________________
१०२
બ્રિટિશ કાલ દાખવતા થયા. આની સાથે પશ્ચિમી કલાને પણ પરિચય કેળવાતે ગયો. પોતાની સ્થાપત્યકલા દ્વારા અંગ્રેજોએ પશ્ચિમી કલાને અહીં પ્રવેશ કરાવ્યું. પરિણામે ભારતીય કલાઓમાં અનેક નવીન પ્રવૃત્તિઓ પાંગરી તેમજ ભારતીય કલાના અર્વાચીન સ્વરૂપ પર વિભિન્ન વલણે પ્રગટયાં. અલબત્ત, આ પ્રક્રિયા મુખ્યત્વે વીસમી સદીના પૂર્વાર્ધમાં વિશેષ પાંગરી, પણ એને પ્રારંભ તે મુંબઈમાં સને ૧૮૫૬ માં સર જે.જે. સ્કૂલ ઑફ આર્ટની સ્થાપના થવાની સાથે શરૂ થયો હે જોઈએ.
- યુરેપિયનોએ હિંદમાં પશ્ચિમી ઢબે મદ્રાસ કલકત્તા દિલ્હી ગોવા પંડીચેરી વગેરે રથાનોએ ઈમારતો બાંધી. તત્કાલીન વહીવટી મકાને, ઉપરાંત દેવળા, મિશનરી દવાખાનાં તેમજ શાળાઓનાં એ મકાન પશ્ચિમની રમન તથા ગોથિક અને ઈંગ્લેન્ડની વિટિરિયન કલાશૈલીના મિશ્રણરૂપ છે. ગુજરાતમાં અમદાવાદ સુરત ભરૂચ ખેડા બેરસદ વડોદરા રાજકોટ ભૂજ વગેરે સ્થળોએ આ શૈલીની ઇમારતો દષ્ટિગોચર થાય છે. અંગ્રેજોએ અહીં પોતાનાં નિવાસસ્થાન પણ પશ્ચિમી શૈલીએ બાંધેલાં. એમની એ ભવન-નિર્માણ-પદ્ધતિનું અનુકરણ કરીને કેટલાંક રજવાડાંઓએ પોતાના દરબારગઢ અને મહેલ બંધાવ્યા. વડોદરાના મલ્હારરાવે બંધાવેલ નઝરબાગ મહેલ, સયાજીરાવે બંધાવેલ લક્ષ્મીવિલાસ મહેલ, ભૂજને વિજયવિલાસ મહેલ, મોરબીન વાઘજી મહેલ, વાંકાનેરને રણજિતવિલાસ મહેલ તેમજ જામનગરને સરદારબાગ મહેલ આનાં દૃષ્ટાંત ગણાવી શકાય. કેટલાક શ્રીમંતોએ પણ પિતાનાં મકાન એ શૈલીએ બાંધ્યાં, જેમાં અમદાવાદમાં શાહીબાગમાં આવેલ સર ચિનુભાઈ બૅનેટને “શાંતિકુજ' નામને બંગલો (આકૃતિ ૪૬) નમૂનારૂપ છે. આ વિદેશી શૈલીના મહેલની સજાવટમાં માનવઆકૃતિઓ પશુપક્ષીઓ તેમજ પુષ્પલતાઓનાં રૂપાંકન પણ વિદેશી ઢબનાં દષ્ટિગોચર થાય છે. આ મહેલે ઉપરાંત આ કાલની હવેલીઓ અને રહેણાક મકાનની સજાવટમાં પણ વિદેશી, ખાસ કરીને વિટારિયન કલાશૈલીની અસર નજરે પડે છે (જુઓ આકૃતિઓ ૪૧ થી ૪૫). અલબત્ત, આ વિદેશી પ્રભાવ અલંકરણે પૂરતો સીમિત રહ્યો હતો ને પરંપરાગત ગુજરાતી મકાનોના પ્લેનમાં બ્રિટિશ કાલના અંત સુધી એની કોઈ ખાસ અસર વરતાઈ નથી.
ચિત્રકલાક્ષેત્રે પશ્ચિમી કલાના પ્રભાવથી છાયા-પ્રકાશવાળાં ચિત્ર કરવાની પ્રવૃત્તિ વધી. ત્રાવણકોરના રાજા રવિવર્માએ તૈલરંગી વિદેશી શેલીને ભારતમાં પ્રચારમાં આવ્યું. એમણે ભારતીય પૌરાણિક વિષયો પસંદ કરી એ વિદેશી ઢબે રજૂ કર્યા. પરિણામે એમનાં ચિત્ર દીવાલ પર લટકાવવાના કેલેન્ડરે જેવાં