________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૭૨-૭)
૭૭ કેટલાંક દેશી રાજમાં સભા સરઘસ હડતાલ પત્રિકા પ્રકાશન વગેર પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી. ભાવનગરમાં ૯મી ઑગસ્ટના દિવસે કેશવલાલ ઠક્કરના પ્રમુખપણ નીચે સભા મળી હતી. જગુભાઈ પરીખને લડતનું નેતૃત્વ લેવા આદેશ અપાયું હતું. લડતના કાર્યક્રમના ભાગરૂપે સરકારના યુદ્ધના કાર્યક્રમને મદદ થાય એવી પ્રવૃત્તિઓ બંધ કરાવવા પિકેટિંગ કરવા નિર્ણય થયો હતો. દરબારગઢ ચેકમાં દરરોજ લતના સમાચાર અપાતા હતા. લડતના સમાચાર માટે ‘ગે આઝાદી' નામની પત્રિકાનું કામ બાબુભાઈ શાહે ઉપાડી લીધું હતું. સાંજની સભામાં વજુભાઈ શાહ, જાદવજી મોદી, આત્મારામભાઈ ને જગુભાઈ પ્રવચન કરતા હતા. લશ્કરના ગણેશને ઑર્ડર એક દરજી ભાઈ એ લેતાં એને સમજાવી એ ઑર્ડર રદ કરાવ્યો હતો.
ભાવનગર પરાની રેલવેની વર્કશોપમાં યુદ્ધ માટેની યાંત્રિક સામગ્રી તૈયાર થતી હતી, તેથી ૩૦-૮-૧૯૪૨ ના રોજ જગુભાઈ પરીખની નેતાગીરી નીચે ત્યાં પિકેટિંગ ગોઠવવા વિચારાયું હતું, પણ ૩૧-૮-૪ર ના રોજ ડૉ. કેશવલાલ, જગુભાઈ પરીખ, આત્મારામભાઈ, વજુભાઈ શાહ, જાદવજી મેદી, લલ્લુભાઈ મણિયાર અહમદઅલી વોરા, છેલભાઈ ઓઝા, રહેમાન લાખાણી વગેરે ૧૯ આગેવાની ધરપકડ કરવામાં આવી હતી. બળવંતરાય મહેતા કેંગ્રેસની બેઠકમાંથી પાછા ફરતા હતા ત્યારે એમને સુરેંદ્રનગર સ્ટેશને પકડી લેવામાં આવ્યા હતા. નાનાભાઈ ભટ્ટની ર૭-૮-૪૨ ના રોજ ધરપકડ કરાઈ હતી ૨–૧૦-૪૨ ના રોજ બંદર ઉપર દારૂગળે ઊતરતે હતે એવા સમાચાર મળ્યા હતા. ૨,૦૦૦ જેટલાં સ્ત્રી-પુરુષોએ એ અટકાવવા ભાગ લીધો હતે. મનુભાઈ પંચોળી, દેવેંદ્ર દેસાઈ અને પ્રહલાદરાય વકીલની ગેરકાયદેસર પ્રવેશ માટે ધરપકડ કરાઈ હતી. કુલ ૧૧૧ વ્યક્તિ પકડાઈ હતી. મુખ્ય નેતાઓને બે વરસની સખત સજા ને રૂ. ૨,૦૦૦ દંડની સજા કરાઈ હતી. ૫૧ સેનાનીઓને રૂ. ૧,૦૦૦ દંડ કરાયા હતા. ૧૮ જણને કોટ ઊઠતાં સુધીની સજા અને રૂ. ૫૦૦ ને દંડ કરાયો હતો, બાકીનાને છોડી મૂકવામાં આવ્યા હતા. મોટા ભાગના જેલમાં જતાં માણેકબહેન, જયાબહેન શાહ, સરોજબહેન શાહ વગેરેએ લડતની આગેવાની લીધી હતી. એમને કાચી જેલની સજા થઈ હતી. પિોલીસ લાઠીમાર કરતી હતી ત્યારે સરોજબહેને ખસ્યા વિના એમને પડકાર કર્યો હતો. ૨૧-૧૦-૧૯૪૨ ના રોજ સેનાનીઓને કેદ ને દંડની સજા થઈ એ માટે આંબાચોકમાં સભા ભરી હતી અને ૨૩-૧૦-૪૨ ના રોજ સરઘસ-આકારે ભાવનગરના મહારાણીને મળવા ગયા હતા. ૨૩-૧૦-૪રથી દીવાન અનંતરાય પટણીએ મ્યુનિસિપલ હદમાં સભાસરઘસ અને પ્રભાતફેરીની મનાઈ કરી હતી. કુંડલામાંથી ગુપ્ત પત્રિકા બહાર પડતી હતી. એમાં સાઈકલેસ્ટાઈલ મશિન દરબારી હાઈસ્કૂલનું વપરાયું હતું