________________
દેશી રાજ્ય
૧૦૯
દેવચંદભાઈ પારેખ, ગુલાબરાય દેસાઈ દેલતરાય દેસાઈ વગેરેના નેતૃત્વ નીચે ભાવનગરમાં રાષ્ટ્રિય શાળા શરૂ કરાઈ હતી. ૧૯૨૯માં રાજ્ય ગ્રામપંચાયતને પ્રોત્સાહન આપી મહેસૂલ ઉઘરાવવાની અને ગ્રામ-સુધારણા ફંડ વાપરવાની સત્તા આપી હતી. ૧૯૨૫ માં ભાવનગરમાં કાઠિયાવાડ પ્રજા પરિષદનું અધિવેશન ગાંધીજીના પ્રમુખપણું નીચે થયું હતું.
કૃષ્ણકુમારસિંહજી (રાજત્વ ૧૯૩૧-૧૯૪૮)
કૃષ્ણકુમારસિંહજી પુખ્ત વયના થતાં ૧૯૩૧ માં એમને સત્તાનાં સૂત્ર સુપરત થયાં. ૧૯૪૩ માં એમણે પંચાયત-ધારે ઘડીને ચૂંટણીનું તત્ત્વ દાખલ કરેલું. ખેતીવાડીને પ્રોત્સાહન આપવા ધોળામાં “માંડેલ ફામ” શરૂ કરાયું હતું અને આંબલા સુરકા રાળધરી સલડી બોટાદ અને રંધોળાનાં સિંચાઈ માટેનાં તળાવ બંધાયાં હતાં. ભાવનગર શહેરનું અદ્યતન વોટર વકૅસ શરૂ કરી, જમીન નીચેની ગટરો શરૂ કરી, બેર તળાવનું વિસ્તૃતીકરણ કરીને ભાવનગર શહેરની સુખાકારી માટે કાળજી લેવાઈ હતી. ૧૯૩૨-૩૪ દરમ્યાન નવું બંદર અસ્તિત્વમાં આવ્યું હતું અને ભાવનગરને વેપાર કેચે પહોંચ્યો હતો. નવી મિલ અને અનેક કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં હતાં અને ઔદ્યોગિકીકરણની શરૂઆત થઈ હતી.
ઈ. સ. ૧૯૩૯ માં બીજુ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું તે વખતે “સિવિક ગાર્ડ'ની પ્રવૃત્તિ નાગરિક સંરક્ષણના ભાગરૂપે રાજ્ય શરૂ કરી હતી. ૧૯૪૧ માં રાજ્ય ૫ સભ્યોવાળી ધારાસભાની નવાજેશ કરી હતી. આ પૈકી ૩૩ સભ્ય
ચૂંટાયેલા હતા. દેશ આઝાદ થતાં ૧૫–૧–૧૯૪૮ ના રોજ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ જવાબદાર રાજ્યતંત્ર આપ્યું હતું. બળવંતરાય મહેતા એના મુખ્ય પ્રધાન હતા. સૌરાષ્ટ્ર રાજ્યની રચના વખતે એમાં જોડાવા ભાવનગર પ્રથમથી અભિલાષા વ્યક્ત કરી જોડાયું હતું.
ભાવનગરના મહારાજા સૌરાષ્ટ્ર રાજ્યના ઉપરાજપ્રમુખ હતા અને મદ્રાસ રાજ્યના રાજ્યપાલ પણ થયા હતા. સોરાષ્ટ્ર રાજ્યના શાસન દરમ્યાન ભૂપત અને એની બહારવટિયા ટોળીની રંજાડ વધી ગઈ હતી, પણ એમને જેર કરવામાં આવ્યા હતા. પ્રજાકીય શાસન દરમ્યાન પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરાયું હતું. નાનાં ગામે માં શાળાઓ ખોલાઈ હતી, રસ્તાઓ અને સિંચાઈનાં તળાનું બાંધકામ હાથ ધરાયું હતું અને પંચાયત અને નગસ્પાલિકાઓને વધારે સત્તા અપાઈ હતી. માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને વધારો થયો હતો. ૧૯૪૮ થી એ રાજ્ય જિલ્લ બની ગયું.