________________
આઝાદી પહેલા અને પછી
એ શ`કાથી હાઈસ્કૂલના આચાયની તપાસ થઈ હતી. ગુણવંતરાય પુરાહિત અને એના ભાઈએ નારણ, કાનજી, જશવંત મહેતા વગેરેએ ટપાલ ને તાર કાપવાની પ્રવૃત્તિમાં ભાગ લીધા હતા.
૭૮
વડોદરા રાજ્યમાં અગ્રગણ્ય કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. કેટલાક જુવાતા બામ્બ બનાવવાની કે ભાંગફાડ કરવાની પ્રવૃત્તિમાં જોડાયા હતા. અમરેલી તથા પાટણની હાઇસ્કૂલે તે કન્યાશાળા ખાળવામાં આવી હતી. ધારી-અમરેલી વચ્ચેના તાર કેશુભાઈ ભાવસાર વગેરેએ કાપ્યા હતા. રતુભાઇ અદાણીએ પણ ભાંગફાડ–પ્રવૃત્તિમાં ભાગ લીધા હતા. ઊંઝામાં મુધાલાલ શાહ નામના ધનિકના પુત્રને ઉઠાવી જવા કાવતરું ઘડાયુ હતું. એમાં ઇજનેર શ્રી મેવાડા, નટવરલાલ રાવળ, તુલસીભાઈ પટેલ વગેરે સંડોવાયા હતા, કાવતરું પકડાઈ ગયુ હતું. સૈજ શેરથા પાસે નટવરલાલ પંડિતની આગેવાની નીચે ૫,૦૦૦ માણસાના ટાળાએ પોલીસને નસાડ્યા હતા અને ઈસડ-કલેલ વચ્ચે ટ્રેન ઉથલાવવા પ્રયાસ થયા હતા. રાજકોટમાંથી ઉછરંગરાય ઢેબર અને વજુભાઈ શુક્લની ધરપકડ કરાઈ હતી. રાણપુર અને વઢવાણમાંથી ફૂલચંદભાઈ અને શિવાનંદ, મુંબઈમાં ઉષા મહેતા વગેરેએ આઝાદ ભારતનું રેડિયા સ્ટેશન શરૂ કર્યુ` હતુ`. સુભાષબાબુની આઝાદ હિંદ ફોજમાં કેટલાક ગુજરાતી જોડાયા હતા, અને બ્રહ્મદેશ મલાયા થાઇલૅન્ડમાં વસતા ગુજરાતીઓએ એને સારી મદદ કરી હતી.
૧૯૪૨ ના અંતભાગમાં ‘હિંદ છેડા'ની ચળવળ, વ્યાપક પ્રજાકીય આંદલન આપોઆપ ધીમુ પડે એ ન્યાયે ધીમી પડતાં ૧૯૪૩ માં એના અંત આવ્યા હતા. આ ચળવળમાં અહિંસક અને હિંસક અને પ્રકારે પ્રતિકાર કરવામાં આવ્યા હતા. સરકારને લશ્કર માટે કાપડ, અનાજ, દવાઓ વગેરેની ખૂબ જ જરૂર હતી તેથી એણે અનાજ ખાંડ કેરોસિન કાપડ વગેરેની માપાધી દાખલ કરી હતી. માંધવારી ખૂબ જ વધી ગઈ હતી અને કાળાં બજાર અસ્વિમાં આવ્યાં હતાં. ઉદ્યોગાને સારો તડાકો પડયો હતેા અને નફાખોરી સાવ`ત્રિક બની હતી. બંગાળના માનવસર્જિ`ત દુકાળમાં લાખા માણસ મરી ગયા હતા. આ પ્રસંગે અનાજ કાપડ અને નાણાંની સહાય ગુજરાતે કરી હતી અને રાહતકેદ્રોના સંચાલન માટે કાયકરા પણ મોકલ્યા હતા. સૌરાષ્ટ્ર અને કચ્છ પરદેશી વિસ્તાર ગણાતા હાવાથી આ પ્રદેશના લોકોને કાપડ ગાળ અનાજ વગેરે પૂરતા પ્રમાણમાં મેળવવાની મુશ્કેલી પડી હતી. બ્રિટિશ હિંદના ભાગામાંથી દેશી રાજ્યામાં ઉપયુ ક્ત વસ્તુ મોકલવા ઉપર અંકુશ હતા એમ છતાં સૌરાષ્ટ્રનાં ખદરા દ્વારા મધ્યપૂર્વ"ના દેશામાં કાપડ ખાંડ દીવાસળી વગેરે છૂપી રીતે વહાણા દ્વારા મેકલાયાં હતાં.