________________
પાશ્ચાત્ય સંસ્કૃતિ : પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત
૫૮
કરેલાં નવાં સાધને, એમણે સ્થાપેલી શિક્ષણસ ંસ્થાએ અને ભારતીય પ્રશ્નના ઉજળિયાતા પૂરતું અંગ્રેજી સાહિત્ય એટલામાં સીમિત રહેવા પામ્યું, પણ યુરોપની પ્રજામાં અંગ્રેજ પ્રજા જે ગુણેા વડે તેાખી તરી આવે છે તે ગુણાના લાભ ભારતીય પ્રજાને પણ મળ્યા, એટલે કે અંગ્રેજોનું રાજત્વ વિશેષે . કાયદાનું રાજ્ય બની રહ્યુ
કાર્લ માસે ‘ભારત' વિશે જે નિબંધો લખ્યા છે તેમાં અંગ્રેજોને એણે ઇતિહાસના સાધન તરીકે ઓળખાવ્યા છે. માસના મત પ્રમાણે અંગ્રેજો ઉમદા શાત્મક ન હતા. ઉમદા શાસકેા એમને કહેવાય કે જે પ્રજાની આર્થિક સમૃદ્ધિ વધારવામાં નિમિત્તભૂત બને અને પ્રશ્નને સુરક્ષિત રાખે. મધ્યયુગની ગરાસદારી પ્રથા પ્રવતતી હતી તે કાળમાં ભારતમાં વિદેશી આક્રમણેા અનેક વાર થયાં હતાં અને વિદેશીઓનું શાસન પણ સ્થપાયું હતું, વિદેશી શાસકાએ જુલમ પણ એ ગુજાર્યો ન હતા, પણ પ્રજાના આર્થિક જીવનની નાડ એમણે સુરક્ષિત રાખી હતી. એમના મુકાબલે અંગ્રેજ શાસકાની ન્યૂનતા એ કે પ્રજાના મુખ્ય નિર્વાહસાધનરૂપ કૃષિજીવનને એમણે ચૂંથી નાખ્યું, કાયદાના રાજ્યને લીધે લાંકાને અમુક આસાયેશ શાસનમાં અવશ્ય મળી, પણ એમ કહી શકાય કે એનાથી જુલમને પ્રકાર બદલાયે!. કૃષિજીવન બરબાદ થયુ, અનેક દેશી ઉદ્યોગ મરવા પડયા અને પ્રજાનું અને એની સાધનસપત્તિનું વ્યવસ્થિત શાષણ ચાલ્યું. એમ છતાં અંગ્રેજો અનાયાસે, તે પણ જાણે નહિ તેમ, પશ્ચિમની ઔદ્યોગિક સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિ ભારતમાં અવતારવામાં નિમિત્ત બન્યા. કાર્લ માસ અને જીવનવિકાસના સત ગણે છે, એટલે કે ગરાસદારી પ્રથામાંથી મૂડીવાદી પ્રથામાં રાષ્ટ્રજીવન મુકાય અને વિકાસના સંકેત ગણે છે એ અર્થમાં અંગ્રેજોના ઉપકાર માનવાના રહે, પણ વિકાસના તેઓ અસંપ્રજ્ઞાત વાહક હતા.
અંગ્રેજો અસંપ્રજ્ઞાત રીતે યુરાપીય નવજાગૃતિના પણ વારસદાર હાવાથી પશ્ચિમની સંસ્કૃતિનાં નવતર મૂલ્યાના લાભ ભારતને અંગ્રેજ શાસન વાટે મળ્યા. યુરોપમાં અંધારયુગ પ્રવતતા હતા તે દરમ્યાન પ્રાચીન ગ્રીક અને લૅટિન વિદ્યા વીસરાઈ ગઈ હતી, પણ એના આકસ્મિક રીતે આરભાયેલા નવતર અભ્યાસથી પ્રાચીન વિદ્યાની છાલક યુરાપની પ્રજાઓને વાગી અને એમાંથી નવું દર્શન લાધ્યું, અને સ ંશાધનેાથી એ દૃઢતર બનીને વિકસ્યું તેથી યુરાપની પ્રજામાં નવી ચેતના, નવું સામર્થ્ય આવ્યાં. યુરાપમાં જે જ્ઞાનવિજ્ઞાન ખીલ્યાં ને એનાથી આંદોલિત થયેલા સાહસિકેા દુનિયાની સફરે નીકળ્યા, તેઓ નવા હેતુ અને નવા મનાભાવેાના વાઢુકા બન્યા. અંગ્રેજ શાસન દ્વારા યુરોપના આ નવતર