________________
પશ્ચાત્ય સંસ્કૃતિ : પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત ૧૮પર માં ગુજરાતની વ્યવસાયી રંગભૂમિના શ્રીગણેશ પણ સાહસિક પારસી કમને હાથે જ મંડાયા.
પણ ગુજરાતનો વ્યાપક સમાજ હિંદુઓને બનેલું છે. પારસીઓ પછી નૂતન ભાવનું સ્વાગત કરવામાં હિંદુ સમાજને ઉલ્લેખવો પડે. મુસ્લિમો એક સમયે રાજ્યકર્તાઓ હતા તથાપિ નવી અસરે ઝીલવામાં તેઓ પાછળ રહ્યા હતા. હરિજન અને આદિવાસીઓ તે એટલા બધા પછાત હતા કે એમના સુધી નવી અસર પહોંચે એ અશક્ય હતું.
પશ્ચિમી સંસ્કૃતિએ જીવનવિકાસનાં જે સાધન ભારતમાં ખડકયાં, પશ્ચિમી સાહિત્યે જે નવી મનોદશા પ્રગટાવી અને પશ્ચિમી સંપર્ક જીવનવ્યવહારો ઉપર જે અસર કરી તેની ગતિ ધીમી લાગે, એને પ્રભાવ મુખ્યત્વે ઉજળિયાત પૂરતો સીમિત હોય એમ લાગે અને છતાં પરિવર્તનની પ્રક્રિયાને બીજનિક્ષેપ થયા પછી એનું આંતરિક સત્વ પ્રગટ થવાને તલસ્યા જ કરતું હોય છે. અંગ્રેજેએ સ્થાપેલી શાંતિમાં એ સર્વને પ્રગટવાની મોકળાશ મળી અને એણે અનેક સ્વરૂપ ધારણ કર્યા. સમાજવ્યવહારમાં કેળવણીમાં અને સાહિત્યમાં એની જે અસર પડી તેને સામટે સરવાળે “સંસારસુધારો” એ નામે ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યનું, ખાસ કરીને અર્વાચીન ગુજરાતી સાહિત્યનું, એ મુખ્ય પરિબળ છે. એમાં અપરિચિત અને નવીનનું આકર્ષણ, મુગ્ધતાને ઉત્સાહ, અનુકરણવૃત્તિ અને અપકવતા પણ ભળ્યાં હતાં, પરંતુ પરંપરાગત જીવનને આઘાત આપવાનું બળ પણ એમાંથી જ પ્રગટી રહ્યું હતું.
વિજેતા અંગ્રેજો ભારતની પરાજિત પ્રજાથી અતડા જ રહ્યા અને ભારતની પ્રજા જાણે ગુલામ રહેવાને સરજાઈ હોય એ રીતે એની સાથે વર્યા એના કેટલાક આડતરા લાભ અવશ્ય જોવા મળ્યા છે. પ્રજા પણ અંગ્રેજોથી વેગળી જ રહી અને એમને સદૈવ પારકા જ ગણ્યા તેથી એ સ્વત્વરક્ષા કરી શકી. પ્રજાના આંતર જીવનમાં દખલગીરી કરવાની અંગ્રેજોને ન તે હૉસ હતી કે ન તે એ માટે એમની પાસે જોઈતું સંખ્યાબળ હતું. ૧૮૫૮ ના ઢંઢેરામાં તે વિક્ટોરિયા રાણીએ ભારતવાસીઓના આંતરિક વ્યવહારોમાં અને ધર્મમાં દખલગીરી નહિ કરવાની રાજનીતિ ઉચ્ચારેલી હતી, તેથી પણ અંગ્રેજો સાથે સંપર્ક ગાઢ ન બની શક્યો. સંપર્ક અંગ્રેજી ભાષા વાટે અંગ્રેજી અને પશ્ચિમી સાહિત્યને અને એમાંની ભાવનાઓ સાથે થયો એ પણ એક આનુષંગિક લાભ છે. અંગ્રેજી સાહિત્યમાં સ્વાતંત્ર્યના અને વ્યક્તિ સ્વાતંત્રના ભાવ ઘૂંટાયા હતા. મનુષ્ય પ્રેમ અને પ્રકૃતિપ્રેમનું એ સાહિત્ય હાં, મુક્ત ન્યાયી સમતાયુક્ત જીવનની એમાં