________________
પ્રકરણ ૪
દેશી રાજ્યા (૧૯૧૪ થી ૧૯૪૭)
૧. એજન્સીએ
એકલા સૌરાષ્ટ્રમાં જ ૪૧૮ જેટલાં નાનાં મોટાં રાજ્યા અને જાગીરા હતાં. તેઓનુ સાત શ્રેણીઓમાં વિભાજન કરી ગાહિલવાડ ઝાલાવાડ સારઠ અને હાલાર એમ ચાર પ્રાંતામાં એ વહેંચી નાખવામાં આવ્યાં હતાં. ૧૯૨૩ માં ચાર પ્રાંતાના ચાર વિભાગાને બદલે બે વિભાગ કરવામાં આવ્યા હતા અને તેઓનાં વિભાગીય મથક રાજકોટ અને વઢવાણ ખાતે રાખવામાં આવ્યાં હતાં. રાજકોટની કાઠી-કચેરી નીચે હાલાર અને સારઠ પ્રાંત હતા, જ્યારે વઢવાણની કૉડી-કચેરી નીચે ગોહિલવાડ અને ઝાલાવાડ પ્રાંત હતા. તેને અનુક્રમે વેસ્ટન કાઠિયાવાડ એજન્સી' અને ઇસ્ટન કાઠિયાવાડ એજન્સી' એવાં નામ આપવામાં આવ્યાં હતાં. ઈ. સ. ૧૯૨૪ માં કચ્છ નવાનગર(જામનગર) મોરબી ગાંડળ ધ્રોળ રાજકોટ જૂનાગઢ પાલનપુર રાધનપુર જાફરાબાદ ભાવનગર પાલીતાણા પોરબંદર ધ્રાંગધ્રા વાંકાનેર લીંબડી અને વઢવાણુનાં સત્તર સલામી રાજ્ય સીધાં દિલ્હીની દેખરેખ નીચે મુકાયાં હતાં અને તેની દેખરેખ રાખનાર તે તે મુખ્ય અધિકારી એજન્ટ ટુ ધ ગવન`ર્–જનરલ' તરીકેના હાદ્દો ધરાવતા હતા. બાકીનાં રાજ્ય પૉલિટિકલ એજન્સીની સત્તા નીચે હતાં. ‘પાલનપુર એજન્સી’નું નામ બદલીને ‘બનાસકાંઠા એજન્સી' એવું નવું નામ અપાયું હતું. આમ વેસ્ટન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીના ‘વેસ્ટન કાઠિયાવાડ એજન્સી', 'ઇસ્ટન કાઠિયાવાડ એજન્સી’ અને ‘બનાસકાંઠા એજન્સી' એમ ત્રણ પેટા-વિભાગ હતા. વેસ્ટન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી' નીચે કુલ ૨૦૧ રાજ્યો અને તાલુકા હતાં. એ પૈકી ૮૮ હુકૂમતી અને બાકીનાં બિનહુકૂમતી હતાં. ૧
વેસ્ટન* ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી' નીચેનુ કચ્છ રાજ્ય ૧૯૨૪ પૂર્વ° ‘કચ્છ અને મારી નીચેના આધાઈના પૉલિટિકલ એજન્ટ' નીચે હતુ તે એ. જી. જી. નીચે સીધેસીધું દિલ્હીની દેખરેખ નીચે મુકાયું હતુ. ખાખરા ત્રાફ્રા લોધિકા અને લાખાપાદરનાં ચાર થાણાં વેસ્ટન કાઠિયાવાડ એજન્સી' નીચે મુકાયાં હતાં, જ્યારે