________________
બ્રિટિશ કાય
શ્રદ્ધ
વર્ષીમાં ફિઢની પાળા ઠેકીને મહીપતરામે ઇંગ્લૅન્ડના પ્રવાસ કર્યો, ત્રણ વર્ષ પછી કરસનદાસ મૂળજીએ પણ દરિયા આળગ્યા. એનાથી આસમાન તૂટી પડયું નહિ, પણ નવી દુનિયાને નજીકથી ઓળખવાના મનેારથના માં મેાકળા થયા. ૧૮૯૪માં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ ફૅાલેજની સ્થાપના થઈ અને પ્રાથમિક શિક્ષકાને તાલીમ આપીને તૈયાર કરવાની પ્રક્રિયાનો આરંભ થયા. નવું જ્ઞાન સુગ્રથિત રૂપે આત્મસાત્ કરનારા પ્રાથમિક શિક્ષકાએ ગુજરાતમાં શિક્ષણપ્રસાર માટે જે ફાળા આપ્યા તેની કથા હજી સુધી વણુકથી રહી છે. આ જ વર્ષે ગુજરાત શાળાપત્ર” શરૂ થયું, જેણે જ્ઞાન માટેના પુરુષાર્થ માં વૈજ્ઞાનિક દૃષ્ટિ અને ઊંડાણ લાવવાના ઉત્તમ પ્રયાસ કર્યા હતા, ૧૮૬૬ માં “નર્મકવિતા” પ્રસિદ્ધ થઈ અને મધ્યકાલીન કવિતાથી માર્ગ ફંટાવનારા કવિતાપ્રવાહ લેાકસુલભ બન્યા, એ જ વર્ષમાં નર્મદની “મારી હકીકત' પ્રગટ થઈ, જે ગુજરાતના આત્મકથા—સાહિત્યનુ` ગણનાપાત્ર સીમાચિહ્ન છે. સાહિત્યનાં નવાં સ્વરૂપાની ઉપાસના લેખે પણ એનું માથું મૂલ્ય છે, ૧૮૬૮ માં નંદશંકરકૃત ‘કરણ ઘેલેા” ઇતિહાસમૂલક નવલકથા પ્રગટ થઈ, જે ગુજરાતની પહેલી મૌલિક નવલકથા-રૂપે રૂપગત સર્જનના વિશિષ્ટ આવિષ્કાર છે,
અંગ્રેજ-શાસનનાં પહેલાં પચાસ વર્ષની આ ઘટનાએ ગુજરાતના જીવનપ્રવાહમાં આવેલાં પરિવત નાનુ` નિદર્શન કરાવવા માટે કેવળ દૃષ્ટાંતરૂપે ઉલ્લેખી છે.
અંગ્રેજ—શાસન દ્વારા આવેલા પરિવર્તનની અસરો ઝીલવામાં ગુજરાતની પારસી કામ અગ્રેસર હતી. આપણે ઉપર જોયુ કે પહેલુ છાપખાનું નાખવાના, પહેલું વર્તમાનપત્ર પ્રસિદ્ધ કરવાના અને પહેલું. ગુજરાતી–અંગ્રેજી વ્યાકરણ આપવાને યશ પારસીઓને ફાળે જાય છે, એ જ પ્રમાણે વહાણવટામાં અને ખીન્ન ઉદ્યોગામાં પણ તેઓ અગ્રેસર થયા હતા. અંગ્રેજો સાથે હળવા-મળવામાં પણ એમને કાઈ સાંસ્કૃતિક અંતરાય નહાતા. એક અંગ્રેજ હાકેમે સ્વદેશમાં લખેલા પત્રમાં નાંધ્યું હતું કે “પારસીએ આપણા જેવા જ છે.” આ નાનકડી કામનાં ઉત્સાહ, સ્ફૂર્તિ અને નૂતન ભાવે વિશેની ગ્રહણતત્પરતાનો જેટા મળે એમ નથી, અંગ્રેજી જેવું સાહિત્ય સરજવાની અને એ પ્રગટ કરવાની હાંસ પણ એમણે દાખવી હતી. ગુજરાતની પહેલી મૌલિક નવલકથા “કરણ ઘેલા” પ્રગટ થઈ એનાં ચાર વર્ષ અગાઉ સારાબશા નામના પારસી લેખકની “હિંદુસ્થાન મધ્યેનું એક ઝુંપડુ” નામની લઘુ નવલ પ્રસિદ્ધ થઈ હતી તે મૂળ ફ્રેંચ કથાના અંગ્રેજી અનુવાદની ગુજરાતી છાયા હતી, પણ એમાં અસ્પૃશ્યતાના પ્રશ્ન ચર્ચાયા હતા એ નોંધપાત્ર છે. પારસીઓએ રૂપાંતર કરેલી કે અનૂદિત કરેલી નવલકથાઓને એક અલાયદે પ્રવાહ અર્વાચીન ગુજરાતની ભાષાકીય અભિવ્યક્તિમાં તરી આવે છે, એ જ પ્રમાણે