________________
૧૦૪
આઝાદી પહેલાં અને પછી
વઢવાણ થાન દસાડા ઝીંઝુવાડા ભોઈક સોનગઢ ચેક-દાઠા પાળિયાદ અને ચોટીલાનાં થાણું “ઇસ્ટને કાઠિયાવાડ એજન્સી’ નીચે હતાં.
“ઈસ્ટને કાઠિયાવાડ એજન્સી’ નીચે ૧૯૭૧ અને ૧૯૪૧ માં બજાણા ચૂડા લખતર લાઠી મૂળી પાટડી સાયેલા વળા તેમ વઢવાણ સિવિલ સ્ટેશન વગેરે મુકાયાં હતાં. વેસ્ટને કાઠિયાવાડ એજન્સીમાં બીલખા જસદણ જેતપુર ખિરસરા કોટડા-સાંગાણી માળિયા માણાવદર થાણાદેવળી વડિયા વીરપુર અને રાજકોટ સિવિલ સ્ટેશન વગેરે મુકાયાં હતાં. બનાસકાંઠા એજન્સીમાં થરાદ વાવ વારાહી અને અન્ય થાણાં આવેલાં હતાં. પાલનપુર અને દાંતા “રાજસ્થાન એજન્સી નીચે ૧૯૩૧ થી મુકાયાં હતાં. “સાબરકાંઠા એજન્સી' નીચે આંબલિયારા માલપુર માણસા મેહપુર થરા વગેરે રાજય હતાં.
સને ૧૯૪૧ માં તળ-ગુજરાતમાં અન્ય રાજ્ય ગુજરાત સ્ટેટ્સ એજન્સી' નીચે હતાં. આ રા વાડાસિનોર વાંસદા બારિયા ખંભાત છોટાઉદેપુર ધરમપુર લુણાવાડા રાજપીપળા સચીન સંતરામપુર ડાંગ સંખેડા–મેવાસ વગેરે હતાં. “રેવાકાંઠા અને સુરત એજન્સી’ની એકત્ર એજન્સી ગુજરાત સ્ટેટ્સ એજન્સી તરીકે ઓળખાતી હતી. આ રાજ્યોને સંબંધ મુંબઈ રાજ્ય સાથે હતા, તેઓને ૧-૪-૩૧ થી ભારત સરકારની સીધી દેખરેખ નીચે મૂકવામાં આવ્યાં હતાં અને તેથી બડૌદા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી તરીકે એ ઓળખાતી હતી. એને ચાજ વડોદરાના રેસિડેન્ટ પાસે હતો અને એને હેદ્દો “બડીદા અને ગુજરાત સ્ટેટ્સ ના રેસિડેન્ટને કરવામાં આવ્યો હતો. ૧૯૪૪ માં આ એજન્સી નાબૂદ થઈ હતી.
સને ૧૯૪૩ માં એજન્સી બંધ કરીને નાનાં રાજ્ય અને તાલુકાઓને નજીકનાં મોટાં રાજ્ય સાથે ઍટેચમેન્ટ યોજના નીચે જોડવાનું ભારત સરકારે નક્કી કર્યું. બીજી એજન્સી બંધ કરતાં વેસ્ટ ઈન્ડિયા સ્ટેટસ એજન્સી' અને બડીદા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી એમ બે વિભાગ રહ્યા હતા. ૫-૧૧-૪૪ ના
જ એ પણ રદ કરવામાં આવ્યા હતા અને વડોદરાના રેસિડેન્ટને “વડોદરા અને સ્ટેટ્સ ઑફ વેસ્ટ ઈન્ડિયા અને ગુજરાતીને રેસિડેન્ટ બનાવવામાં આવ્યો. આમ ગુજરાતનાં બધાં દેશી રાજ્યના વહીવટની દેખરેખનું કામ એક જ વ્યક્તિ પાસે આવ્યું હતું, જ્યારે મોટાં રાજ્યોને દિલ્હીના પિલિટિકલ ડિપાર્ટમેન્ટ સાથે સીધો સંબંધ હતા.
૧૯૪૧ માં બનાસકાંઠા અને મહીકાંઠાનું એકત્રીકરણ કરી “સાબરકાંઠા એજન્સી’ નામ અપાયું હતું અને “રેવાકાંઠા અને સુરત એજન્સીનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું.