા. ‘યુના' માં ૧૯૪૮ અને ૧૯૪૯ માં તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે ગયા હતા.
(૪) કચ્છ
ખે’ગારજી (૧૮૭૬–૧૯૪૨)
કચ્છના મહારાવ ખેંગારજીએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સરકારને મદદ કરી હતી તેથી બ્રિટિશ સરકારે એમને ૧૯૧૭ માં જી. સા. એસ. આઈ.ના તથા ૧૯૧૮ માં ‘મહારાવ’તો શંકાબ આપ્યા હતા. ૧૯૩૧ માં પ્રથમ ગાળમેજી પરિષદમાં રાજાએના પ્રતિનિધિ તરીકે એમણે હાજરી આપી હતી. ૧૯૨૫ માં સરદાર સાથે ગાંધીજીએ