________________
પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત મોકળાશ એની આંતર શ્રેરણા હતાં. અદીઠ રીતે સ્ત્રી-પુરુષ સંબંધ મિત્રી તરફ ઢળે એવી ભૂમિકા રચાતી આવતી હતી.
પરિવર્તનનું સાહિત્યિક રૂપ ખરેખરું ક્રાંતિકારી હતું. પશ્ચિમી સાહિત્યનાં રૂપને ગુજરાતીમાં સિદ્ધ કરવાને પુરુષાર્થ શરૂ થયે તેથી કાવ્યના વિષય જ નહિ, પણ સારો એ અભિગમ બદલાઈ ગયે. અભિવ્યક્તિમાં જ નવતા આવી.
નિબંધ નવલકથા ચરિત્ર નાટક આદિ ગદ્યાશ્રિત સાહિત્યરૂપે તે નવાં જ ઉમેરાયાં, અર્વાચીન સમયના પ્રારંભે ગદ્ય અને પદ્યને વિવેક નહતો. આજે જે કાંઈ ગદ્યમાં વ્યક્ત કરીએ તેને પદ્યમાં વ્યક્ત કરવામાં કોઈ રોકટોકને અવકાશ નહેાતે, કેમકે પદ્યાશ્રિત સાહિત્યની ચાલુ પરંપરામાં ગોઠવાવાનું સહેજે સૂઝી રહે તેવું હતું. રાગ કાઢીને ગાઈ શકાય તે કવિતા' એ દલપતરામની કાવ્યસમજ હતી અને “ભરૂચ જિલ્લાની કેળવણુને ઈતિહાસ” સુધ્ધાં પદ્યમાં રચી શકાયો હતા, પણ નર્મદની કાવ્યસમજ વધારે ઊંડી હતી અને “કુસુમમાળા” સુધીમાં આવતાં સમજ વધારે ઊંડી ગઈ હતી. સાહિત્યિક ગદ્યનું અને વૈચારિક ગદ્યનું ખેડાણ શરૂ થયું એ એક નવતર ઘટના હતી. મધ્યકાલીન સાહિત્યમાં ગદ્યાશ્રિત સાહિત્ય હતું જ નહિ એમ નથી, પણ સાહિત્યસર્જન માટે પદ્ય અધિકાશે અનુકૂળ વાહન રહ્યું હતું. પણ જે નવતર રૂપ આવ્યાં તે ગદ્યને તકાજો કરતાં આવ્યાં. પ્રેરણાસ્ત્રોત અંગ્રેજીમાં હતો. એ ગદ્યાશ્રિત હતાં તેથી નિબંધ નવલકથા અને ચરિત્ર માટે તો ગદ્ય જ જોઈએ એ ખ્યાલ દૃઢ થતો ચાલ્યો. પદ્યમાં પણ અનેક પ્રયોગ થવા માંડ્યા. છંદના પ્રયોગ, દેશી ઢાળમાંથી છૂટવા માટે સંસ્કૃત વૃત્તોને આશ્રય શોધવાનું વલણ, સુદીર્ઘ રચનાઓ માટે ઉચિત “મહાછંદ” અજમાવી જોવાની મથામણ આદિને આરંભ પણ ઓગણીસમા સૈકામાં થયે. સાહિત્ય નવતર ભાવોને પિષણ પૂરું પાડયું અને નવતર માનવસંબંધો અને મૂલ્ય ભણી દષ્ટિ વાળી.
પરિવર્તનને સાહિત્યેતર કલારૂપે જે આવિષ્કાર થયે તે સ્થાપત્ય અને ચિત્રકલાને ક્ષેત્રે વહેલે થયેલે જ્યારે શિ૯૫ સંગીત અને નૃત્યને ક્ષેત્રે એ મેડ થયેલ અને એને પ્રભાવ મર્યાદિત રહેલ. અંગ્રેજોએ અન્ય ક્ષેત્રોની જેમ ભારતીય કલા માટે પણ અભિરુચિ દાખવી તેને લઈને વસ્તુતઃ આ કાલ દરમ્યાન ભારતીય કલાને પુનરુદ્ધાર થયો. અજંટા એલોરા એલિફંટા મહાબલિપુરમ્ જેવાં કલાધામો અને મુઘલ, રાજપૂત શૈલીઓની તેમજ પશ્ચિમ ભારતીય ગ્રંથસ્થ ચિત્રકલાના સંપુટની હેવેલ તથા કુમાર સ્વામી, ફર્ગ્યુસન, માર્શલ, સ્ટેલા ક્રેમરિશ વગેરેએ જગતને જાણ કરી. ભારતીય વિદ્વાને પણ આ વિષયમાં અભિરુચિ